બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / everyone will get free electricity modi government started solar rooftop scheme know how to apply

ફાયદાની વાત / મોદી સરકારની આ યોજનાથી 20 વર્ષ 'મફત'માં પડશે વીજળી, આજે જ આ રીતે ઉઠાવો ફાયદો

Arohi

Last Updated: 02:21 PM, 10 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં સોલર રૂફટોપને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની તરફથી 'સોલર રૂફટોપ સબસિડી યોજના' ચલાવવામાં આવી રહી છે.

 

  • મોદી સરકારની આ યોજનાનો ઉઠાવો લાભ 
  • સોલર ઉર્જાને પ્રોત્સાહન આપવા શરૂ કરવામાં આવી યોજના 
  • 20 વર્ષ સુધી ફ્રીમાં મળશે વીજળી 

દેશભરમાં સતત વધતી વીજળીની કિંમતોથી લોકો પરેશાન છે. તમને જણાવી દઈએ કે વીજળીનું નિર્માણ કરવા માટે મોટા સ્તર પર કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે દેશમાં કોલસાની ભારે કમી છે. એવામાં આજે અમે તમને એવી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી ફ્રીમાં વીજળી મળશે. આ યોજના હેઠળ તમે પોતાની છત પર સોલર પેનલ લગાવી શકો છો. તેના માટે સરકાર પણ તમારી મદદ કરશે. 

સોલર ઉર્જાને પ્રોત્સાહન માટે શરૂ કરવામાં આવી યોજના 
આ યોજનાનું નામ છે 'સોલર રૂફટોપ સબસિડી યોજના' (Solar Rooftop Yojana). દેશમાં સોલર રૂફટોપને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની તરફથી આ યોજના ચલાવવામાં આવી રહી છે. સોલર રૂફટોપ યોજનાથી કેન્દ્ર સરકાર દેશમાં ક્યારેય પૂર્ણ ન થનાર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરશે. કેન્દ્ર સરકાર તેના માટે ઉપભોક્તાઓને સોલર રૂફટોપ ઈન્સ્ટોલેશન પર સબસિડી આપે છે. 

20 વર્ષ સુધી ફ્રીમાં મળશે વીજળી 
સોલર રૂફટોપ  સબસિડી  યોજના હેઠળ તમે પોતાના ઘરની છત પર સોલર રૂફટોપ લગાવીને વીજળી પર થતા ખર્ચને 30થી 50 ટકા સુધી ઓછો કરી શકો છો. સોલર રૂફટોપથી 25 વર્ષ સુધી વિજળી મળશે અને આ યોજનામાં 5-6 વર્ષમાં ખર્ચની ચુકવણી થઈ જશે. ત્યાર બાદ તમને આવતા 19-20 વર્ષ સુધી સોલરથી વીજળી ફ્રીમાં મળશે.

સરકાર આપી રહી છે સબસિડી 
આ યોજનાને શરૂ ભારત સરકારના નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. 3KM સુધીના સોલર રૂફટોપ પેનલને ઈન્સ્ટોલ કરવા પર તમને 40 ટકા સુધી  સબસિડી  સરકાર દ્વારા મળશે. ત્યાં જ 3KM બાદ 10KM સુધી 20 ટકા સબસિડી તમને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. 

સોલર પેનલ લગાવવા માટે જોઈશે આટલી જગ્યા 
સોલર પેનલ લગાવવા માટે વધારે મોટી જગ્યાની જરૂર નથી પડતી. તમે તેને પોતાના ઘરની છત અથવા કારખાનાની છત પર પણ લગાવી શકો છો. 1KW સૌર્ય ઉર્જા માટે 10 વર્ગમીટર જગ્યાની જરૂર પડશે. સોલર રૂફટોપ સબસિડી યોજના માટે તમે વિદ્યુત વિતરણ કંપનીના નજીકના ઓફિસનો સંપર્ક કરી શકો છો. વધુ જાણકારી માટે  mnre.gov.in  પર વિઝિટ કરો. 

આ રીતે કરો એપ્લાય 

  • ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલા  solarrooftop.gov.in પર જાઓ 
  • હવે હોમ પેજ પર Apply for solar rooftop માટે અરજી પર ક્લિક કરો 
  • ત્યાર બાદ ખુલેલા પેજ પર તમને પોતાના રાજ્યની લિંક મળશે તેના પર ક્લિક કરો. 
  • હવે તમારા સામે સોલર રૂફ અરજીનું પેજ ખુલી જશે 
  • તેમાં ડિટેલ્સ ભરીને અરજી સબમિટ કરી દો 
  • આ પ્રકારે તમે સોલર રૂફટોપ યોજનામાં અરજીની પ્રક્રિયા પૂરી કરી શકશો
  • સોલર રૂફટોપ સબસિડી યોજના માટે તમે ટોલ ફ્રી નંબર -1800-180-3333 પર જાણકારી મેળવી શકો છો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ