બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 07:12 PM, 25 December 2023
ADVERTISEMENT
દેશની સલામતી અને જોખમમાં મુકનારાઓ સામે ગુજરાત એટીએસ દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં નકલી ટેલિપોન એક્સચેન્જ પર ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાંચ દ્વારા દરોડા પાડ્યા હતા. દેશની સલામતીને જોખમમં મુકનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ATS એ સીમ બોક્સની મદદથી ઈન્ટરનેસનલ કોલે લોકલ GSM કોલમાં બદલતા હતા. ત્યારે પકડાયેલા બે આરોપીઓ સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બિપિનચંદ્ર ટોપીવાલાની ધરપકડ કરી તેઓની પાસેથી સીમ બોક્સ તથા 31 સીમ કાર્ડ સહિતની સામગ્રી જપ્ત કરી તેઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી.
ADVERTISEMENT
પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી
સુરતમાંથી નકલી ટેલિફોએ એક્સચેન્જ ઝડપાતા હવે દેશની સુરક્ષા સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ દ્વારા સીમ બોક્સની મદદથી ઈન્ટરનેશનલ કોલને લોકલ GSM કોલમાં બદલતા હતા. ત્યારે પોલીસે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
અગાઉ પણ નકલી સિંચાઈ ઓફીસ તેમજ નકલી PMO અધિકારીઓ પકડાઈ ચૂક્યા છે
થોડા સમય અગાઉ જ ગુજરાતનાં બોડેલીમાં વહીવટી તંત્રની જાણ બહાર નકલી સિંચાઈ વિભાગની ઓફીસ બનાવી સિંચાઈનો પ્રોજેક્ટ મેળવી રૂા. 4.14 કરોડની ઉચાપત કર્યાનું પ્રકાશમાં આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ કરી ધરપકડ કરી હતી. ત્યારે આ પહેલા પણ વડોદરામાંથી નકલી PMO ઓફીસર તરીકે ઓળખાણ આપી લોકો સાથે છેંતરપીંડી આચરનારની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે ATS એ સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાતા હવે દેશની સુરક્ષા પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.