બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વિશ્વ / અન્ય જિલ્લા / Fatal attack by blacks on Gujarati youth in London

ભયનો માહોલ / લંડનમાં ગુજરાતી યુવક પર અશ્વેતોનો જીવલેણ હુમલો, આસપાસના વિસ્તારના ભારતીયોને ઍલર્ટ રહેવા અપીલ

Priyakant

Last Updated: 01:08 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarati Youth Attack In London Latest News: લંડનમાં બનેલ હુમલાની ઘટના બાદ હવે હાલમાં ગુજરાતી યુવક સારવાર હેઠળ, લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ

  • લંડનમાં ગુજરાતી યુવક પર હુમલો
  • શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો
  • યુવકની સારવાર ચાલતી હોવાનો વીડિયો વાયરલ
  • અપટોન પાર્ક સ્ટેશન પાસે બની ઘટના
  • ઘટના સમયે હાજર ભારતીયોએ બનાવ્યો વીડિયો

Gujarati Youth Attack In London : વિદેશની ધરતી પર ફરી એકવાર ગુજરાતી પર હુમલાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, લંડનમાં ગુજરાતી યુવક પર હુમલો થયો છે. પ્રાથમિક વિગતો મુજબ કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ તરફ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ તરફ ઘટના સમયે હાજર ભારતીયોએ આ અંગેનો વિડીયો બનાવ્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે, ઇજાગ્રસ્ત યુવકને સ્ટ્રેચરમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે. 

લંડનના અપટોન પાર્ક સ્ટેશન પાસે એક ગુજરાતી યુવક પર  કેટલાક અશ્વેત ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક ચર્ચા મુજબ યુવક આણંદનો હોવાનું સામે આવ્યું છે. જોકે આ મામલે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. આ તરફ હવે યુવકની સારવાર ચાલતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા બનેલી ઘટના બાદ ત્યાં હાજર ભારતીયોએ વીડિયો બનાવ્યો હતો. 

વધુ વાંચો: ક્યાં સુખ છે અમેરિકામાં ! કરોડોમાં રમતો ભારતવંશી પત્ની-દીકરીને મારીને મરી ગયો ! કારણ કંપાવનારું

લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ 
નોંધનીય છે કે, દર વર્ષે વિશાળ સંખ્યામાં ગુજરાતી યુવકો અને યુવતીઓ વિદેશ જતાં હોય છે. યુકેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને યુવાનો વિઝા મેળવી અભ્યાસ અને રોજગાર માટે ગયા છે. આ તરફ લંડનમાં બનેલ હુમલાની ઘટના બાદ હવે હાલમાં ગુજરાતી યુવક સારવાર હેઠળ છે. જોકે આ પ્રકારની હુમલાની ઘટનાને લઈ લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ