બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Federal cabinet approves appointment of Trade Minister in New Delhi

આશાનું કિરણ / ભારત વગર નહીં ચાલે પાકિસ્તાનને ! શેહબાઝ સરકારે વેપાર માટે ભર્યું મોટું પગલું, જાણો શું કર્યું

Hiralal

Last Updated: 06:23 PM, 10 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાને આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે.

  • પાકિસ્તાન કેબિનેટનો મોટો નિર્ણય
  • ભારત સાથે વેપાર કરવા કરી ટ્રેડ મિનિસ્ટરની નિયુક્તી
  • કમર ઝમાન બન્યા નવા ટ્રેડ મિનિસ્ટર
  • ભારત સાથે વેપારનું કરશે કામ 

પાકિસ્તાન લાંબા સમયથી પોતાની આર્થિક સ્થિતિને લઈને ચિંતિત છે. આ દરમિયાન પાકિસ્તાને હવે ભારત સાથે વેપાર માટે મોટું પગલું ભર્યું છે. વડા પ્રધાન શેહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભારત સાથે વેપાર માટે વેપાર પ્રધાનની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે.

કમર ઝમાન કરશે ભારત સાથે વેપારની મંત્રણા 

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી ભારત સાથે વ્યાપારિક સંબંધો સુધારવાની વાત કરી રહ્યું છે. આ ક્રમમાં પાકિસ્તાનના પીએમે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં વેપારી મંત્રીની નિમણૂંક અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પછી, કેબિનેટે કમર ઝમાનને ભારતમાં વેપાર પ્રધાન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો.

પાકિસ્તાનમાં મોંઘવારીનો હાહાકાર 

પાકિસ્તાન મોંઘવારીને લઇને પરેશાન છે, જોકે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન તરફથી આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. ભૂતકાળમાં પાકિસ્તાનના તમામ ટોચના અધિકારીઓ અને નેતાઓએ ભારત સાથે વેપારની વાત કરી છે. ગયા મહિને પાકિસ્તાનના બિઝનેસ ગ્રુપના ચેરમેને કહ્યું હતું કે તેઓ ભારત સાથે વ્યાપારિક સંબંધ શરૂ કરશે. તેમનું માનવું હતું કે, પાકિસ્તાન અને ભારત વચ્ચે વેપાર કરવાથી દેશમાં ચાલી રહેલી મોંઘવારીમાં ઘટાડો થઇ શકે છે. તેનાથી ઘણી વસ્તુઓના ભાવ સસ્તા થઈ શકે છે.

પાકિસ્તાનમાં થોડા સમય પહેલા થયું છે સત્તા પરિવર્તન 

તમને જણાવી દઈએ કે હાલમાં જ પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું છે. ઇમરાન ખાને સંસદમાં બહુમતી ગુમાવ્યા બાદ શેહબાઝ શરીફને નવા વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હવે દેવામાં ડૂબેલી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારત સાથે વેપારને વધુ તીવ્ર બનાવવાની કવાયત પણ તેનો એક ભાગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ