બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fire department personnel continuously absent in Jamnagar

બેદરકારી / જામનગરવાસીઓ ફાયર વિભાગના ભરોસે ના રહેતા! સાંજ પડે એટલે ટીમ રજા પર, 3-3 દિવસ સુધી માત્ર કાગળ પર ઓન ડ્યુટી

Vishnu

Last Updated: 11:42 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

...તો આગ લાગે ત્યારે કુવો ખોદવાનો? જામનગરમાં ફાયરવિભાગના કર્મીઓ માત્ર કાગળ પર જ હોય છે સ્ટેશન રામ ભરોસે મૂકી સાંજ પડે એટલે રજા પર

  • જામનગરમાં ફાયરવિભાગ બેદરકાર
  • ફાયરવિભાગને નથી જવાબદારીની ગંભીરતા
  • સાંજ પડે, એટલે ફાયરવિભાગની ટીમ રજા પર

ઈમરજન્સી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓને હંમેશા ખડેપગે રહેવાનું હોય છે. પરંતુ જો જામનગર મહાનગરપાલિકા સંચાલીત ફાયર સ્ટેશન, આ વાતમાં અપવાદ છે. 5 લાખ કરતા પણની વસતી ધરાવતા આ શહેરમાં જો રાતના સમયે આગ લાગે, તો ફાયરબ્રિગેડની ટીમ નહીં આવે, કારણકે ફાયરબ્રિગેડના અધિકારીઓ ખુદ, તેમને મળેલી આ જવાબદારી પ્રત્યે ગંભીર નથી.

કોઈપણ સમયે આકસ્મિક ઘટના બને કોણ જશે..!
આ દ્રશ્યોને જામનગર શહેરના. જામનગરમાં આવેલા ઇન્દિરા ફાયર સ્ટેશનના. જામનગર મહાનગરપાલિકા સંચાલિત આ ફાયર સ્ટેશન છે. ઉદ્દેશ એટલો કે કોઈપણ સમયે આકસ્મિક ઘટના બને, તો ફાયર વિભાગના કર્મચારીઓ ઝડપથી પહોંચીને બચાવકાર્ય શરૂ કરે. પરંતુ જામનગર મહાપાલિકાની તિજોરીમાંથી મહિને હજારો રૂપિયે પગાર વસુલતા કર્મચારીઓ, આ વાતને લઈને જરા પણ ગંભીર નથી. કારણકે સુરજ આથમતાની સાથે જ અહીંના તમામ કર્મચારીઓ ફાયર સ્ટેશન છોડી દે છે. અને આખુ ફાયર સ્ટેશન એકમાત્ર ખાનગી વ્યક્તિના ભરોસે મૂકી જાય છે.

ત્રણ ત્રણ દિવસ સુધી માત્ર `કાગળ પર ઓન ડ્યુટી'
અવસ્થાની દ્રષ્ટીએ ગુજરાતના સૌથી અનોખા આ ફાયર સ્ટેશનમાં કર્મચારી છે, પણ માત્ર કાગળ પર. શિફ્ટ બને છે, પણ કર્મચારીઓ આવતા નથી. ફરજ પરથી ત્રણ ત્રણ- ચાર ચાર દિવસ દૂર રહે છે, પણ રજા રાખતા નથી. છે ને આશ્ચર્યજનક વાતો. આવી આપખુદશાહીનો સમગ્ર કિસ્સો પ્રકાશમાં લાવ્યા જાગૃત નાગરિક. જામનગરના જ કેટલાક લોકોએ જ્યારે રાત્રીના 10 વાગ્યાની આસપાસ ફાયર સ્ટેશને જઈને સ્થળ નિરિક્ષણ કર્યું તો ખુલાસો થયો કે ફાયર ઓફિસર મહાવીર રાણા છેલ્લા 3 દિવસથી ફરજ પર હાજર જ નથી. અને આ વાતની જાણ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર કે સ્ટેશન ફાયર ઓફિસરને પણ ન હતી. ત્યારે શુ તંત્ર કોઈ મોટી ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે કે કેમ?, શું કોઈ ઉચ્ચ અધિકારીની રહેમનજર હેઠળ ફાયર વિભાગના કર્મચારીઓ મનમાની કરી રહ્યા છે? તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે.

ફાયરવિભાગની ગંભીર બેદરકારી
વીટીવી ન્યૂઝની ટીમે આ સમગ્ર મામલે જામનગર મહાનગરપાલિકાના કમિશનરનો સંપર્ક કર્યો, તેમણે આ ઘટનાને ખૂબ ગંભીર ગણાવી. જે કર્મચારી પોતાની ફરજ પર હાજર ન રહેતા હોવાની બાબતને લઈને તપાસ કમિટી બેસાડવાની, તેમજ જવાબદાર સામે કડક પગલાં લઈ દાખલો બેસાડવાની તૈયારી બતાવી. ફાયરવિભાગની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ મહાનગરપાલિકાના કમિશનરે કડક પગલા લેવાની હૈયાધારણા તો આપી છે, ત્યારે તેમણે બનાવેલી કમિટી, આગામી સમયમાં શું નિષ્કર્શ પર પહોંચે છે, તે જોવું રહ્યું. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ