બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Fan Asks For David Warner's Help To 'Make Rohit Sharma Captain Of MI', Leaves DC Opener In Splits

હીટમેન માટે તક / 'રોહિત MIનો કેપ્ટન બને તેવું કરો', સાંભળીને ડેવિડ વોર્નર થયો કન્ફ્યૂઝ, હિટમેન માટે ચારે બાજુ બૂમાબૂમ

Hiralal

Last Updated: 03:27 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માને MIના કેપ્ટન બનાવવા માટે ચાહકો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે અને આ કડીમાં એક ચાહકે ડેવિડ વોર્નરને કહ્યું કે તેઓ મુંબઈ ઈન્ડીયન્સને વાત કરે.

  • જ્યારથી રોહિત શર્માને MIના કેપ્ટન પદેથી હટાવાયો છે ત્યારથી ચાહકોનો ગુસ્સો સાતમા આસમાને
  • ચાહકો એનકેન પ્રકારે રોહિતને ફરી કેપ્ટન બનાવાય તેવું કરી રહ્યાં છે 
  • ચાહકે દિલ્હી કેપિટલ્સના ઓપનર ડેવિડ વોર્નરને કહ્યું- રોહિત કેપ્ટન તેવું એમઆઈને કહો

જ્યારથી રોહિત શર્માને MIના કેપ્ટન પદેથી હટાવાયો છે ત્યારથી ચાહકોનો ગુસ્સો સાતમા આસમાને છે અને તેઓ એનકેન પ્રકારે રોહિતને ફરી કેપ્ટન બનાવાય તેવું કરી રહ્યાં છે હવે એક ચાહકે  દિલ્હી કેપિટલ્સના ઓપનર ડેવિડ વોર્નરને એવી આજીજી કરી કે મહેરબાની કરીને મુંબઈ ઈન્ડીયન્સને કહો કે રોહિત શર્માને ફરી કેપ્ટન બનાવે. ચાહકની આ માગ સાંભળીને ડેવિડ વોર્નર પણ નવાઈ પામ્યો હતો ત્યારે તેને ખબર પડી કે રોહિત શર્મા માટે ચાહકોની કેવી લાગણી છે. હવે વોર્નર તેમને તો શું જવાબ આપી શકે પરંતુ ચાહકોની માગની તેમને ખબર પડી છે. 

ચારે તરફ બૂમાબૂમ, રોહિત શર્માને MIનો કેપ્ટન બનાવો
રોહિત શર્માને MIના કેપ્ટન પદેથી હટાવાયો ત્યારથી ચાહકોને આ વાત પસંદ પડી નથી. ગુરુવારે દુબઈમા આઈપીએલની હરાજીમાં પણ એક ચાહકે રોહિત શર્માને એમઆઈના કેપ્ટન બનાવાય તેવો પોકાર પાડ્યો હતો. 

દુબઈની હરાજીમાં પણ રોહિતના નામનો પડ્યો હતો પોકાર
આઈપીએલની દુબઈમાં થયેલી હરાજીમાં પણ ચાહકે બૂમો પાડી હતી કે રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સનો ફરી કેપ્ટન બનાવવામાં આવે ત્યારે ટીમના માલિક આકાશ અંબાણીએ પણ જવાબ આપતાં કહ્યું કે રોહિત જરુરથી બેટિંગ કરશે. પરંતુ કેપ્ટન અંગે કંઈ ન કહ્યું. 

રોહિત શર્મા માટે ફરી તક આપી 
ચાહકોની લાગણી પૂરી થાય તેવી તક પણ આજે આવી છે. મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને એમઆઈનો કેપ્ટન બનાવ્યો હતો પરંતુ આજે ખબર છે કે ગંભીર ઈજાને કારણે મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આઈપીએલમાંથી બહાર થઈ શકે છે. જો હાર્દિક બહાર થઈ શકે તો તેવા કિસ્સામાં રોહિત શર્મા ફરી મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન બની શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હાર્દિકને થયેલી ઈજા ઘણી ગંભીર છે અને આવા કિસ્સામાં તે આઈપીએલમાંથી બહાર થઈ શકે છે. એટલે રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન બનાવવાનું ચાહકોનું સપનું પુરુ થઈ શકે છે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે હાર્દિક આઈપીએલની સાથે સાથે અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણી પણ ચૂકી શકે તેવા સમાચાર છે. મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન હાર્દિક આઈપીએલ સુધી ફિટ થઈ શકે તેવી નહિવત શક્યતા છે. જો આવું થાય તો ટીમ ઈન્ડીયા અને MI બંને માટે મોટો ફટકો હોઈ શકે છે. 

ચાહકોનું સપનું પુરુ થાય ખરું
જ્યારથી રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન પદેથી હટાવાયો છે ત્યારથી ચાહકો ખૂબ ગુસ્સે છે અને રોહિતને ફરી કેપ્ટન બનાવાય તેવી તેમની પ્રબળ લાગણી છે. પરંતુ હવે ચાહકોનું સપનું પુરુ થાય તેવા સંજોગો બન્યાં છે. 

મુંબઈ ઈન્ડીયન્સે રોહિતને હટાવીને હાર્દિક પંડ્યાને બનાવ્યો હતો કેપ્ટન
ઉલ્લેખનીય છે કે 2024ની આઈપીએલમાં મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવીને હાર્દિક પંડ્યાને બનાવ્યો છે. મુંબઈના આ નિર્ણયથી રોહિતના ચાહકો ખૂબ નિરાશ થયાં હતા અને રોહિત મુંબઈની આગેવાની લેવા હકદાર છે તેવી પણ ચાહકોની લાગણી હતી. 

હાર્દિક પંડયાને કેપ્ટન બનાવતાં પહેલા રોહિતની લેવાઈ હતી મંજૂરી 
ચેન્નઈની ટીમના સીઈઓ વિશ્વનાથને કહ્યું કે હાર્દિક પંડયાને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેતા પહેલા તમામ ખેલાડીઓની સંમતિ લેવામાં આવી હતી, જેમાં ખુદ રોહિત પણ સામેલ હતો. એટલે બાકીનું બધું જ નકામું છે. દરેક ખેલાડી આ નિર્ણય માટે સહમત થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ