બ્રેકિંગ ન્યુઝ
હોળીનો પર્વ આખા ભારત દેશમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. રંગ, ખુશી, ઉલ્લાસ, ભાઈચારાના પર્વ હોળી પર આ વર્ષે ચંદ્ર ગ્રહણ લાગશે. હકીકતે વર્ષ 2024નું પહેલું ચંદ્ર ગ્રહણ ફાગણની પૂનમ પર લાગી રહ્યું છે. ફાગણની પૂર્ણીમાની રાત્રે હોળીકા દહન કરવામાં આવે છે.
ADVERTISEMENT

આ અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક માનવામાં આવે છે. તેના બીજા દિવસે રંગોનો તહેવાર ધૂળેટી ઉજવવામાં આવે છે. આ વખતે હોળિકા દહનના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાના કારણે હોળિકા દહન થશે કે નહીં અથવા ક્યારે થશે તેને લઈને લોકોના મનમાં શંકા છે.
ADVERTISEMENT
વર્ષ 2024નું પહેલું ચંદ્ર ગ્રહણ
વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 25 માર્ચે છે. ચંદ્ર ગ્રહણ સવારે 10.24 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 3.01 વાગ્યે સમાપ્ત થશે. ત્યાં જ ચંદ્ર ગ્રહણ વાળા દિવસે ચંદ્રોદયનો સમય સાંજે 6.44 વાગ્યે છે. ચંદ્ક ગ્રહણનો સુતક કાળ 9 કલાક પહેલા જ શરૂ થઈ જાય છે.
સૂતક કાળ વખતે કોઈ પણ શુભ-માંગલિક કાર્ય પૂજા-પાઠ વગેરે નથી કરવામાં આવતા. આ સમયે મંદિરોના પટ પણ બંધ રહે છે. પરંતુ આ ચંદ્ર ગ્રહણ દિવસમાં હોવાના કારણે ભારતમાં તે જોવા નહીં મળે. એટલે કે સુતક કાળ પણ માન્ય નહીં રહે.
ADVERTISEMENT

કયા દેશોમાં દેખાશે ચંદ્ર ગ્રહણ
આ ચંદ્રગ્રહણ આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, હોલેન્ડ, બેલ્જિયમ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, ઈટલી, જર્મની, ફ્રાન્સ, અમેરિકા, જાપાન, રશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક અને એન્ટાર્કટિકાના ભાગોમાં દેખાશે.
ADVERTISEMENT
વધુ વાંચો: આ દિવસે ખાસ કરો તમારા ઘરના મંદિરની સફાઇ : અવશ્ય થશે ધનલાભ
ક્યારે છે હોળિકા દહન 2024?
આ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા નથી મળવાનું અને તેનો સૂતક કાળ પણ માન્ય નહી રહે. એવામાં હોલિકા દહન પર ચંદ્ર ગ્રહણની કોઈ અસર નહીં પડે. તેના પર પણ હોળિકા દહન પૂર્ણિમા તિથિ શરૂ થવા પર જ એટલે કે 24 માર્ચ રાત્રે જ થશે. એટલે કે હોળિકા દહન પર તેની કોઈ અસર નહીં થાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.