બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Extension of 1 year to Cabinet Secretary Rajiv Gauba

Rajiv Gauba / કોણ છે રાજીવ ગૌબા ? જેમને સરકારે ત્રીજી વખત આપ્યું એક્સટેન્શન, ગણાય છે PM મોદીના સૌથી ખાસ

Priyakant

Last Updated: 02:02 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cabinet Secretary Rajiv Gauba News: કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ AIS (DCRB) નિયમો, 1958ની છૂટછાટમાં 30.08.2023 પછીના એક વર્ષ માટે કેબિનેટ સચિવ તરીકે સેવાના વિસ્તરણને મંજૂરી આપી

  • કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને વધુ 1 વર્ષનું એક્સટેન્શન 
  • કેન્દ્ર સરકારે ત્રીજી વખત આપ્યું છે એક્સટેન્શન
  • ત્રીજું એક્સટેન્શન પૂરું થતાં આ રેકોર્ડ બનાવશે રાજીવ ગૌબા

કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને ગુરુવારે વધુ એકવાર 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ AIS (DCRB) નિયમો, 1958ની છૂટછાટમાં 30.08.2023 પછીના એક વર્ષ માટે કેબિનેટ સચિવ તરીકે સેવાના વિસ્તરણને મંજૂરી આપી છે. આ ત્રીજું એક્સટેન્શન પૂરું થતાં તેઓ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર કેબિનેટ સચિવ બની જશે. નોંધનીય છે કે, બીડી પાંડેએ સૌથી વધુ સમય સુધી કેબિનેટ સચિવ પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ 2 નવેમ્બર 1972 થી 31 માર્ચ 1977 સુધી ચાલ્યો હતો. 

કર્મચારી મંત્રાલયના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ ગૌબાને 2019માં દેશના ટોચના અમલદારશાહી પદ પર બે વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને 2021માં એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને ફરી ગયા વર્ષે ઓગસ્ટમાં પણ એક્સટેન્શન અપાયું હતું. 

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કેબિનેટની નિમણૂક બાબતોની સમિતિ (ACC) એ 1982 બેચના ઝારખંડ કેડરના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી ગૌબાને 30 ઓગસ્ટ, 2023 પછી એક વર્ષ માટે એક્સટેન્શન માટે મંજૂરી આપી છે. સેવાનું આ વિસ્તરણ અખિલ ભારતીય સેવાઓ (મૃત્યુ-કમ-નિવૃત્તિ લાભો) નિયમો, 1958, અને મૂળભૂત નિયમોના નિયમ 56(d) માં છૂટછાટને આધીન છે. 

કેન્દ્ર સરકારને જાહેર હિતમાં કેબિનેટ સચિવને સેવામાં વધારો કરવાની નિયમો  મંજૂરી આપે છે. જોકે કેબિનેટ સચિવનો કુલ કાર્યકાળ જેમને આ પ્રકારનું વિસ્તરણ આપવામાં આવ્યું હોય તે ચાર વર્ષથી વધુ ન હોઇ શકે. નવીનતમ વિસ્તરણ ગૌબાને આવતા વર્ષની શરૂઆતમાં થનારી સામાન્ય ચૂંટણી દરમિયાન પદ પર ચાલુ રાખવાની મંજૂરી આપશે. 

તેમણે કયા હોદ્દા સંભાળ્યા ?
ગૌબાને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019ના મુખ્ય આર્કિટેક્ટ માનવામાં આવે છે. જે હેઠળ અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને બંધારણની કલમ 370 હેઠળ આપવામાં આવેલ વિશેષ દરજ્જાને નાબૂદ કર્યા પછી બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. અન્ય જવાબદારીઓ ઉપરાંત તેમણે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયમાં સચિવ, ગૃહ મંત્રાલયમાં અધિક સચિવની જવાબદારી પણ નિભાવી છે. પંજાબમાં જન્મેલા ગૌબાએ પટના યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે 2016માં કેન્દ્ર સરકારમાં સેવા આપતા પહેલા 15 મહિના સુધી ઝારખંડમાં મુખ્ય સચિવનું પદ સંભાળ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ