બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Firecrackers burst on getting bail!, riot in bus depot, miscreants in Gujarat broke the law to instill fear, watch the video

ક્રાઈમ / જામીન મળતા ફટાકડા ફોડ્યા!, બસ ડેપોમાં બબાલ, ગુજરાતમાં લુખ્ખા તત્વોએ ધાક જમાવવા કર્યો કાયદાનો ભંગ, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 08:47 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. આજે પણ રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકની ત્રણ ઘટના બની છે. રાજકોટમાં તેમજ મહેસાણામાં કેટલાક લોકો ધાક જમાવવા કાયદાનો ભંગ કેટલો યોગ્ય?

  • રાજકોટમાં એસટી બસ પોર્ટલ પર બોલાચાલીની ઘટના બની
  • મુસાફરો અને એસટી કર્મચારીઓ વચ્ચે બોલાચાલી
  • બીજી ઘટનામાં રાજકોટ શહેરમાં ફરી જાહેર માર્ગ પર ધિંગાણું સર્જાયું

રાજકોટ ST બસ પોર્ટ પર મુસાફરો અને STના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થયાની ઘટના સામે આવી છે. બસ બાબતે ફરિયાદ કરવા આવેલા મુસાફરોએ ફરિયાદ બુક માગતા STના કર્મચારી દ્વારા પોણો કલાક સુધી ફરિયાદ બુક ન અપાઈ છે. જેને કારણે કાયમી મુસાફરી કરતા મુસાફરો અને STના કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે આખરે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. મોરબી જવા માટે એક જ સમયે બે બસ મૂકી દેવામાં આવતા આ સમગ્ર વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. 

રાજકોટ શહેરમાં ફરી જાહેર માર્ગ પર ધિંગાણું સર્જાયું હતું. ફરી જાહેર રસ્તા પર મારામારીના સર્જાઈ હતી. આ ઘટના કાલાવડ રોડ પર બની હતી.  જ્યાં એક મહિલા અને બે પુરૂષો વચ્ચે જાહેરમાં મારામારી થઈ. કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો બિચક્યો હતો. જાહેરમાં મારામારીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

મહેસાણાના કડીમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. અસામાજિક તત્વોને જાણે કાયદાનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે. ત્યારે પોલીસને પડકાર ફેંકતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. DySP મંજિતા વણઝારા પર હુમલો કરનાર આરોપીઓને જામીન મળતા ઉજવણી કરવામાં આવી. ગુજસિટોકના આરોપીઓને જામીન મળતા કુખ્યાત હનીફ જાડીના સમર્થકોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. DySP પર જ્યાં હુમલો થયો હતો ત્યાં જ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો અને આતશબાજીનો વીડિયો વાયરલ કરી લોકોમાં ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વનું છે કે થોડા વર્ષો પહેલા કડીમાં ગુજસિટોકના આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા પોલીસે સરઘસ કાઢ્યું હતું. દરમિયાન કુખ્યાત હનીફ જાડીના સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં DYSP મંજિતા વણઝારા ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ