બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fierce fire after gas cylinder blast in S.Kumar Residency of Jetpur

રોષ / જેતપુરમાં આગ લાગી ત્યાં ફાયર ફાઇટરની ગાડી જ બંધ પડી ગઈ, પાણીનું પ્રેશર ન આવતા લોકોએ જાતે જ પાણીનો મારો ચલાવ્યો

Malay

Last Updated: 03:16 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jetpur fire news: જેતપુરની એસ.કુમાર રેસીડેન્સીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જે બાદ ફાયરની ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, ફાયર વિભાગની ગાડીમાંથી પ્રેશર ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

 

  • એસ.કુમાર રેસીડેન્સીના બ્લોકમાં લાગી આગ
  • ફાયર વિભાગની ગાડીમાંથી પ્રેશર ન આવતા સ્થાનિકોમાં રોષ
  • સ્થાનિકોએ જાતે જ પાણીનો મારો ચલાવ્યો

જેતપુરની એસ.કુમાર રેસીડેન્સીના એક મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે આવવા માટે રવાના થઈ હતી. જે બાદ ફાયર વિભાગની એક ગાડી રસ્તામાં અધવચ્ચે જ બંધ પડી ગઈ હતી. તો અન્ય ફાયર વિભાગની ગાડીમાંથી પ્રેશર ન આવતા સ્થાનિકોએ જાતે જ પાણીનો મારો ચલાવ્યો હતો. નગરપાલિકાની બેદરકારીને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 

ગેસ સિલિન્ડરમાં થયો હતો બ્લાસ્ટ
મળતી માહિતી અનુસાર, જેતપુરની એસ.કુમાર રેસીડેન્સીના બ્લોકમાં આવેલા એક મકાનમાં ગેસ ચાલુ કરતા સિલિન્ડર એકાએક બ્લાસ્ટ થયો હતો. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગની એક ગાડી એસ.કુમાર રેસીડેન્સી ખાતે દોડી આવી હતી. તો અન્ય એક ગાડી રસ્તામાં જ બંધ પડી ગઈ હતા. 

સ્થાનિકોએ જાતે જ પાણીનો મારો ચલાવ્યો
એસ.કુમાર રેસીડેન્સી ખાતે પહોંચેલા ફાયર ફાયટરમાંથી પાણીમારો શરૂ કરાયો હતો. જોકે, ફાયર વિભાગની ગાડીમાંથી પ્રેશર જ આવ્યું નહોતું. જેથી ના છૂટકે સ્થાનિકોએ જાતે જ પાણીનો મારો ચલાવ્યો હતો. નગરપાલિકાની બેદરકારીને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આગ લાગવાને કારણે એક મહિલા દાજી જતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તો ભીષણ આગમાં ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ હતી. 

આ મામલે મકાન માલિક હિતેષભાઇએ જણાવ્યું કે, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જે બાદ ફાયગ બ્રિગેડની ટીમ દોડી આવી હતી. પરંતુ ફાયરની ગાડીમાં પાણીનું પ્રેશર જ ન આવ્યું, જેથી આજુબાજુના લોકોએ રેતી અને પાણીથી આગને ઓલવી છે. ઘરની બધી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. મારા ભાભીને ઈજા પહોંચી છે. નગરપાલિકાની આ બેદરકારી છે. ખાલી દેખાડવા પૂરતી બે-બે ગાડીઓ મોકલી આપે છે, પરંતુ તેના મશીનો કામ જ નથી કરતા. 

સળગતા સવાલ?
- નગરપાલિકા કેમ સાધનોનું સમયસર નિરીક્ષણ નથી કરતી?
- શું ફાયર વિભાગ પણ સાધનોની યોગ્ય તપાસ નથી કરતું?
- ફાયર વિભાગ હોવા છતાં સ્થાનિકો જાતે જ કામગીરી કરવા મજબૂર કેમ?
- ક્યારે નગરપાલિકા તંત્ર જવાબદારીથી કામગીરી કરશે?
- કોઈ પણ આગની ઘટનામાં મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ