બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Finally the time of India-Pakistan match was changed, now the World Cup will be played on this date

BIG NEWS / IND vs PAK: આખરે ભારત-પાકિસ્તાનની મેચનો સમય બદલાયો! શું હવે આ તારીખે રમાશે વર્લ્ડકપ

Priyakant

Last Updated: 02:16 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs PAK News : સૂત્રો મુજબ ભારત-પાકિસ્તાનની મેચ જે15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી તે હવે આ તારીખ યોજાઇ શકે

  • ભારત-પાકિસ્તાનની મેચને લઈ મોટા સમાચાર 
  • ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલવામાં આવી 
  • 14 ઓક્ટોબરે અમદાવાદમાં યોજાઇ શકે ભારત-પાકિસ્તાનની મેચ: સૂત્ર  

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ તાજેતરમાં જ ભારત દ્વારા આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની છે. આ શાનદાર મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ સમાચાર આવી રહ્યા છે કે, આ મેચની તારીખ બદલવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે આ શાનદાર મેચ હવે એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે રમાશે. આ સિવાય વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક અન્ય ફેરફારો પણ છે. આ તમામ ફેરફારોની જાહેરાત આજે (31 જુલાઈ) થઈ શકે છે. જણાવી દઈએ કે આ બધો ફેરફાર નવરાત્રીના તહેવારને કારણે કરવામાં આવી રહ્યો છે. નવરાત્રિનો પ્રથમ દિવસ 15 ઓક્ટોબરે આવી રહ્યો છે. 

જય શાહે પણ મેચ પર મોટું નિવેદન આપ્યું
જણાવી દઈએ કે હાલમાં જ આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે. જય શાહે કહ્યું હતું કે આ વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફારની અપેક્ષા છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું કે, 2-3 સભ્ય બોર્ડે વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવા અપીલ કરી છે. ખાસ કરીને તે ભારત અને પાકિસ્તાનની મેચ માટે નથી.

નવરાત્રીનો પ્રથમ દિવસ 15 ઓક્ટોબર 
વાસ્તવમાં નવરાત્રીનો પહેલો દિવસ 15 ઓક્ટોબરે આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ BCCIને નવરાત્રિ તહેવારને કારણે તારીખ બદલવા માટે એલર્ટ કરી દીધું છે. એક સૂત્રએ કહ્યું હતું કે, એજન્સીઓએ અમને આ વિશે જણાવ્યું છે અને અમે ચર્ચા કરી રહ્યા છીએ, ટૂંક સમયમાં નિર્ણય લઈશું. નોંધનીય છે કે, વર્લ્ડ કપ દરમિયાન માત્ર નવરાત્રીનો તહેવાર જ નહીં પરંતુ દીપાવલી અને દશેરા જેવા તહેવારો પણ આવવાના છે. આવી સ્થિતિમાં BCCIને મેચ કરાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આવું હોઇ શકે છે ભારતીય ટીમનું નવું શિડ્યુલ

  • 8 ઑક્ટોબર વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ
  • 11 ઑક્ટોબર વિરુદ્ધ અફઘાનિસ્તાન, દિલ્હી 
  • 14 ઑક્ટોબર વિરુદ્ધ પાકિસ્તાન, અમદાવાદ
  • 19 ઑક્ટોબર વિરુદ્ધ બાંગ્લાદેશ, પૂણે 
  • 22 ઑક્ટોબર વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ,ધર્મશાલા
  • 29 ઑક્ટોબર વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લખનૌ 
  • 2 નવેમ્બર વિરુદ્ધ નેધરલેન્ડ, મુંબઈ 
  • 5 નવેમ્બર વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કોલકાતા 
  • 11 નવેમ્બર નવેમ્બર વિ. શ્રીલંકા, બેંગલુરુa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ