બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers who cultivate vegetables are in trouble because they are not getting enough prices

હાલત કફોડી / શાકભાજી પકવતો ખેડૂત બિચારો કરે શું, ના બરોબર ભાવ રહેતા નારાજ ખેડૂતોએ અપનાવ્યો નવો રસ્તો, આ જિલ્લાઓમાં તાતને તકલીફ

Malay

Last Updated: 04:35 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસ કે રાત, ઠંડી કે તાપ જોયા વિના ખેતરોમાં તનતોડ મહેનત કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. શાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

 

  • શાકભાજીની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં
  • ખેડૂતો પશુઓને ખવડાવી રહ્યા છે શાકભાજી
  • પૂરતા ભાવ ન મળતા અન્નદાતાઓમાં નિરાશા

ઠંડીની ઋતુ શિયાળામાં લીલા શાકભાજી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. શિયાળામાં શાકમાર્કેટમાં પણ તમામ શાકભાજી સહેલાઈથી મળી રહેતા હોય છે. પરંતુ શું ખેડૂતોને તેના પૂરતા ભાવ મળે છે ખરા? જ્યારે આ સવાલનો જવાબ મેળવવા માટે VTVની ટીમ ખેડૂતોની વચ્ચે પહોંચી ત્યારે ખેડૂતોમાં નિરાશા જોવા મળી, તેનું કારણ છે ફુલાવર, કોબીજ અને ટમેટાના ભાવમાં ઘટાડો. એક તરફ મોદી સરકારનું ફોકસ ખેડૂતોની આવક બમણી કરવા પર છે, તો બીજી બાજુ ખર્ચ પ્રમાણે શાકભાજીનું વળતર ન મળતા ખેડૂતોની હાલત દયનીય બની છે.

શાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી
જગતનો તાત ગણાતા એવા ખેડૂતો માટે ચોમાસું સારૂ હોય તો પણ મુશ્કેલી અને ખરાબ હોય તો પણ મુશ્કેલી... આ વર્ષે સોનારૂપી વરસાદ થયો છે ત્યારે વાવેતરમાં વધારો થવાની સાથે ઉત્પાદન પણ વધ્યું છે. ત્યારે હવે શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. શાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

અમદાવાદમાં ફુલાવરની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં
શાકભાજીની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અમદાવાદમાં માર્કેટમાં કોબીજ અને ફુલાવરના ભાવ યોગ્ય ન મળતા ખેડૂતોની ચિંતા વધી છે. VTVના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ફુલાવરના યોગ્ય ભાવ ન મળતા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. ખેડૂતોએ જણાવ્યું કે, 'ફુલાવરના 1 છોડની કિંમત એક રૂપિયા અને માવજત માટે ત્રણ રૂપિયાનો ખર્ચ થાય છે. 90 દિવસની મહેનત બાદ પણ ખર્ચ પ્રમાણે વળતર મળતું નથી. 5 રૂપિયાની માવજત સામે 2 રૂપિયામાં શાકભાજી વેચાતા આટલી મહેનત કરવા છતાં નુકસાન વેઠવાનો વારો આવે છે.' શાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પશુઓને ખવડાવવા માટે મજબૂર બન્યા છે. ગામડેથી શાકભાજી લઇને આવતા ખેડૂતોને વાહનના ભાડાનો ખર્ચ પણ માથે પડી રહ્યો હોવાનું ખેડૂત જણાવી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે, ધોળકા તાલુકામાં ચલોડા, કેલીયા, વાસણા સહિતના ગામોમાં ફુલાવરની ખેતી થાય છે. 

ખેડૂતો પશુઓને ખવડાવી રહ્યા છે ટમેટા
ગીર પંથકના ખાંભા અને ચકરાવા ગામના ખેડૂતો પણ મૂંઝવણમાં મૂકાયા છે. અહીં ખેડૂતોને ટમેટાના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ટમેટાને પશુઓને ખવડાવી રહ્યા છે. VTV સાથેની વાતચીતમાં ખેડૂતોએ જણાવ્યું કે, ટમેટા બજારમાં 8થી 10 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે, જ્યારે જાહેર હરાજીમાં 25 કિલોના કેરેટના માત્ર 50 રૂપિયા મળી રહ્યા છે. ટમેટાના ભાવો ગગડતા ખેડૂતો ટમેટા પશુઓને ખવડાવી રહ્યા છે. 

ખેડૂતોને મજૂરીના પૈસા પણ નથી નિકળતા
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને શાકભાજીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ખેડૂતો પાસેથી 2 કે 4 રૂપિયે 1 કિલોના ભાવે ખરીદેલું શાક જ્યારે શહેરોના માર્કેટમાં આવે છે ત્યારે તેની કિંમત 20 રૂપિયાનું 250 ગ્રામ થઈ જાય છે. શાકના 10 ગણા કરતા પણ વધારે ભાવ વધી જાય છે.  શાકભાજીના ભાવમાં ખૂબ જ ઘટાડો થતાં ખેડૂતોને મજૂરીના પૈસા પણ નથી નિકળતા બીજી બાજુ ગ્રાહકોને તો સસ્તા શાકબાજી મળતા નથી પણ વચ્ચેની મલાઈ એજન્ટો, દલાલો ખાઈ જતાં હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ