બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / અન્ય જિલ્લા / Even before the summer heat, the Education Minister showed his displeasure to the Congress, saying that if the state remains illiterate, then their mentality

ઓરડાની ઓથે / ઉનાળાના તાપ પહેલા જ શિક્ષણ મંત્રીએ બતાવ્યો કોંગ્રેસ પર તપારો, કહ્યું રાજ્ય અભણ રહે તેવી તો તેમની માનસિકતા

Mehul

Last Updated: 11:29 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ શાસનમાં અઢી લાખ ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. કોરોનાના કારણે 19 હજાર નવા ઓરડા બનાવવામાં આવશે.જે જર્જરિત હશે તે માટે પણ સારા ઓરડા બનાવાશે- શિક્ષણ મંત્રી

  • રાજ્ય અભણ,અશિક્ષિત રહે ,તેવી કોંગ્રેસની માનસિકતા 
  • કોંગ્રેસ પર વરસ્યા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
  • ભાજપ સાશનમાં બનાવ્યા અઢી લાખ ઓરડા -વાઘાણી


ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના ચોથા દિવસે કોંગ્રેસે કરેલા પ્રશ્નોના જવાબમાં રાજ્યના શિક્ષણ  મંત્રીએ જીતુ  વાઘાણીએ કેટલીક સ્પસ્થ્તા કરી હતી  સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ અંગે શિક્ષણ મંત્રી એ નિવેદન આપતા કહ્યું કે, ભાજપ શાસનમાં અઢી લાખ ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. કોરોનાના કારણે 19 હજાર નવા ઓરડા બનાવવામાં આવશે.સાથોસાથ ઓરડાઓ જર્જરિત હશે તેમના માટે પણ સારા ઓરડા બનાવાશે. તેમ ઉમેરતા કહ્યું કે, અત્યારે 2.5 હજાર ઓરડા બનાવવાનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે. રાજ્યની શાળાઓમાં  10 હજાર ઓરડાઓ બનાવવાનું બજેટમાં ફાળવવામાં આવ્યુ છે. અને બજેટમાં 9037 કરોડની જોગવાઈ ઓરડાઓ બનાવવા ફાળવ્યા છે. 

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસની માનસિકતા પર પ્રહાર કરતા કહ્યું કે,રાજ્ય અભણ, અશિક્ષિત રહે એવી કોંગ્રેસની માનસિકતા હતી. સોમવારે  વિધાન સભા સત્રના ચોથા દિવસે  સ્ગ્રહ્માં કોન્ગ્રેસના ધારાસભ્ય દ્વારા શિક્ષણ અને શાળાના ઓરડાઓ ઉપરાંત RTE હેઠળનાં એડમિશન સંદર્ભના પ્રશ્નો પુછાયા હતા. જેનો જવાબ રાજ્ય સરકારે સદનમાં આપ્યો હતો. આ બાદ શિક્ષણ મંત્રી વાઘાણીએ કોંગ્રેસની માનસિકતા પર નિવેદન આપ્યું હતું.

 

એક તરફ રાજ્ય સરકાર ભિક્ષા વૃતિ કરી રહેલા બાળકો માટે શિક્ષણ અભિયાન ચલાવીને વિશેષ વ્યવસ્થા કરે છે ત્યારે બીજી તરફ રાજ્યમાં સ્થિતિ  'શાળા મેદાનો  વગર જેવી ર્રીતે રમે છે ગુજરાત, બસ, એવી જ રીતે  સ્થિતિ કઇક 'કેવી રીતે ભણે ગુજરાત'ની છે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના દાવાને પોકળ  સાબિત કરતી સ્થિતિનું નિર્માણ થયું છે. વિધાનસભા સત્રના આજે ચોથા દિવસે કોન્ગ્રેસના એક પ્રશ્નના જવાબમાં સરકારે  જવાબ આપતા સરકારી દાવાઓની ધજ્જિયા ઉડી ગઈ હતી.

ઓરડાથી વિમુખ શાળાઓ  

વિધાનસભાના બજેટ સત્રના ચોથા દિવસે કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નનો સરકારે  જવાબ આપતા સરકારી પ્રાથમિક શાળામાં 19 હજાર 128 ઓરડાની ઘટ હોવાની વાતને સ્વીકૃતિ આપી હતી. મતલબ કે રાજ્યની કેટલીય શાળાઓમાં  ભણવા માટે ઓરડાઓ જ નથી. એટલું માત્ર નહિ પણ  શાળાઓમાં ઓરડાની ઘટમાં સતત વધારો નોંધાતો જોવા મળ્યો છે.વર્ષ 2020-21માં માત્ર 972 ઓરડા બનાવવામાં આવ્યા હતા. તો 14 જિલ્લામાં એક પણ ઓરડો બનાવવામાં આવ્યો નથી. 2015ની સ્થિતિએ પ્રાથમિક શાળામાં 8388 ઓરડાની ઘટ  જોવા મળી હતી. સામે 2018માં 16 હજાર 8 ઓરડાની ઘટ સામે આવી હતી. ગત વર્ષ એટલે કે 2021માં પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ 18 હજાર 537 પર પહોચી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ