બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Excavations of metro works in Surat found old three gun barrels

ઐતિહાસિક વસ્તુ / Photos: સુરતમાં મેટ્રો માટે રસ્તો ખોદતાં 16મી સદીની આ વસ્તુઓ મળતા આશ્ચર્ય, જુઓ તસવીરો

Malay

Last Updated: 11:11 AM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં મેટ્રો લાઈનના ખોદકામ દરમિયાન જમીનમાંથી એવી વસ્તુઓ મળી આવી હતી કે ખુદ સુરત મનપાના મેયર હેમાલી બોઘાવાલા સ્થળ પર દોડી આવ્યા હતા.

 

  • મેટ્રોની કામગીરીના ખોદકામમાં જૂની ત્રણ તોપના નાળચા મળ્યા
  • ચોક બજાર કિલ્લા વિસ્તારમાં કામગીરી દરમિયાન નાળચા મળ્યા
  • સમગ્ર મામલે મનપાએ આર્કોલોજી વિભાગને જાણ કરી

સુરતના કેટલાક વિસ્તારોમાં જમીનમાંથી સમયાંતરે અનેક એવી ઐતિહાસિક અને આશ્ચર્ય પમાડે તેવી ચીજ વસ્તુ મળી આવતી હોય છે કે, જેને લઈને પુરાતત્વ વિભાગના અધિકારીઓને પણ તાત્કાલિક ધોરણે દોડતું થઈ જવું પડતું હોય છે. ત્યારે ફરી એકવાર સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન એવી વસ્તુઓ મળી આવી કે સ્થાનિકો જોવા માટે ઊમટી પડ્યા હતા.

જૂની તોપના ત્રણ નાળચા મળી આવ્યા
સુરત શહેરના ચોક બજાર કિલ્લા વિસ્તારમાં મેટ્રો લાઈનની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અલગ-અલગ જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચોક બજાર વિસ્તારમાં ખોદકામ દરમિયાન જૂની તોપના ત્રણ નાળચા મળી આવ્યા હતા. 

હેમાલી બોઘાવાલા ચોક બજાર ખાતે દોડી આવ્યા
આ અંગેની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલા ચોક બજાર ખાતે દોડી આવ્યા હતા.  તેઓએ જણાવ્યું હતું કે, મેટ્રો લાઈનની કામગીરી દરમિયાન ચોક બજારના પેટ્રોલ પંચ પાસે ખોદકામ દરમિયાન જમીનમાંથી ઔતિહાસિક ટોપના નાળચા મળી આવ્યા હતા. ત્રણેય તોપના નાળચાની લંબાઈ 5 થી 7 ફૂટ  છે. જે સ્થળે તોપના નાળચા મળ્યા તેનાથી 50 મીટર દૂર જ ઐતિહાસિક કિલ્લો આવે છે. સમગ્ર મામલે મનપાએ આર્કોલોજી વિભાગને જાણ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ