બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / film adipurush box office collection day 5

નિરાશાજનક પ્રદર્શનBollywood / સતત વિવાદ અને ટ્રોલિંગ વચ્ચે 'આદિપુરુષ' ફિલ્મની જ લંકા લાગી ગઇ, 5માં દિવસનું કલેક્શન જાણી ચોંકી જશો

Bijal Vyas

Last Updated: 12:08 AM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'આદિપુરુષ' હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મની યાદીમાં સામેલ થઈ ગઈ છે. શરૂઆત સારી હતી, પરંતુ ધીમે ધીમે ફિલ્મના ક્લેક્શનમાં ઘટાડો થવા લાગ્યો છે.

  • ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કર્યુ 
  • ચોથા અને પાંચમાં દિવસની કમાણીમાં સતત ઘટાડો નોંધાયો 
  • વિવાદોની અસર ફિલ્મ પર પડી અને લોકો ફિલ્મથી દૂર થયા

Adipurush box office collection day 5: છેલ્લા ઘણા સમયથી પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' ચર્ચામાં હતી. લાંબી રાહ જોયા બાદ આ ફિલ્મ 16 જૂને રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કર્યુ. 'આદિપુરુષ'એ શરૂઆતના દિવસે 100 કરોડથી વધુની કમાણી કરી હતી. આ સાથે 'આદિપુરુષ' હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મની યાદીમાં સામેલ થઈ ગઈ છે. 'આદિપુરુષ'ની શરૂઆત સારી હતી, પરંતુ ધીમે ધીમે તેના ક્લેક્શનમાં ઘટાડો થવા લાગ્યો છે. જાણો 5માં દિવસે ફિલ્મનું કલેક્શન કેવું રહ્યું.

રીલીઝ પહેલા જ Adipurush એ કમાઈ લીધા 432 કરોડ રૂપિયા! બજેટના 85% પૈસા તો  પહેલેથી જ મળી ગયા, આખરે કઈ રીતે? | film adipurush recovers rs 432 crore  prabhas and kriti sanon

કેવુ રહ્યુ 5માં દિવસનું ફિલ્મ આદિપુરુષનું ક્લેક્શન?
'આદિપુરુષ' થિયેટરોમાં ધમાકેદાર રીતે ઓપનિંગ કર્યુ ,'આદિપુરુષ'નું ઈન્ડિયા કલેક્શન માત્ર 3 દિવસમાં 220 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. એવું લાગી રહ્યું હતું કે ફિલ્મની રેકોર્ડબ્રેક કમાણી જલ્દી બંધ થવાની નથી. પરંતુ ફિલ્મની રિલીઝ સાથે જ વિવાદો શરૂ થઈ ગયા હતા. તેની અસર ફિલ્મ પર જોવા મળી હતી. ચોથા દિવસે 'આદિપુરુષ'એ 16 કરોડની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 5માં દિવસે ફિલ્મે ભારતમાં 10.80 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ સાથે ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 247.90 કરોડનો આંકડો પૂરો કરી લીધો છે. અને વૈશ્વિક બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 375 કરોડ છે. 'આદિપુરુષ'એ પ્રથમ સપ્તાહમાં બોક્સ ઓફિસ પર રૂ. 110 કરોડથી વધુની કમાણી કરી હતી. પરંતુ ચોથા અને પાંચમા દિવસની કમાણી જોતા એમ કહી શકાય કે વિવાદોની અસર ફિલ્મ પર પડી અને લોકો ફિલ્મથી દૂર થઈ ગયા.

કયો હિંદુ મૂછો વીના દાઢી રાખે?: ફિલ્મ આદિપુરુષના મેકર્સને ફટકારવામાં આવી  નોટિસ, કહ્યું- જાહેરમાં માફી માંગો | Adipurush Director Om Raut Gets Legal  Notice From ...

500 કરોડના બજેટની ફિલ્મ
રિપોર્ટ્સ અનુસાર, ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ' બનાવવામાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મે પહેલા બે દિવસમાં ધમાકેદાર કમાણી કરી હતી. પરંતુ 'આદિપુરુષ'ની સામગ્રી અને સંવાદની ચારેબાજુ ટીકા થવા લાગી. ઘણી જગ્યાએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. હવે આ વિવાદોને કારણે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

જો આમ જ ચાલ્યું તો ફિલ્મ માટે બીજું અઠવાડિયું ઘણું મુશ્કેલ બની જશે. ઉલ્લેખનીય છે કે , ઓમ રાઉતની બિગ બજેટ ફિલ્મ 'આદિપુરુષ'માં પ્રભાસે  ભગવાન રામની ભૂમિકા ભજવી છે. કૃતિ સેનન માતા સીતાના રોલમાં જોવા મળી હતી. જ્યારે સૈફ અલી ખાને રાવણનો રોલ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ