બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / Fierce politics on Rajasthan hospital fire: Congress besieged government on fire safety issue, got such a reply

નિવેદન / રાજસ્થાન હોસ્પિટલની આગ પર વિકરાળ રાજનીતિ: કોંગ્રેસે ફાયર સેફટી મુદ્દે સરકારને ઘેરી, વળતો મળ્યો આવો જવાબ

Vishal Khamar

Last Updated: 07:18 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવા મામલે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં આગ લાગ્યાનાં સમાચાર મળતા જ તાત્કાલિક ધોરણે ફોન કરી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. જ્યારે આ મામલે કોંગ્રેસનાં મનીષ દોશીએ એવું કહ્યું છે કે વારંવાર અમદાવાદની હોસ્પિટલોમાં આગની ઘટનાં કેમ બને છે.

  • અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગનો મામલો
  • બેઝમેન્ટમાં સાધનો હતા તેમાં શોર્ટ સર્કીટનાં કારણે આગ લાગીઃ ઋષિકેશ પટેલ
  • વારંવાર અમદાવાદની હોસ્પિટલોમાં આગની ઘટનાઓ કેમ બને છે?: મનીષ દોશી
  • કોરોનાકાળમાં અમદાવાદ, રાજકોટની હોસ્પિટલોમાં પણ આગ લાગી હતી: મનીષ દોશી

 અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવા મામલે રાજ્ય સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,  સવારે 7 વાગ્યે રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગ્યાનાં સમાચાર મળતા જ ફોન ઉપર તમામ માહિતી મેળવી છે. હોસ્પિટલનાં બેઝમેન્ટમાં જે વધારાનાં પરચૂરણ સાધનો પડ્યા હતા. તેમાં શોર્ટ સર્કીટનાં કારણે આગ લાગી હોવાની માહિતી મળવા પામી હતી. તેમજ તાત્કાલીક તમામ દર્દીઓને શિફ્ટ કરી દીધા છે. કોઈ જાનહાનિ થવા પામી નથી. પરંતું રાજ્ય સરકાર દ્વારા તમામ આઈસીયું તેમજ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલની ફરી એક વખત તપાસ કરી લઈશું. 

સિરિયસ દર્દીઓની સાથે હોસ્પિટલમાં વૃદ્ધો, મહિલાઓ તેમજ બાળકો પણ હતાઃ મનીષ દોશી
અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં વિકરાળ આગ લાગવા મામલે કોંગ્રેસનાં નેતા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હોસ્પિટલમાં અનેક દર્દીઓ દાખલ હતા. જેમાં સિરિયસ દર્દીઓની સાથે વૃદ્ધો, મહિલાઓ અને બાળકો પણ હતા. ત્યારે વારંવાર અમદાવાદની હોસ્પિટલોમાં આગની ઘટનાઓ કેમ બને છે? કોરોનાંકાળમાં અમદાવાદ, રાજકોટની હોસ્પિટલોમાં પણ આગ લાગી હતી. ત્યારે સરકાર કેમ કોઈ પગલા લઈ રહી નથી. શું માત્ર દેખાવ માટે જ ફાયર સેફ્ટીનાં સાધનો લાગી રહ્યા છે. તમામ હોસ્પિટલોમાં ફાયરનું ઓડિટ થાય તેવી અમારી માંગ છે. તેમજ કેટલીક હોસ્પિટલોમાં ઈમરજન્સી એક્ઝિટનાં દ્વાર પણ નથી. 
ઓસવાલ ભવનનાં બીજા અને ત્રીજા માળ ખાતે દર્દીઓને શિફ્ટ કરાયા
અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આજે વહેલી સવારથી ભીષણ આગ લાગી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 100થી વધુ દર્દીઓને ઓસવાલ ભવનમાં શિફ્ટ કરાયા છે.  ઓસવાલ ભવનના બીજા અને ત્રીજા માળે નીચે બેડશીટ પાથરી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓના શિફ્ટિંગ બાદ સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઓસવાલ ભવન ખાતે દર્દીઓ અને પરિવારજનો માટે જમવાની, ચા-નાસ્તો અને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. 

દર્દીઓના શિફ્ટિંગની કામગીરી 
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ હવે દર્દીઓને ઓસવાલ ભવનમાં શિફ્ટ કરવા કવાયત કરાઇ હતી. જેમાં દર્દીઓને લવાયા બાદ ઓસવાલ ભવન ખાતે સેટઅપ કરાઈ રહ્યું છે. આ તરફ ઓસવાલ ભવન ખાતે વધુ એક દર્દીની તબિયત લથડી છે. જેને લઈ દર્દીને ICU એમ્બ્યુલન્સ મારફતે અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ રહ્યાં છે. 
બોર્ડ ઓફ મેનેજમેન્ટ લક્ષ્મીચંદજી મદાનીએ શું કહ્યું ? 
અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ મામલે બોર્ડ ઓફ મેનેજમેન્ટ લક્ષ્મીચંદજી મદાનીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સ્પિટલમાં આગમાં કોઈ જાનહાનિ નથી થઈ, પાર્કિગમાં કેટલા વાહન હતા ખબર નથી. આ સાથે તેમણે કહ્યું કે, રાતનો સમય હતો માટે વાહન ઓછા હશે તો શોર્ટસર્કિટથી આગ લાગી હોય તેવું અમારું અનુમાન છે તેમ ઉમેર્યું હતું. લક્ષ્મીચંદજીએ કહ્યું કે, અમે બધા દર્દીઓને ઓસવાલ ભવન પહોંચાડ્યા છે. જે લોકો ICUમાં હતા તેમને અન્ય હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ