બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Fafda Jalebi worth crores of rupees will be sold in Gujarat today

દશેરા પર્વ / આજે ગુજરાતમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબીનું થશે વેંચાણ, સવારથી દુકાનો પર લાંબી કતારો

Kiran

Last Updated: 01:10 PM, 15 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહેલી સવારથી જ લોકો ફાફડા અને જલેબી ખરીદવા દુકાનોમાં ઉમટી રહ્યા છે, તો ફરસાણની દુકાનો આગળ સવારથી જ લાઈનો જોવા મળી રહી છે

 

  • અમદાવાદમાં દશેરા પર્વની ઉજવણી
  • ફાફડા-જલેબી ખરીદવા લોકો ઉમટ્યા
  • ફરસાણની દુકાનો આગળ લાંબી લાઇનો

દેશભરમાં આજે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતનીઓ દ્વારા વિજ્યા દશમી પર્વની ઉજવણી ફાફળા અને જલેબી ખાઈને ઉજવવામાં આવે છે, ત્યારે વહેલી સવારથી જ લોકો ફાફડા અને જલેબી ખરીદવા દુકાનોમાં ઉમટી રહ્યા છે, તો ફરસાણની દુકાનો આગળ સવારથી જ લાગી લાઈનો અને દુકાનો ઉપર જોવા મળી રહી છે. 

 

 

કોરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું થશે વેંચાણ 

દશેરાનો પર્વ ફાફડા જલેબી સાથે ઉજવવાની પરંપરા છે,  ત્યારે દશેરાના દિવસે હજારો નહીં પણ કોરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેંચાણ થતું જોવા મળે છે. કોરોના કાળ બાદ આ વર્ષે કોરોના સંક્રમણ ઘટ્યું છે અને લોકોને છુટછાટ મળી છે, ત્યારે બે વર્ષ બાદ લોકો તહેવાર મનાવતા નજરે પડી રહ્યા છે.  જો કે મોંઘવારીએ લોકોની ખરીદી પર ભારણ વધ્યું છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં મંદી જેવો માહોલ છે, તેમજ રાજ્યમાં પણ ઈંધણ, ઘરેલુ ગેસથી લઈને ખાદ્યતેલમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આવખતે ફાફડા અને જલેબીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  અમદાવાદમાં ફાફડાના પ્રતિ કીલોના ભાવ 500 થી 800 રૂપિયા સુધી પહોંચી ગયો છે જ્યારે શુદ્ધ ઘીની જલેબીના પ્રતિકીલોના ભાવ 560 થી 960 રૂ કીલો ભાવ જોવા મળી રહ્યો છે. 



 

નિઝામપુરામાં ફાફડાની દુકાનોમાં ગ્રાહકોની લાંબી કતારો

રાજ્યના મોટા શહેરોમાં પણ ફાફડા જલેબીનું ધૂમ વેચાણ થતું હોય છે એવામાં અન્ય શહેરોમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ફાફડા અને જલેબી લેવા લોકો દુકાનો પર પડાપડી કરી રહ્યા છે, તો વડોદરા શહેરના નિઝામપુરામાં ફાફડાની દુકાનોમાં ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. એટલું જ નહીં શહેરની જાણીતી દુકાનો પર ફાફડા લેવા માટે એક કલાકનું વેઈટિંગ બોલાઈ રહ્યું છે. વડોદરામાં ફાફડા પ્રતિ કિલોએ 440 રૂપિયા તો જલેબી પ્રતિ કિલોએ 520 રૂપિયા સુધી મળી રહી છે. 

આજે અંદાજે 1 કરોડથી વધુના ફાફડા જલેબીનું થશે વેચાણ 

આ તરફ રાજકોટમાં પણ ફાફડા અને જલેબી માટે દુકાનો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે.  આજે રંગીલા રાજકોટમાં જ અંદાજિત  અંદાજે 1 કરોડથી વધુના ફાફડા જલેબીનું વેચાણ થાય એવું લાગી રહ્યું છે,  રાજકોટ અને સૌરાષ્ટ્ર્રમાં લોકો સવારથી જ ફાફડા અને જલેબી માટે કતારોમાં જોવા મળી રહ્યા છે રાજકોટવાસીઓ ફાફડા સાથે ગાંઠિયાના પણ શોખિન મનાય છે એવામાં આજે રાજકોટમાં ગાંઠિયાનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 400અને જલેબીના 500 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ