બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Father Ray! In UP-Bihar, hitwave caused black calamity, 101 people died! The health department refused

અસહ્ય ગરમી / બાપ રે! UP-બિહારમાં હિટવેવે વર્તાવ્યો કાળો કહેર, 101 લોકોના મોત! સ્વાસ્થ્ય વિભાગે કર્યો ઇન્કાર

Priyakant

Last Updated: 10:55 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

North India Heat Wave News: યુપીમાં મોતનું કારણ જાણવા માટે આરોગ્ય વિભાગની એક ટીમ લખનૌથી બલિયા પહોંચી, દેશના 5 રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ જાહેર

  • ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી આકરી ગરમી યથાવત
  • UP-બિહારમાં હિટવેવે વર્તાવ્યો કાળો કહેર 
  • 101 લોકોના મોત, સ્વાસ્થ્ય વિભાગે કર્યો ઇન્કાર
  • UPથી લઇને બિહાર સુધી ગરમીએ તોડ્યો રેકોર્ડ!

એક તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી આકરી ગરમી યથાવત છે. બંન્ને રાજ્યોમાં હીટ વેવથી અનેકના મોત થયા છે. જેમાં યુપીના બલિયામાં છેલ્લા 4 દિવસમાં 57 લોકોના મોત થયા છે. તો બિહારમાં 24 કલાકમાં 44 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 35 લોકોએ એકલા પટનામાં જીવ ગુમાવ્યા છે. યુપીમાં મોતનું કારણ જાણવા માટે આરોગ્ય વિભાગની એક ટીમ લખનૌથી બલિયા પહોંચી છે. આ દરમિયાન દેશના 5 રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આરોગ્ય વિભાગની ટીમ બલિયા પહોંચી
બલિયાની જિલ્લા હોસ્પિટલમાં ચાર દિવસમાં 57 લોકોએ જીવ ગુમાવ્યો હશે, પરંતુ બલિયાના ચીફ મેડિકલ ઓફિસર (CMO) ડૉ. જયંત કુમારે દાવો કર્યો છે કે જિલ્લામાં હીટ સ્ટ્રોકથી માત્ર બે જ લોકોના મોત થયા છે. લખનૌથી બલિયા પહોંચેલા કમ્યુનિકેબલ ડિસીઝ ડિરેક્ટર ડૉ. એ.કે. સિંહ અને મેડિકલ કેર ડિરેક્ટર કેએન તિવારીએ જિલ્લા હોસ્પિટલના વૉર્ડનું નિરીક્ષણ કર્યું. જોકે વૃદ્ધ દર્દીઓના મૃત્યુનું મુખ્ય કારણ ગરમી હોવાનું તેમણે નકારી કાઢ્યું હતું.

જે અધિકારીએ ગરમીને મૃત્યુનું કારણ ગણાવ્યું તેને દૂર કરવામાં આવ્યો 
આ તરફ જિલ્લા હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષકે (સીએમએસ) મૃત્યુના કારણ વિશે કથિત રીતે બેદરકારીભરી ટિપ્પણી કરનાર ડૉ. દિવાકર સિંહને હટાવીને આઝમગઢ મોકલવામાં આવ્યા હતા. તેમણે શુક્રવારે કહ્યું હતું કે, ગરમીના કારણે હોસ્પિટલમાં 20 થી વધુ દર્દીઓના મોત થયા છે. તેમના સ્થાને ડૉ.એસ.કે. યાદવને નવા CMS બનાવવામાં આવ્યા છે.

CMO જયંત કુમારે આપ્યું મોટું નિવેદન 
CMO જયંત કુમારે જણાવ્યું હતું કે, રેકોર્ડ મુજબ 54 મૃત્યુમાંથી 40% દર્દીઓને તાવ હતો જ્યારે 60% અન્ય રોગોથી પીડિત હતા. જિલ્લામાં હીટ સ્ટ્રોકના કારણે અત્યાર સુધીમાં માત્ર બે લોકોના મોત થયા છે. CMS યાદવે જણાવ્યું કે, હોસ્પિટલ પર દબાણ વધી રહ્યું છે. અહીં દરરોજ 125-135 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે.

કેટલા લોકો ક્યારે મૃત્યુ પામ્યા?
15 જૂને 154 દર્દીઓને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 23ના મોત વિવિધ કારણોસર થયા છે. જ્યારે 16 જૂનના રોજ 20ના મોત થયા હતા. અને 11નું મૃત્યુ 17 જૂને થયું હતું. આ તમામની ઉંમર 60 વર્ષથી વધુ છે. રવિવારે પણ ત્રણ દર્દીઓના મોત થયા હતા.

આરોગ્ય નિયામક ડો.એ.કે.સિંઘે શું કહ્યું ? 
આ તરફ આરોગ્ય નિયામક ડો.એ.કે.સિંઘે જણાવ્યું હતું કે, સારવાર માટે આવતા મોટાભાગના દર્દીઓએ ફરિયાદ કરી હતી કે, તેમને પહેલા છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને પછી તાવ આવે છે. અમે યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ અને અન્ય ટેસ્ટ કરાવી રહ્યા છીએ. બાકીના દર્દીઓ ભય અને ગભરાટના કારણે હોસ્પિટલ પહોંચી રહ્યા છે. અન્ય દાખલ દર્દીઓમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમને પહેલેથી જ કોઈ રોગ છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે. 

ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે શું કહ્યું, 
ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે, સુપરિન્ટેન્ડેન્ટને હટાવી દેવામાં આવ્યા છે કારણ કે, તેમણે લુ વિશે કોઈ જાણકારી વગર બેદરકારીભરી ટિપ્પણી કરી હતી. રાજ્યના તમામ મુખ્ય તબીબી અધિકારીઓ અને મુખ્ય તબીબી અધિક્ષકોને દરેક દર્દીની ઓળખ કરવા અને તેમને સારવાર આપવા સૂચના આપવામાં આવી છે.

અખિલેશ યાદવે સાધ્યું નિશાન  
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મૃત્યુને લઈને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, બલિયા જિલ્લા હોસ્પિટલમાં 24 કલાકમાં હીટસ્ટ્રોક અને હીટ સ્ટ્રોકથી 36 લોકોના મોત એ કમનસીબ અને શરમજનક ઘટના છે. બલિયામાં આઠ દિવસમાં 121 દર્દીઓના મોત થયા છે. ગરીબોને હોસ્પિટલોમાં સારવાર મળતી નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર ન તો જનતાને વીજળી આપી શકવા સક્ષમ છે અને ન તો સારવાર કરાવવા માટે સક્ષમ છે.

બિહારમાં જીવલેણ સાબિત થઈ રહી છે ગરમી 
બિહારના 22 જિલ્લાઓમાં ભારે હીટવેવ સતત તબાહી મચાવી રહી છે. બિહારમાં પણ ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગરમીના કારણે 44 દર્દીઓના મોત થયા છે. તેમાંથી છેલ્લા 24 કલાકમાં પટનામાં 35 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં 9 લોકોના મોત થયા છે. બેગૂસરાઈ, સાસારામ અને નવાદામાં બે-બે લોકોના મોત થયા છે, જ્યારે ભોજપુર અને ઔરંગાબાદમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. હવામાન વિભાગે 19 જૂન સુધી તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. સરકારે લોકોને બપોરે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. 

આ રાજ્યોમાં આજે પણ હીટ વેવ એલર્ટ
હવામાન વિભાગે ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢના ઘણા ભાગોમાં અને દક્ષિણ બિહારના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીની લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. આ સાથે વિદર્ભ, પૂર્વ મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વિવિધ વિસ્તારોમાં હીટ વેવ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, તેલંગાણામાં આગામી ત્રણ દિવસ સુધી હીટ વેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. કોસ્ટલ આંધ્ર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, પૂર્વ મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશમાં ગરમીનું મોજું બે દિવસ ચાલુ રહેવાની શક્યતા છે. આસામમાં પૂર જેવી સ્થિતિ

આસામમાં પૂર જેવી સ્થિતિ  
આસામમાં લગભગ 35000 લોકો પ્રભાવિત થયા છે. સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 100 મકાનો ધરાશાયી થયા છે. ચક્રવાત બિપરજોયના કારણે રાજસ્થાનના ત્રણ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જમ્મુમાં વરસાદ અને તેજ પવન છે. જ્યારે હિમાચલમાં તોફાનને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

દિલ્હી-NCRમાં હળવો વરસાદ
સોમવારે દિલ્હી-NCRમાં ગરમીથી રાહત મળી હતી. અહીં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) એ રવિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું. જ્યારે 19મી જૂને હળવા વરસાદની શક્યતા સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. IMDના અધિકારીએ સોમવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ