બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Even in government offices, corporate-like rules, employees were asked to wear decent clothes: jeans-t-shirts will not work, orders from the system in Rajkot

સૂચના / સરકારી કચેરીમાં પણ કોર્પોરેટ જેવા નિયમ, કર્મચારીઓને શોભે તેવા કપડાં પહેરવા કહેવાયું: જીન્સ-ટીશર્ટ નહીં ચાલે, રાજકોટમાં તંત્રનો આદેશ

Vishal Khamar

Last Updated: 10:19 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જીલ્લા પંચાયતમાં જિન્સ-ટીશર્ટ પહેરીને ન આવવા માટે નાયબ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. તેમજ ડે. DDO દ્વારા તમામ કર્મચારીઓને શોભે તેવો પહેરવેશ પહેરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા પણ વિદ્યાર્થીઓને વાલીઓને અપીલ કરવામાં આવી છે.

  • રાજકોટ જિલ્લા પંચાયતમાં જિન્સ-ટીશર્ટ ન પહેરવા અધિકારીની સૂચના
  • કેટલાક કર્મચારીઓ શર્ટના ઉપરના બટન ખુલ્લા રાખે છે: ડે.DDO
  • કર્મચારીઓ મિટિંગમાં શોભે નહી તેવા કપડા પહેરે છેઃ ડે.DDO

રાજકોટ જીલ્લા પંચાતયમાં ફરજ બજાવતા કર્મચારીઓનાં પહેરવેશને લઈ ડેપ્યુટી ડીડીઓ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ નાયબ જીલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ કાલરીયાએ પંચાયતમાં અધિકારીઓને જીન્સ-ટીશર્ટ ન પહેરવા અધિકારીએ સૂચના આપી છે. તેમજ. નાયબ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા પરિપત્રમાં લખ્યું છે કે,  કેટલાક કર્મચારીઓ શર્ટનાં ઉપરનાં બટન ખુલ્લા રાખે છે. જેનાથી લોકોનાં મનમાં સરકારી કર્મચારીઓની છબી દૂષિત થાય છે. તેમજ કર્મચારીઓ મિટિંગમાં શોભે નહી તેવા કપડા પહેરે છે. તમામ કર્મચારીઓને શોભે તેવો પહેરવેશ પહેરવાની સૂચના પણ નાયબ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવી છે. 

સરકારી સંસ્થાઓ જે છે. ત્યારે કોઈ પણ સંસ્થા માટે ડિસીપ્લીન જરૂરીઃ બ્રિજેશ કાલરીયા
આ બાબતે ડેપ્યુટી DDO બ્રિજેશ કાલરીયાએ જણાવ્યું હતું કે, સરકારી સંસ્થાઓ જે છે. ત્યારે કોઈ પણ સંસ્થા માટે ડિસીપ્લીન જરૂરી છે. જેને લઈ એક પરિપત્ર કરવામાં આવ્યો છે. ત્યારે ખાસ કરીને સરકારી સંસ્થાઓમાં આપણે પહેરીએ છીએ તે ફોરમલ કપડા પહેરવા યોગ્ય છે.  જેથી આપણી એક વ્યવસ્થિત ઈમ્પ્રેશન પણ પડે અને ડિસીપ્લીન ક્લોથ હોય તે પ્રકારનાં કપડા પહેરવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. ત્યારે જે કર્મચારી પરિપત્રનો ઉલ્લંઘન કરશે તો નિયમ મુજબ તેમની વિરૂદ્ધ નોટીસ આપી કાર્યવાહી કરવામાં આવશે.

બ્રિજેશ કાલરીયા (નાયબ જીલ્લા વિકાસ અધિકારી)

શાળા સંચાલક મંડળ દ્વારા કરાઈ અપીલ
રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ જ્યારે પણ તેમના બાળકોને શાળાએ મૂકવા માટે જાય અથવા વાલી મીટિંગ માટે જાય ત્યારે ટૂંકા વસ્ત્રો કે પછી નાઇટ ડ્રેસ પહેરીને શાળાએ ન જાય.  શાળા સંચાલક મંડળે કહ્યું છે કે પબ્લિક પ્લેસમાં ઔચિત્ય જળવાય તે જરૂરી છે એવી જ રીતે શાળા પરિસરમાં પણ શિસ્ત કેળવાય તે પણ દરેક વાલીએ જોવું જોઈએ. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ