બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Fee of 50% seats in private medical colleges should be at par with that of govt ones: NMC guidelines

શિક્ષણ / BIG NEWS : મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં મોદી સરકારનો મોટો નિર્ણય, ફી ઘટાડાને લઈને કર્યું જોરદાર એલાન

Hiralal

Last Updated: 09:35 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાનગી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને એક મોટી રાહત આપતો નિર્ણય મોદી સરકારે લીધો છે.

  • ખાનગી મેડિકલ કોલેજોને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય 
  • ખાનગી મેડિકલ કોલેજોની 50 ટકા બેઠકોની ફી સરકારી જેવી રાખવી પડશે 
  • ખાનગી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને એક મોટી રાહત

કેન્દ્ર સરકાર હેઠળના નેશનલ મેડિકલ કમિશને ખાનગી મેડિકલ કોલેજ અને ડિમ્ડ યુનિવર્સિટીમાં 50 ટકા બેઠકના સંબંધમાં ફીને લઈને નવા નિયમો જારી કરીને વિદ્યાર્થીઓને એક મોટી રાહત આપી છે. નેશનલ મેડિકલ કમિશને એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું કે ખાનગી મેડિકલ કોલેજની 50 ટકા બેઠકોની ફી સંબંધિત રાજ્ય અને કેન્દ્રની સરકારી મેડિકલ કોલેજ જેટલી રાખવી પડશે. 

હવે વિદ્યાર્થીઓ ઓછા ખર્ચમાં મેડિકલનું ભણી શકશે
કેન્દ્રના આ નિર્ણય બાદ ખાનગી મેડિકલ કોલેજમાં ભણતા હજારો વિદ્યાર્થીઓને લાભ થશે અને તેઓ હવે ઓછા ખર્ચ મેડિકલમાં અભ્યાસ કરી શકશે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા જારી નિયમોમાં કહેવાયું કે વ્યાપક સ્તરે વિચાર વિમર્શ કર્યા બાદ એવો નિર્ણય લેવાયો છે કે ખાનગી મેડિકલ કોલેજ અને ડિમ્ડ યુનિવર્સિટીઓમાં 50 ટકા બેઠકોની ફી જે તે રાજ્ય કે કેન્દ્રની મેડિકલ કોલેજો જેટલી રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી મેડિકલ ફી ઓછી કરવાની માગ ઉઠી રહી છે અને હવે કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. 

કયા વિદ્યાર્થીઓને લાભ 
નેશનલ મેડિકલ કમિશને કહ્યું કે સરકારી કોટામાં બેઠકો મેળવનાર વિદ્યાર્થીઓને પહેલા ઘટાટેલી ફીનો લાભ મ ળશે. પરંતુ ફી મર્યાદા સંબંધિત મેડિકલ કોલેજ કે ડીમ્ડ યુનિવર્સિટીની કુલ સ્વીકૃત બંઠકોનોી સંખ્યાના 50 ટકા સુધી સીમિત હશે. જો સરકારી કોટાની કુલ બેઠકો 50 ટકાથી ઓછી હોય તો બાકીના ઉમેદવારોને મેરિટ આધારે સરકારી મેડિકલ કોલેજની ફી જેટલી જ ફીનો લાભ મળશે. 

ઘણું મોંઘું હોય છે મેડિકલનું ભણતર 
મેડિકલ કોલેજનું ભણતર ઘણું મોંઘુ હોવાને કારણે ગરીબ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકતા નથી. તેથી નેશનલ મેડિકલ કમિશનના આ નિર્ણયથી એવા વિદ્યાર્થીઓને લાભ મળશે જેમને ખાનગી મેડિકલ કોલેજની ફી પરવડતી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ