બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers suicide case family files overnight complaint against

હળવદ / ખેડૂતના આપઘાતનો મામલો, પરિવારજનોએ ઇચ્છામૃત્યુની માંગ કરતા આરોપીઓ સામે રાતોરાત નોંધાઇ ફરિયાદ

Kishor

Last Updated: 11:19 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હળવદના નવા માલણીયાદ ગામે રહેતા ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી ટ્રેક્ટર આડે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. આ મામલે પરિવારજનોએ ઈચ્છામૃત્યુની માંગ કરતા આરોપીએ સામે ફરિયાદ નોંધાઇ છે.

  • હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે ખેડૂતના આપઘાતનો મામલો
  • પરિવારજનોએ કરી ઈચ્છામૃત્યુની માંગ
  • ઈચ્છામૃત્યુની માંગ બાદ પોલીસે આરોપીઓ સામે નોંધી ફરિયાદ

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ખેડૂત થોડા દિવસો પહેલા તેના ઘર પાસેથી પસાર ટ્રેક્ટર આડે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. જેની તપાસમાં ખેડૂતના ખિસ્સામાંથી વ્યાજખોરના નામ લખેલી ચિઠ્ઠી મળી હતી. ત્યારબાદ આ મામલે પરિવારજનોએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવા છતાં પોલીસે ફરિયાદ ન લીધી હોવાની રાવ કરી હતી. ત્યારબાદ મૃતકના પત્ની સહિત આઠ પરિવારજનોએ રાજયપાલને અરજી કરીને ઈચ્છા મૃત્યુ માટે મંજૂરી માંગી હતી. જેને લઈને રાતોરાત આ ઘટનામાં ગુનો નોંધાયો છે.હળવદ તાલુકાનાં નવા માલણીયા ગામે રહેતા જયંતીભાઈ જીવણભાઈ પરમાર જાતે દલવાડીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હતો તો પણ તેની ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી કરીને તેના દીકરા ગૌપાલભાઈ જયંતિભાઈ પરમારે રાજ્યપાલને લેખિત રજૂઆત કરીને ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી.

21/12/ના રોજ ખેડૂતે કરી હતી આત્મહત્યા 

જેમાં જણાવ્યુ હતું કે, તેના પિતા જયંતિભાઈ જીવણભાઈ પરમાર ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને વ્યાજે રૂપિયા લીધા બાદ તે દેણામાં આવી ગયા હતા અને લેણદારોની ધમકી અને દબાણમાં આવીને તેઓએ તા. 21/12/2022 ના રોજ આત્મહત્યા કરી હતી અને તેઓએ મૃત્યુ પહેલા સુસાઇડ નોટમાં તમામ વ્યાજમાફિયાઓના નામે લખ્યા છે. પિતાએ દેણું ભરવા માટે ખેતર, મકાન તથા સોનું વેચી નાખેલ હતું તો પણ તેની પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હતી અને હવે તેઓનું દેવું ચૂકવવા અમારી પાસે કોઈ મિલકત બાકી રહી નથી. અને અમારા પિતાને પણ ગુમાવી દીધેલ છે આ ઘટના બની ત્યાર બાદ હળવદ પોલીસ સ્ટેશને અરજદારના પિતાને મારવા માટે મજબૂર કરનારા હત્યારાઓ અને માથાભારે ઇસમો સામે ફરિયાદ કરવા ગયેલ તો પણ પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર લેવામાં આવી ન હતી અને અનેક વાર રજૂઆત કરવા છતાં ફરિયાદ લેવામાં આવતી નથી.

પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી

જેને લઈને જયંતિભાઈના પત્ની લીલાબેન જયંતિભાઈ પરમાર સહિત તેના પરિવારના આઠ  સભ્યોએ આત્મ વિલોપન માટે રાજ્યપાલને લેખિત રજૂઆત કરી હતી. આથી પોલીસે લાલો, છગન રામજી ભુવો, ઘનશ્યામભાઇ ગઢવી, ચંદ્રેશ પટેલ પટેલ પ્લાયવુડ, ભરતસિંહ નાડોદા રજપુત, ડો. પી.પી. માલણિયાદ, અશ્વિન રબારી ધાંગધ્રા, ધીરૂભાઇ નાનજીભાઇ પટેલ લોટવાળા (નીકોલ, અમદાવાદ) અને મહિપતસિંહ મૂળી સામે ફરિયાદ નોંધાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ