બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Even though the wife was sick, the husband used to show obscene films and forced them to have sex, in Naroda, fed up with the torture of the perverted husband and the false demands of the in-laws, the wife filed a police complaint.

ક્રાઈમ / પત્ની બીમાર હોવા છતાં પતિ અશ્લીલ ફિલ્મ દેખાડી સેક્સ કરવા મજબૂર કરતો, નરોડામાં વિકૃત પતિના ત્રાસ અને સાસરિયાની ખોટી માંગથી કંટાળી પત્નીએ કરી પોલીસ ફરિયાદ

Vishal Khamar

Last Updated: 08:09 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં કૃષ્ણનગર પોલીસ મથકે સાસરીયાઓથી કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવી છે. ત્યારે ઉત્તરાયણનાં દિવસે દારૂનાં નશામાં ધૂત સસરાએ પણ પરણીતાની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હોવાનો મહિલાએ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.

  • અવાર નવાર સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરાતી
  • મહિલાએ તેનાં પતિ સામે પણ કર્યા ચોંકાવનારા આક્ષેપ
  • કૃષ્ણનગર પોલીસે સાસરીયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

પત્નીની ત‌બિયત સારી ના હોય તો પણ પતિ મોબાઇલમાં પોર્ન ફિલ્મ બતાવીને શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્ની શરીર સંબંધ રાખવાની ના પાડે તો પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો. આ સિવાય સસરાએ પણ તેની સાથે અવારનવાર શારીરિક છેડછાડ કરી હતી. વિકૃત પતિનો ત્રાસ અને સાસરિયાંની પાંચ લાખ રૂપિયા માગવાની ખોરી નીતિથી કંટાળીને અંતે પત્નીએ પોલીસ ફરિયાદ કરી છે.

સાસરીયાઓ દ્વારા અવાર નવાર દહેજની માંગણી કરવામાં આવતી
નરોડા વિસ્તારમાં રહેતી હીના (નામ બદલ્યું છે)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે લગ્ન બાદ તેનાં માતા-પિતાએ યથાશક્તિ કરિયાવર આપ્યો હતો, જેમાં સોના-ચાંદીના દાગીના, કપડાં અને અન્ય ઘરવખરીનો સામાન આપ્યો હતો. લગ્ન બાદ ‌હીના સંયુક્ત પરિવારમાં રહેતી હતી. શરૂઆતના ૧પ દિવસ સુધી તેને સારી રીતે રાખવામાં આવી હતી. ત્યાર બાદ તેના પતિ અને સાસરિયાં દહેજમાં કંઇ લાવી નથી તેમ કહીને અવારનવાર મહેણાંટોણાં મારતાં હતાં અને નાની નાની બાબતોમાં ઝઘડો- તકરાર કરતાં હતાં એટલું જ નહીં, અમારા મોભા મુજબ દહેજ આપ્યું નથી, જેથી તારે તારા પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લાવવા પડશે, નહીંતર તારે ઘરમાં નોકરાણીની જેમ જ રહેવું પડશે તેમ કહીને આખા ઘરનું કામ કરાવતાં હતાં.

પરણીતાનો પતિ અવાર નવાર મહિલા સાથે મારઝુડ કરતો હતો
હીનાનો આક્ષેપ છે કે તેના પતિ દારૂ પીવાની ટેવવાળા હોવાથી અવારનવાર દારૂ પીને મારઝૂડ કરતા હતા તેમજ મોબાઇલમાં પોર્ન ફિલ્મ બતાવી તે પ્રમાણે શરીર સંબંધ બાંધવાનું કહેતો હતો. હીનાની તબિયત સારી ના હોય તો પણ શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. જો હીના ના પાડે તો તેની સાથે પતિ મારઝૂડ કરતો હતો. આ સિવાય હીનાના સસરા પણ અવારનવાર તેની સાથે શારીરિક છેડછાડ કરતા હોવાનો આરોપ લગાવ્યા છે. હીના આ બાબતની જાણ તેના પતિ, સાસુ કે નણંદને કરે તો તેઓ સસરાનું ઉપરાણું લેતાં અને તારે દહેજ લાવવું નથી તેમ કહીને ખોટા આક્ષેપ કરતાં હતાં.

સાસ‌િરયાંના ત્રાસથી કંટાળીને પરણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ કરી
ઉત્તરાયણના દિવસે હીનાના પતિ, સાસુ તથા નણંદ ધાબા પર હતાં ત્યારે તેના સસરા દારૂ પીધેલી હાલતમાં રસોડામાં આવ્યા હતા અને હીનાને બાથ ભરી દીધી હતી. હીનાએ ગભરાઇને ધાબા પર જઈ તેના પતિને વાત કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને તેની સાથે મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. હીના ત્યારથી પિયરમાં રહે છે. સાસ‌િરયાંના ત્રાસથી કંટાળીને હીનાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ