બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Firing outside Islamabad High Court, Imran Khan walks out of court three hours after bail

દાવો / ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ફાયરિંગ, ઈમરાન ખાન જામીનના ત્રણ કલાક પછી કોર્ટમાંથી બહાર આવ્યા, જુઓ VIDEO માં શુ કહ્યું!

Kishor

Last Updated: 12:34 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન કોર્ટની અંદર હાજર હતા. ત્યારે પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ફાયરિંગ થયું હતું. જોકે ત્રણ કલાક બાદ ઈમરાન ખાન જામીન મુક્ત થયા હતા.

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડનો મામલો
  • પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર શુક્રવારે ગોળીબાર
  • ઈમરાન ખાને એક વીડિયો વાયરલ કર્યો

ત્રણ દિવસ આગાઉ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી નેશનલ એકાઉન્ટીબિલિટી બ્યૂરોએ ધરપકડ કરી હતી. બાદમાં આ મુદ્દો વિશ્વના અનેક દેશોમા ચર્ચાયો હતો. જે મામલે ઘમાસાણ સર્જાયા બાદ પાક.સુપ્રીમ કોર્ટે ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. આવી સ્થિતિ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન કોર્ટની અંદર હાજર હતા. ત્યારે પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર શુક્રવારે ગોળીબાર થયો હતો.જેમાં 30 મિનિટના ગાળામાં અનેક વખત ફાયરીંગ કરાયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

ગોળીબાર કરનારા લોકો કોણ?
ઉલ્લેખનીય છે કે, આ ફાયરિંગ એવા સમયે થયું છે જ્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે શુક્રવારે ઈમરાન ખાનની 17 મે સુધી ધરપકડ ન કરવાનો આદેશ જારી કરી તેને હાઈકોર્ટમાંથી જવાની મંજૂરી મળી આપી હતી. નોંધનિય છે કે ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ગોળીબાર કરનારા લોકો કોણ છે, તેની માહિતી હજુ મળી નથી. પરંતુ પૂર્વ પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ એલર્ટ પર આવી ગઈ હતી.


કોર્ટમાંથી મુક્ત કરવામાં

વધુમાં ઈસ્લામાબાદના આઈજીએ પણ હાઈકોર્ટમાં ઈમરાન ખાન સાથે વાતચીત કરી હતી. જે બાદ ઈમરાન ખાને એક વીડિયો વાયરલ કરી કહ્યું હતું કે મને બળજબરીથી કોર્ટમાં રાખવામાં આવ્યો હતો. ત્રણ કલાક થઈ ગયા બાદ પણ મને જવા દેવામાં આવી નથી આવ્યો. તેમણે કહ્યું કે કોર્ટે મને દરેક કેસમાં જામીન આપ્યા છે. હું મુક્ત છું તે પછી પણ અમારું અપહરણ કરવામાં આવ્યું હોવાના આરોપ લગાવ્યા હતા. જો કે, ઈમરાન ખાને વિડિયો જાહેર કર્યાના થોડા સમય બાદ તેને કોર્ટમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ