બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / first asian metaverse wedding of chennai couple 6000 people present food delivered online

Metaverse / ગજબ! મેટાવર્સ પર થયું એશિયાનું સૌથી પહેલું વેડિંગ રિસેપ્શન, દુલ્હનના દિવંગત પિતાએ પણ આપ્યા આશીર્વાદ

Mayur

Last Updated: 03:49 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઈના એક્ ભારતીય કપલે Metaverse પર એશિયાનાં સૌથી પહેલા વેડિંગ રિસેપ્શનમાં 6 હજાર લોકો હાજર રહ્યા હતા જેમને ઓનલાઇન ફૂડ ડિલિવરીથી ભોજન પણ અપાયું હતું.

  • ચેન્નાઈના 25 વર્ષીય દિનેશ એસપી અને નાગનંદીના Metaverse પર લગ્ન 
  • દેશ-વિદેશના 6000 લોકોએ ભાગ લીધો
  • દિવંગત પિતાએ આપ્યા આશીર્વાદ 

દેશ-વિદેશના 6000 લોકોએ ભાગ લીધો

કોરોના મહામારી વચ્ચે લગ્ન કરનાર ચેન્નાઈના 25 વર્ષીય દિનેશ એસપી અને નાગનંદીનીએ 6 ફેબ્રુઆરીએ મેટાવર્સના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર તેમના લગ્નનું રિસેપ્શન કર્યું હતું. જેમાં દેશ-વિદેશના 6000 લોકોએ ભાગ લીધો હતો.

IT ફર્મને મળ્યા અનેક ઓર્ડર 
રિસેપ્શનનું આયોજન કરનાર IT ફર્મને અત્યાર સુધીમાં દેશના ખૂણે-ખૂણેથી આવી 60 વધુ ઇવેન્ટ માટે ઓર્ડર મળ્યા છે. આમાં, ખાસ કરીને 14 ફેબ્રુઆરીએ ઘણા કાર્યક્રમો યોજાનાર છે.


સંગીત હતું, ભોજન પણ ખવડાવ્યું
IIT મદ્રાસમાં પ્રોજેક્ટ એસોસીએટ એવા દિનેશના કહેવા પ્રમાણે, આ રિસેપ્શન દરમિયાન કોન્સર્ટ પણ થયા હતા. એટલું જ નહીં, ફૂડ ડિલિવરી કંપનીની મદદથી મહેમાનોને તેમના ઘરે ભોજન પણ આપવામાં આવ્યું હતું.

દિવંગત પિતાએ આપ્યા આશીર્વાદ 

આ લગ્નમાં નાગનંદીનીના કહેવા પ્રમાણે તેણીના દિવંગત પિતાએ ડીજીટલી હાજર રહીને આશીર્વાદ આપ્યા હતા. તેણીના પિતા ગત એપ્રિલ મહિનામાં ગુજરી ગયા હતા પરંતુ લગ્નમાં તેમના ડિજિટલ અવતારને ડિઝાઇન કરવામાં આવ્યો હતો જેણે લગ્નમાં હાજર રહીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. 

ઘરોમાં રહેતા સંબંધીઓ જોડાઈ શકે છે
તમિલનાડુના ક્રિષ્નાગિરીના દિનેશ અને તેની પત્ની નાગનંદીનીના જણાવ્યા અનુસાર, તેઓ અને તેમના મિત્રો અને પરિવાર આ ઇવેન્ટથી ખુશ છે, કારણ કે લોકોને તેમના ઘરે હોવા છતાં પણ તેઓને આ શુભ પ્રસંગમાં ભાગ લેવાની તક મળી હતી. વર-કન્યાની પસંદગી અનુસાર, હોગવર્ટ્સની થીમ પર હેરી પોટરની ડિઝાઇનિંગ પણ લોકોને પ્રભાવિત કરી.

એશિયાની પ્રથમ ઘટના
શ્રીપેરુમ્બુદુરની ઓર્ગેનાઈઝિંગ ફર્મ ટાયર્સનો દાવો છે કે, એશિયામાં આ પ્રકારના પ્રથમ લગ્ન હતા, જે  metaverse પર થયા હતા.

હવે વેલેન્ટાઈન ડેની તૈયારી
ફર્મના CEO વિગ્નેશએ કહ્યું, "હાલમાં, મુખ્ય કાર્ય ચેન્નાઈમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની વર્ચ્યુઅલ ઇવેન્ટ છે. આમાં તમે ઓનલાઈન ગિફ્ટ પણ આપી શકો છો.

IIT મદ્રાસમાં ભણેલા દિનેશના કહેવા પ્રમાણે, આ દરમિયાન કોન્સર્ટ પણ થયા હતા. એટલું જ નહીં, ફૂડ ડિલિવરી કંપનીની મદદથી મહેમાનોને તેમના ઘરે ભોજન પણ આપવામાં આવ્યું હતું.

મેટાવર્સ સોશિયલ મીડિયા માટે નવી ક્રાંતિ 

અહી તમારી ઉપસ્થિતિ વીડિયો ફોર્મેટથી ઘણી જુદી હશે. મેટાવર્સ સાથે કનેક્ટ કરતી ડિવાઈસની મદદથી તમે એ સાક્ષાત અનુભવી શકશો કે તમે આભાસી દુનિયામાં અનેક લોકો સાથે એન્જોય કરી રહ્યા છો. જેમ સોશિયલ મીડિયા સ્પેસમાં એક રીતે ફેસબુકની મોનોપોલી છે ઠીક એવી જ રીતે માર્ક જકરબર્ગ મેટાવર્સને પણ મોનોપોલી બનાવવાની કવાયત કરી રહ્યા છે. મેટાવર્સ સોસિયલ મીડિયા માટે નવી ક્રાંતિ છે અને કમાણીનું નવું પ્લેટફોર્મ છે. આથી જ આ મેટાવર્સની દુનિયામાં અનેક કંપનીઓ અબજો ડોલર રૂપિયાનું રોકાણ કરવા થનગની રહી છે.

1992માં સ્ટીવન સ્ટીફેંસને નોવેલમાં `મેટાવર્સ' ટર્મનો ઉપયોગ કર્યો 

સૌપ્રથમ 1992માં સ્ટીવન સ્ટીફેંસને પોતાની સ્નો ક્રેશ નામની સાઈંસ ફિક્શન નોવેલમાં `મેટાવર્સ' ટર્મનો ઉપયોગ કર્યો હતો. તેમણે કલ્પના કરી હતી કે, મેટાવર્સ એક એવી સ્પેસ હશે જ્યાં લોકો પોતાના આભાસી અવતાર દ્વારા એક બીજા સાથે સમય વિતાવી શકશે અને સામાજિક, આર્થિક વ્યવહારો પણ કરી શકશે. આ કલ્પના હવે વાસ્તવિકતામાં બદલાઈ ગઈ છે. હવે  લોકો મેટાવર્સ પર વર્ચ્યુઅલ જમીન ખરીદવા અબજો રૂપિયા ખર્ચી રહ્યા છે. મેટાવર્સ માટે અલગ-અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ઓગ્મેન્ટેડ રિયાલિટી, વર્ચુઅલ રિયાલિટી અને વીડિયો ટૂલ. આ ટેકનોલોજી દ્વારા લોકો આભાસી દુનિયામાં ડિજિટલી સાથે રહેતા હશે. અહીં તમે રમતગમતમાં પણ હિસ્સો લઈ શકશો, અને લોકો સાથે મીટિંગ પણ કરી શકશો, શોપિંગ પણ કરી શકશો અને માલ પણ વેચી શકશો. સરળ શબ્દોમાં કહીએ તો એક એવી દુનિયા જ્યાં તમારી અલગ ઓળખ હશે. તમે ઘરે જ હશો પરંતુ તમારો બીજો અવતાર મેટાવર્સમાં હશે અને જેના પર ઘરે બેઠા જ તમારો કંટ્રોલ હશે.

મેટાવર્સમાં લોકો આભાસી પ્લોટ કેમ ખરીદી રહ્યાં હશે? 

આપને સવાલ થતો હશે કે, લોકો કરોડો રૂપિયા આપીને મેટાવર્સમાં આભાસી પ્લોટ કેમ ખરીદી રહ્યા હશે. તો આપને જણાવી દઈએ કે, ફેસબુક અને માઈક્રોસોફ્ટ સહિત દુનિયાની અનેક દિગ્ગજ કંપનીઓ મેટાવર્સની દુનિયાને વિકસિત કરવા માટે અબજો રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે ત્યારે એ દુનિયામાં હિસ્સો બનીને મધ્યમક્ષમતા વાળા લોકો પણ રોકાણ કરીને ભવિષ્યમાં કમાણી કરવાનું પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ