બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:30 PM, 3 August 2023
ADVERTISEMENT
ભોજન એક એવી વસ્તુ છે જે વ્યક્તિનો મૂડ સારો કરી દે છે. શરીરને પોષક તત્વોની જરૂર હોય છે જે આપણને ભોજનથી મળે છે. ભૂખ લાગવી એક સામાન્ય વાત છે પરંતુ ઘણા લોકોને ભોજન બાદ પણ વારંવાર ભૂખ લાગે છે. જો તમને પણ ભોજન બાદ કંઈક ખાવાની ઈચ્છા થાય છે તો તમે સાવધાન થઈ જાઓ. વધારે ભૂખ લાગવી ઘણી ગંભીર બીમારીઓના સંકેત થઈ શકે છે.
વધારે ભૂખ લાગવાના શું કારણ હોઈ શકે છે?
ADVERTISEMENT
ડાયાબિટીસ
વધારે ભૂખ લાગવાનું કારણ ડાયાબિટીસ પણ હોઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓને ભોજન ખાધા બાદ પણ ભૂખ લાગે છે. હકીકતે આવું શરીરમાં જરૂરી માત્રામાં ઈંસુલિન ન બનવાના કારણે થાય છે. ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી. પરંતુ સમય રહેતા જો તેની જાણકારી મળી જાય તો તેને ડાયેટ અને લાઈફસ્ટાઈલમાં ફેરફારની સાથે કંટ્રોલ કરી શકાય છે.
થાયરોઈડ
શરીરમાં થાયરોઈડ અસંતુલિત થવા પર પણ ભુખ વધારે લાગે છે. ગળામાં તિતલીનુમા એક ગ્રંથી હોય છે જેનાથી થાયરોઈડ હોર્મોન નિકળે છે. જ્યારે આ હોર્મોનનું સંતુલન શરીરમાં બગડવા લાગે છે તો હાઈપરથાઈરાયડિઝમ કે હાઈપોથાયરાઈડિઝમ થવા લાગે છે. થાયરોઈડની સમસ્યામાં ભૂખ લાગવાની સાથે વજન વધવા લાગે છે અને અમુક લોકોના ચહેરા પર હલકા વાળ પણ દેખાવવા લાગે છે.
ડિપ્રેશન
સ્ટ્રેસના કારણે મોટાભાગે લોકો ડિપ્રેશનનો શિકાર થવા લાગે છે. સ્ટ્રેસ કે ડિપ્રેશનના કારણે પણ લોકોને વધારે ભૂખ લાગે છે. જેના કારણે તે ઓવરઈટિંગ કરવા લાગે છે. સ્ટ્રેસના કારણે શરીરમાં કાર્ટિસોલ હોર્મોન વધે છે. જેની અસર આપણી ભૂખ પર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.