બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / અન્ય જિલ્લા / "Even if there is evidence, we will provide assistance, people should not hurry": Health Minister's statement regarding assistance to corona deceased family

ગુજરાત / 'એક પુરાવો હશે તો પણ સહાય આપીશું, લોકો ઉતાવળ ન કરે' : કોરોના મૃતક પરિવારને સહાય મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન

Mehul

Last Updated: 08:19 PM, 26 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મૃતકોના પરિવારજનોને તકલીફ નહીં પડે. મૃતકને કોરોના હોવાનો એકપણ પુરાવો હશે તો સહાય આપવામાં આવશે. MCCD સર્ટિફિકેટ લેવા લોકો ઉતાવળ ન કરે'

  • કોરોના મૃતક સહાય ફોર્મ વિતરણ પૂરજોશમાં 
  • એક પણ પૂરાવો સહાયને પાત્ર;આરોગ્ય મંત્રી 
  • સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કામગીરી ઝડપી 

કોરોનાની મહામારી દરમિયાન રાજયભરમાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મૃતકોના પરિવારજનોને રૂપિયા 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યમાં કલેકટર અને તાલુકા કચેરી ખાતે ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રીનું નિવેદન;તમામને મળશે સહાય 

કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને મુશ્કેલી ઉભી ન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સહાય મામલે નિવેદન કર્યુ હતું. અને તેમણે જણાવ્યુ હતું કે કોરોના મૃતકોના પરિવારજનોને તકલીફ નહીં પડે. મૃતકને કોરોના હોવાનો એકપણ પુરાવો હશે તો સહાય આપવામાં આવશે. MCCD સર્ટિફિકેટ લેવા લોકો ઉતાવળ ન કરે. તમામ લોકોને સર્ટિફિકેટ વહેલા-મોડા મળી જશે. આ સહાય સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર ગુજરાત સરકાર આપશે.

ત્યારે રાજકોટમાં વહીવટી તંત્ર દ્વારા રૂપિયા 50 હજારની સહાયની ચૂકવણી શરૂ કરાઈ છે. રાજકોટ કલેક્ટર દ્વારા 144 લોકોને સહાય ચૂકવવામાં આવી હતી. આવતીકાલે વધુ 150 લોકોને સહાયની રકમ ચૂકવવામાં આવશે. રાજકોટમાં અત્યાર સુધી 738 લોકોના સહાય ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. પ્રશાસનના ચોપડે 454 લોકોના કોરોનાથી મૃત્યુ થયું હોવાનું નોંધાયુ છે. જેની સામે 738 લોકોને સહાય આપવામાં આવશે. આમ, મૃત્યુના આંકડા અને સહાયના આંકડાની વિસંગતતા જોવા મળી રહી છે.જો કે હજુ પણ પ્રશાસન દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની ટકોર બાદ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થનાર લોકોના પરિવારજનોને નાણા ચુકવવાની કામગીરી ઝડપી બની છે. 

જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ 'ગ્રીન' સમિટ બનશે 

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આગામી જાન્યુઆરી-2022માં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત  સમિટને'ગ્રીન'સમિટ બનાવવા માટે રાજ્ય સરકારે બીડું ઝડપ્યું છે.  વાયબ્રન્ટ સમિટમાં માત્ર ઈલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ થશે.વિશ્વમાં વાયુ પ્રદુષણનું જોર વધ્યું છે ત્યારે, આ કાર્યક્રમ દરમિયાન માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉપયોગ કરી ગુજરાત એક નવો સંદેશ આપવા પ્રતિબદ્ધ છે. 
હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ટ્રેડ શોમાં પણ ગ્રીન થીમ જ હશે અને આમંત્રિત મહેમાનોને ઇલેક્ટ્રિક કારમાં સફર કરાવાશે. મંત્રી, મહેમાનો, અધિકારીઓ માટે પણ ઈલેક્ટ્રિક વાહનો જ ઉપયોગ થશે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ