બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 06:31 PM, 3 December 2023
ADVERTISEMENT
IMDએ દેશભરમાં આ વર્ષે શિયાળામાં વધારે ઠંડી ન પડવાની આગાહી કરી છે ન્યૂનતમ તાપમાન સામાન્યથી વધારે રહી શકે છે. આ ભારત સહિત દુનિયાભરમાં ગયા મહિનાને અનુભવ કરવામાં આવેલી ગરમીના આધારે છે. જે 1901 બાદથી ત્રીજો સૌથી ગરમ નવેમ્બર રહ્યો. ભારતમાં 1901 બાદથી આ વર્ષે ફેબ્રુઆરી, ઓગસ્ટ અને નવેમ્બર સૌથી ગરમ મહિના રહ્યા.
તેની સાથે 2023 ધરતી પર અત્યાર સુધી સૌથી ગરમ વર્ષ બની રહ્યા છે. આઈએમડીના મહાનિર્દેશક મૃત્યંજય મહાપાત્રાએ કહ્યું કે અલનીનો જેવા મોટાપાયે લક્ષણો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાં વિકસતા આવનાર ચક્રવાત જેવા મોટા પાયાના લક્ષણો જેવા ક્ષેત્રીય પરિબળો ઉપરાંત, દેશમાં સામાન્યથી વધારે ન્યૂનતમ તાપમાન હોવાની સંભાવના છે. જેનાથી આ વખતનો શિયાળો ગરમ રહેશે.
ADVERTISEMENT
નહીં પડે વધારે ઠંડી
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે કમજોર અને ધીમી શીત લહેર ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયને વધારે ગરમ બનાવી રાખી શકે છે. હાલના સમયમાં અલ નીનોની સ્થિતિ, ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગર પર નોંધાયેલી સામાન્ય સમુદ્રી સપાટીના તાપમાનથી વધારે ગરમ છે અને પોતાના ચરમ પર પહોંચી રહી છે. જ્યારે ગરમ શિયાળામાં યોગદાન આપનાર બીજા કારણોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળ છાયુ વાતાવરણ રહેવું પણ શામેલ છે. જેનાથી ન્યૂનતમ તાપમાન વધી શકે છે.
IMDના પ્રમુખનું કહેવું છે કે તેના ઉપરાંત વિકસિત થઈ રહેલા સાઈક્લોનના કારણે પણ વાદળછાયુ વાતાવરણ રહેશે અને આવનાર દિવસોમાં દક્ષિણ ભારત અને પૂર્વી તટીય ભારતમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી ઉપર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.