બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Female professor commits suicide in Surat's Jahangirpura

ચોંકાવનારી ઘટના / સુરતમાં મહિલા પ્રોફેસરે ટ્રેન નીચે પડતું મૂક્યું, આપઘાત પાછળનું કારણ જાણી હચમચી જશો

Malay

Last Updated: 03:13 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં મહિલા પ્રોફેસરે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરતા પોલીસે 3 મોબાઈલ નંબરધારકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

  • જહાંગીરપુરામાં મહિલા પ્રોફેસરનો આપઘાત
  • 3 શખ્સોએ ન્યૂડ ફોટો વાયરલ કરવાની આપી હતી ધમકી
  • અજાણ્યા શખ્સોએ પડાવ્યા હતા 23 હજાર
  • મહિલા પ્રોફેસરે ટ્રેન નીચે પડતુ મૂકીને કર્યો આપઘાત

સુરતમાં મહિલા પ્રોફેસરના આપઘાત મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. મહિલા પ્રોફેસરને અજાણ્યા શખ્સો દ્વારા બ્લેકમેલીંગ કરવામાં આવી રહ્યા હતા. આ શખ્સો મહિલા પ્રોફેસરને ન્યૂડ ફોટા વાયરલ કરવાની વારંવાર ધમકી આપતા હતા. જેનાથી કંટાળીને મહિલા પ્રોફેસરે ટ્રેન નીચે પડતુ મુકીને જીવન ટૂંકાવ્યું હતું. હાલ મહિલા પ્રોફેસરના પિતાએ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 3 મોબાઇલ નંબરોના ધારકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

16મી માર્ચે કર્યો હતો આપઘાત 
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા મહિલા પ્રોફેસરે ગત 16મી માર્ચે બપોરે ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશનની વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનની નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. જે બાદ પોલીસે આપઘાતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 

આપઘાત પહેલા નાની બહેન સાથે કરી હતી વોટ્સએપ પર વાત 
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મહિલા પ્રોફેસરે આપઘાત કરતા પહેલા નાની બહેનને વોટ્સએપ પર મેસેજ કર્યા હતા. જેમાં તેમણે કેટલાક લોકો ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગતા હોવાની વાતચીતનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો.

મોબાઈલના વ્યસને જીવ લીધો: માતાએ ફોન આપવાની ન કહેતા સગીરાએ પંખે લટકી ફાંસો  ખાધો, કામરેજનો ચેતવણીરૂપ કિસ્સો | Mobile phone addiction takes life: Minor  hangs himself ...

'બ્લેકમેલીંગ કરી પૈસા માંગી રહ્યા છે'
મહિલા પ્રોફેસરે નાની બહેનને વોટ્સએપ મેસેજમાં જણાવ્યું હતું કે, 'મેં મારા ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જે બાદ એક્સેસ કોન્ટેક્ટ, લોકેશન, SMS પર યશ ક્લિક કર્યું હતું. જે બાદ કેટલાક લોકો મને બ્લેકમેલીંક કરી રહ્યા છે. ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને પૈસા માંગી રહ્યા છે. મેં અત્યાર સુધીમાં 23 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.' મહિલા પ્રોફેસરને પાકિસ્તાનના નંબરો પરથી વોટ્સએપ કોલ અને મેસેજ આવતા હતા. 

પોલીસે તપાસ હાથ ધરી
પોલીસનું માનવું છે કે,  કેટલીક ગેરકાયદેસર એપ્લિકેશન દ્વારા ઠગ ટોળકી જે તે દેશનો કોડ નંબર અને ફોન નંબર લખી સોશિયલ મીડિયા થકી વાત કરતી હોય છે. હાલ પોલીસે 3 મોબાઈલ નંબરધારકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ