Even before the completion of the first phase of voting, Yesudan Gadhvi made a big claim, saying that we will win this many seats.
નિવેદન /
પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય તે પહેલા જ ઈસુદાન ગઢવીએ કર્યો મોટો દાવો, કહ્યું આટલી સીટ તો જીતી જ જઈશું
Team VTV04:47 PM, 01 Dec 22
| Updated: 05:17 PM, 01 Dec 22
પ્રથમ તબક્કાના મતદાનમાં 4 વાગ્યા સુધી 54 ટકા મતદાન નોંધાયું છે. તેવામાં હવે ઇસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું પ્રથમ તબક્કાના મતદાનમાં 4 વાગ્યા સુધી 54 ટકા મતદાન નોંધાયું છે. તેવામાં હવે ઇસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું
પ્રથમ તબક્કાનું મતદાનને પૂર્ણ થવામાં હવે ગણતરીની મિનિટો બાકી
ઇસુદાન ગઢવીએ પ્રથમ તબક્કામાં 51 બેઠકો જીતશે તેવી આશા વ્યક્ત કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને પૂર્ણ થવામાં હવે ગણતરીની મિનિટો બાકી રહી છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 4 વાગ્યા સુધી 54 ટકા મતદાન નોંધાયું છે. તેવામાં હવે ઇસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે દ્વારકા જિલ્લાની બેઠક પર સામાન્ય કરતા ધીમી ગતિએ મતદાન થઈ રહ્યો હોવાનો આરોપ કર્યો છે. આ સાથે જ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 51 બેઠકો જીતશે તેવી આશા વ્યક્ત કરી છે.
રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારોના ભાવિ આજે મતપેટીમાં સીલ થઈ રહ્યાં છે. 8મી તારીખે આ તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ઇસુદાન ગઢવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર અને ખંભાળિયા બેઠકના આપના ઉમેદવાર છે. ગઢવીએ જણાવ્યું હતું કે, લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોમાં મતદાન માટે ઉત્સાહ છે પણ EVM ખુબ જ ધીમા ચાલી રહ્યા છે. કેટલાક બુથમાં વૃદ્ધો લાંબો સમય રાહ જોઈ રહ્યા છે.
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 51 બેઠકો જીતીશું: ઇસુદાન
ઈસુદાન ગઢવીએ પ્રથમ તબક્કાની 89 બેઠકોને લઈ કહ્યું હતું કે, અમારા આંતરિક સર્વે મુજબ અમે 89 માંથી 51 બેઠકો જીતી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ પણ ધીમા મતદાન માટે ફરિયાદ કરી છે.