બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Farida Mir on Har Har Shambhu Fermani Naaz Song Controversy

સમર્થન / હર હર શંભુ વિવાદ પર ફરીદા મીરનું મોટું નિવેદન, કહ્યું હું પણ એક મુસ્લિમ સિંગર છું પણ..

Vishnu

Last Updated: 04:48 PM, 3 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાયિકા ફરમાની નાઝના ગીત પર વિવાદ મામલે બોલ્યા ગુજરાતી ગાયિકા ફરીદા મીર, કહ્યું મોહમ્મદ રફીએ પણ ભજનો ગાયા છે

  • ફરમાની નાઝે હર હર શંભુ ગીત ગાતા થયો છે વિવાદ
  • હું પણ એક મુસ્લિમ સિંગર છું: ફરીદા મીર
  • કલાકારનો કોઈ ધર્મ નથી હોતો: ફરીદા મીર

સોશિયલ મીડિયા પર શ્રાવણ માસમાં હાલ 'હર હર શંભૂ' ગીતની બોલબાલા છે. જો કે હાલ ઓરીજનલ સિવાય અન્ય એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આ ગીત એક મુસ્લિમ સિંગર ફરમાની નાઝ એ ગાઈને તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યું હતું અને એ પછી તેનું એ ગીત ઘણું વાયરલ થયું હતું. પણ ફરમાની નાઝના આ ગીત પર વિવાદનું વંટોળ ઊભું થયું છે. કટ્ટર મુસ્લિમપંથી લોકો આ ગીત ગાવાનો વિરોધ કરી રહ્યા છે તો ઘણા મુસ્લિમ સમર્થકો પણ સામે ગીતના વખાણ કરી રહ્યા છે. 

ઈસ્લામ ધર્મના સિદ્ધાંતોની વિરુધ્ધ: મૌલાના ઈશાક ગોરા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર દેવબંધના મૌલાના ઈશાક ગોરાએ કહ્યું કે ' આપણે લોકતંત્રમાં છીએ, દરેકને પોતાનું કામ કરવાનો અધિકારી છે.  ફરમાની નાઝ એક સિંગર છે. કોઈ ફતવો જાહેર કરવામાં આવ્યો નથી પણ હું એ પણ કહેવા માગું છું કે અમારો ધર્મ આ અનુમતિ નથી આપતો કે અન્ય ધર્મો માટે ભજન ગાય, આ શરિયતની સાથે સાથે ઈસ્લામ ધર્મના સિદ્ધાંતોની વિરુધ્ધ છે. 

કલાકારનો કોઈ ધર્મ નથી હોતો: ફરીદા મીર
ત્યારે ગુજરાતની લોકપ્રિય ગાયક કલાકાર  ફરીદા મીરે ફરમાની નાઝના ગીતનું સમર્થન કરતાં કહ્યું કે હું પણ એક મુસ્લિમ સિંગર છું. હું વર્ષોથી ભજન-ડાયરાઓ ગાઈ રહી છું. અગાઉ પણ ઘણા મુસ્લિમ સિંગર ગીત ગાઈ ચૂક્યા છે. કલાકારનો કોઈ ધર્મ હોતો નથી. મોહમ્મદ રફીએ પણ ભજનો ગાયા છે. માટે આ વિવાદનું કોઈ મૂળ જ નથી. કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ ફરમાની નાઝ પર સવાલ ઉઠાવતા ફરીદા મીર બચાવમાં આવ્યા છે. 

'કલાકાર છું માટે કોઈ ધર્મને નુકસાન નથી પંહોચાડતી'
વિરોધ અને સમર્થનની આ જંગ વચ્ચે હવે સિંગર ફરમાની નાઝે તેની ચુપ્પી તોડી છે. જો કે આ ધર્મનો મુદ્દો ઉઠાવીને જે લોકો વિરોધ કરી રહ્યા હતા એ બધાને જવાબ આપતા સિંગર ફરમાની નાઝ એ કહ્યું હતું કે, ' એક આર્ટિસ્ટનો કોઈ ધર્મ નથી હોતો. જ્યારે હું ગીતો ગાઉં છું ત્યારે ધર્મ જેવી વાતોને ધ્યાનમાં નથી રાખતી.' આ સાથે જ સિંગર ફરમાની નાઝ એ આગળ કહ્યું હતું કે, ' મોહમ્મદ રફીએ અને માસ્ટર સલિમે પણ ભક્તિ ગીતો ગયા છે.' તમને જણાવી દઇએ કે હાલ સિંગર ફરમાની નાઝના એ ગીતનો વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

'કોઈ ધર્મને નુકસાન નથી પંહોચાડતી મર્યાદામાં રહીને ગીત ગાઉં છું'
સિંગર ફરમાની નાઝએ આગળ કહ્યું હતું કે, ' હું મર્યાદામાં રહીને જ ગીતો ગાઉં છું અને કોઈ ધર્મને નુકસાન નથી પંહોચાડતી. વર્ષ 2018માં મારા લગ્નથી મને એક દીકરો થયો હતો અને તેને બીમાર હતો. એ પછી મારા પતિ અને સાસરાવાળા લોકોએ મને છોડી દીધી અને મારો અને મારા દીકરાનો ખર્ચો ઉઠાવવા માટે મેં એક કલાકાર તરીકે ગીત ગાવાની શરૂઆત કરી દીધી હતી.મને તલાક આપનાર મારા પતિએ બીજા લગ્ન કરી લીધા અને બધા લોકોએ એમનો સાથ આપ્યો હતો. હું હાલ જે કઈ પણ કરી રહી છું એ મારા બાળકના ભવિષ્ય માટે કરી રહી છું.' 

મુઝફ્ફરનગરની રહેવાસી સિંગર ફરમાની નાઝનો ઘણા લોકોએ વિરોધ કર્યો છે તો ઘણા લોકો એમના સમર્થનમાં પણ આવ્યા છે. સાથે જ એમના સંગીત અને અવાજને કારણે એમનું સમ્માન કરવાની વાતો પણ ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ