બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Fear missing in the accused who took lives like Visyam Shah, Tathya Patel?

મહામંથન / વિસ્યમ શાહ ,તથ્ય પટેલ જેવા જિંદગી છીનવનારા આરોપીઓમાં ડર ગાયબ? વધતા અકસ્માતો, કાયદાની છટકબારી માટે કોણ જવાબદાર?

Vishal Khamar

Last Updated: 09:15 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને કોર્ટે જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યો છે. ત્યારે હવે તેની સામે આગળ શું કડક પગલા ભરવામાં આવશે કે કાયદાની છટકબારીમાંથી તે નીકળી જશે તે તો આવનારા સમય જ ખબર પડશે.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બેફામ ડ્રાઈવિંગ કરીને 9 જિંદગી છીનવી લેનારા તથ્ય પટેલ હાલ સમાચારોમાં ચર્ચામાં છે. 9 પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અને હવે ન્યાયની લડત પણ લડશે. જોકે હંમેશાની જેમ ગંભીર અકસ્માત કરનારા આરોપીઓ કાયદાની છટકબારી શોધી લેશે. માધ્યમોની સમયસૂચકતા અને ન્યાયિક વ્યવસ્થાના સજગપણાના કારણે બે યુવાનોનો જીવ હણનારા ધનાઢ્ય બાપનો દીકરો એવો વિસ્મય શાહ આજે જેલમાં છે. હાઈ-વે પર લોકોના જીવ જોખમમાં મુકીને ધુમ સ્ટાઈલે સ્ટંટ કરવા. હાઈ-વે પર રેસ લગાવવાથી અકસ્માતો વધી રહ્યા છે. આ તમામ બાબતોથી અમલદારો, RTOના કે પોલીસથી ઉચ્ચ સ્થાને  બેઠેલા અધિકારીઓ અજ્ઞાન નથી . લોકોના જીવ લઈને ચહેરા પર જરાય અફસોસ ન રાખનારા આવા આરોપીઓને કાયદાનો ડર બેસાડવો પડશે. અહીં સવાલ એ છે કે નિયમોનો તોડ,દંડની અવગણનાથી અકસ્માતો વધી રહ્યા છે?.. કાયદાની છટકબારી માટે જવાબદાર કોણ છે. આવા આરોપીઓ વિરુદ્ધ આખરે ક્યારે કડક દંડ અને સજાની જોગવાઈઓ થશે. અકસ્માતો વધવા પાછળ કયા કારણો જવાબદાર છે. 

  • રાજ્યભરમાં વધી રહ્યા છે ગંભીર અકસ્માત
  • ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ અનેક અકસ્માતની ઘટનાઓ
  • તથ્યએ બેફામ કાર દોડાવી 9 લોકોને કચડ્યા 
  • મણિનગરમાં નશાની હાલતમાં બેફામ કાર ચલાવતા થયો અકસ્માત
  • પોલીસે 4 આરોપીને ઝડપ્યા, 3 આરોપીએ કર્યો હતો નશો

રાજ્યભરમાં ગંભીર અકસ્માત વધી રહ્યા છે. ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ અનેક અકસ્માતની ઘટનાઓ બની છે.  તથ્યએ બેફામ કાર દોડાવી 9 લોકોને કચડ્યા. મણિનગરમાં નશાની હાલતમાં બેફામ કાર ચલાવતા અકસ્માત થયો. પોલીસે 4 આરોપીને ઝડપ્યા, 3 આરોપીએ નશો કર્યો હતો. પોલીસને કારમાંથી બિયરની બોટલો પણ મળી આવી. સુરતના બારડોલીમાં વાન અકસ્માતમાં 3 વિદ્યાર્થીના મૃત્યુ. અમદાવાદના SG હાઈ-વે પર સાણંદ બ્રિજ પર કાર-ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત. અમદાવાદના ઉસ્માનપુરામાં પુરપાટ ઝડપે કારે રાહદારીને અડફેટે લેતા ગંભીર ઈજા. 

તથ્ય વિરુદ્ધ કઈ કલમો નોંધાઈ?

  • IPC 304, 279,337,338 હેઠળ ગુનો દાખલ
  • મોટર વ્હીકલ એક્ટની કલમ 177,184
  • માનવવધની કલમ 304 હેઠળ ગુનો દાખલ
  • બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવા મુદ્દે 279 કલમ લગાવાઈ
  • લોકોના જીવ સાથે ચેડા કરવા, મોત નિપજાવવા બદલ 377,338 હેઠળ ગુનો દાખ

બેફામ ડ્રાઈવિંગ કરનારાઓ ક્યારે ડરશે?
SG હાઈ-વે મોડી રાત્રે રેસનો અડ્ડો બની જાય છે.  મોંઘીદાટ કારની રેસ લગાવવામાં આવે છે. સ્પોર્ટ્સ બાઈકથી સ્ટંટ કરવાની પણ અનેક ઘટનાઓ બની છે. મોડી રાત્રે નશાની હાલતમાં કાર ચલાવવાના પણ અનેક બનાવ. સિંધુભવન જેવા રોડ પર નબીરાઓએ બેફામ ફટાકડા પણ ફોડ્યા હતા. રેસ ડ્રાઈવિંગ કરીને રોડ પર રૌફ જામાવવાનો પણ ટ્રેન્ડ. 

 

  • SG હાઈ-વે મોડી રાત્રે રેસનો અડ્ડો બની જાય છે
  • મોંઘીદાટ કારની લગાવવામાં આવે છે રેસ
  • સ્પોર્ટ્સ બાઈકથી સ્ટંટ કરવાની પણ અનેક ઘટનાઓ બની છે

બેફામ ડ્રાઈવિંગ કરનારાઓને ડર કેમ નહીં?
બેફામ ડ્રાઈવ કરનારાઓ અંગે કડક દંડની જોગવાઈ હોવી જોઈએ.  આકરા દંડની જોગવાઈ ન હોવાથી નબીરાઓ છાટકા બને છે. બેફામ ડ્રાઈવ કર્યા બાદ સરળતાથી આરોપીઓ છૂટી જાય છે. કાયદાની છટકબારીના કારણે આવા આરોપીઓને કાયદાનો ડર રહેતો નથી.  બેફામ ડ્રાઈવથી થયેલા અકસ્માતમાં મૃત્યુ થયા તો 10 વર્ષની સજાની જોગવાઈ છે.  અકસ્માતના મોટાભાગના કેસમાં આરોપીઓ સજાથી બચી જાય છે. કાયદાનો કડક અમલ ન થવાથી પણ નબીરાઓ રેસ ડ્રાઈવિંગ કરતા ડરતા નથી.

  • બેફામ ડ્રાઈવ કરનારાઓ અંગે કડક દંડની હોવી જોઈએ જોગવાઈ
  • આકરા દંડની જોગવાઈ ન હોવાથી નબીરાઓ છાટકા બને છે
  • બેફામ ડ્રાઈવ કર્યા બાદ સરળતાથી આરોપીઓ છૂટી જાય છે

બેફામ રફ્તારે છીનવી જિંદગી

ફેબ્રુઆરી 2013

  • વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસ
  • પૂરઝડપે વિસ્મય શાહ BMW કાર હંકારી રહ્યો હતો
  • જજીસ બંગલો રોડ ઉપર બે બાઈક સવારને અડફેટે લીધા
  • બંને બાઈકસવારના મૃત્યુ થયા

માર્ચ 2021

  • સુરતના યુનિવર્સિટી રોડ ઉપર રાત્રે લક્ઝુરિયસ કાર પૂરઝડપે આવતી હતી
  • લકઝુરિયસ કારે બે ટુ-વ્હીલરચાલકને ઉડાવી દીધા
  • કારચાલક જાણીતી અતુલ બેકરીનો માલિક અતુલ વેકરિયા હતો
  • અતુલ દારૂના નશામાં કાર ચલાવતો હતો
  • અકસ્માતમાં ઘાયલ યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયુ

જૂન 2021

  • અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે મોડી રાત્રે અકસ્માત થયો
  • પૂરઝડપે આવતી કારે ફૂટપાથ ઉપર સૂતેલા લોકો ઉપર ફરી વળી
  • અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું
  • કાર ચલાવનાર પર્વ શાહ નામનો યુવક હતો
  • જે તે સમયે કર્ફ્યૂની વચ્ચે પણ તે મિત્રો સાથે ફરવા નિકળ્યો હતો

જીવલેણ રફ્તારથી છીનવાઈ જિંદગી?

  • મહાનગરના મૃત્યુઆંક

શહેર અમદાવાદ
વર્ષ 2019
મૃત્યુ 1836
   
શહેર અમદાવાદ
વર્ષ 2020
મૃત્યુ 1768
   
શહેર અમદાવાદ
વર્ષ 2021
મૃત્યુ 1891
   
શહેર સુરત
વર્ષ 2019
મૃત્યુ 2353
   
શહેર સુરત
વર્ષ 2020
મૃત્યુ 2119
   
શહેર સુરત
વર્ષ 2021
મૃત્યુ 2288
   
શહેર રાજકોટ
વર્ષ 2019
મૃત્યુ 1380
   
શહેર રાજકોટ
વર્ષ 2020
મૃત્યુ 1262
   
શહેર રાજકોટ
વર્ષ 2021
મૃત્યુ 1292
   
શહેર વડોદરા
વર્ષ 2019
મૃત્યુ 794
   
શહેર વડોદરા
વર્ષ 2020
મૃત્યુ 597
   
શહેર વડોદરા
વર્ષ 2021
મૃત્યુ 707

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ