બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ex-minister Gajendrasinh Parmar relief in the case of extortion? Gujarat High Court gave an important order, know the entire c

BIG BREAKING / છેડતી કેસમાં પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને રાહત કે પછી? ગુજરાત હાઇકોર્ટે આપ્યો મહત્વનો આદેશ, જાણો સમગ્ર કેસ

Vishal Khamar

Last Updated: 04:27 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં નેતાઓ સામે રાજસ્થાનમાં પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાતા રાજકારણમાં મચ્યો ખળભળાટ મચી ગયો હતો. જે મામલે હાઈકોર્ટે ધારાસભ્યની ધરપકડ ન કરવા આદેશ કર્યો છે.

  • ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને હાઈકોર્ટથી આંશિક રાહત
  • ગજેન્દ્રસિંહ પરમારની 17 ફેબ્રુઆરી સુધી ધરપકડ ન કરવા આદેશ
  • ગુજરાત હાઈકોર્ટે સિરોહી DSPને ઈશ્યૂ કરી નોટિસ

ગુજરાત સરકારના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને હાઈકોર્ટ દ્વારા આંશિક રાહત આપવામાં આવી છે. ગજેન્દ્રસિંગ પરમારની 17 ફેબ્રુઆરી સુધી ધરપકડ ન કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ સિરોહી DSP ને નોટીસ ઈશ્યૂં કરી. ગજેન્દ્રસિંગ પરમારની 17 ફેબ્રુઆરી સુધી ધરપકડ ન કરવાના આદેશ પણ આપવામાં આવ્યો છે.  ત્યારે ગજેન્દ્રસિંહે હાઈકોર્ટમાં આગોતરા માટે ટ્રાન્ઝિટ આગોતરા માટે જામીન અરજી મુકી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ મંત્રી સામે રાજસ્થાનનાં સિરોહી ખાતે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા પામી છે.
ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ રાજસ્થાનના શિરોહીમાં નોંધાઈ ફરિયાદ
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર તથા સાબરકાંઠા બઁકના ચેરમેન મહેશ પટેલ સહિત કુલ ચાર લોકો સામે રાજસ્થાનમાં સગીરા સાથે છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ષ 2020ની સમગ્ર ઘટનાને લઈને હાલમાં જ રાજસ્થાનના સિરોહીમાં ફરિયાદ નોંધવામાં આવી છે, ફરિયાદ કરનાર કિશોરીની માતા ગયા વર્ષે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં પીડિતાની માતાએ પણ પૂર્વ મંત્રી સાથે શારીરિક સંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.  
2020માં ધારાસભ્યએ કિશોરીની કરી હતી છેડતી
પીડિતાની માતાનો આરોપ છે કે ગજેન્દ્રસિંહ સાથે તેમના શારીરિક સંબંધ હતા પણ વર્ષ 2020માં મારી દીકરીને આઈસ્ક્રીમ ખાવાના બહાને લઈ જઈને શારીરિક અડપલાં તથા જબરજસ્તી કરી હતી. આ લોકોના ત્રાસના કારણે જ મેં આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી તો ફરિયાદ લેવામાં આવી નહીં, બાદમાં કોર્ટમાં અરજી કર્યા બાદ ગુનો નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. 
દેશમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરતી રાજકીય પાર્ટીઑમાં જ્યારે નેતાઓ પર જ આવા ગંભીર આરોપ લાગે ત્યારે લોકોનો રાજકારણ સામે રોષે ઊભો થાય છે, એવામાં આગામી સમયમાં સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું સત્ય બહાર આવે છે તે જોવું રહ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ