બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / Even after the completion of Navratri Garba is organized all over the city on the occasion of Sharad Purnima

થનગનાટ / શરદ પૂનમની રાતે ખેલૈયાઓને ગરબા રમવામાં ‘ગ્રહણ’ નહીં નડે, રાજકોટના એક ખાસ કાર્યક્રમમાં ત્રણ વર્લ્ડ રેકોર્ડ થશે

Kishor

Last Updated: 12:53 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રી પૂર્ણ થયા બાદ પણ શરદ પૂર્ણિમા નિમિતે શહેરમાં ઠેરઠેર ગરબાનાં આયોજનોનો ધમધમાટ ચાલી રહ્યો છે જોકે રમવામાં ‘ગ્રહણ’ નહીં નડે!

  •  શરદ પૂનમના દિવસે રાજકોટમાં નવરાત્રી જેવો જ ખાસ માહોલ
  • રાજકોટમાં આ ખાસ વર્લ્ડ રેકોર્ડ યોજાશે
  • ઠેરઠેર ગરબાના આયોજનોનો ધમધમાટ

‘શરદ પૂનમની રાતલડી ને ચાંદો ચઢ્યો આકાશ રે’ આ ગીત વાગે ને તમારા પગ ગરબા ગાવા માટે ના થનગને એવું બને ખરું? ગરબાના રસિયાઓ નવરાત્રી પૂરી થતાં જ ફરી ક્યારે ગરબા રમવા મળશે તેની રાહ જોવા લાગે છે ત્યારે નવરાત્રીના નવ દિવસ બાદ અનેક જગ્યા પર શરદ પૂનમના ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ચંદ્રની ચાંદનીમાં ખીર રાખવાની અને તેના પછીના દિવસે તેને પ્રસાદ તરીકે ખાવાની પણ પરંપરા છે, પરંતુ આ શરદ પૂનમે ચંદ્રગ્રહણ હોઈને ખીર-પ્રસાદ કે દૂધ પૌંઆ ચાંદનીમાં નહીં ધરાવી શકાય, પરંતુ ખેલૈયાઓને ગરબા રમવા માટે ગ્રહણ નહીં નડે. આમ તો પહેલાં નવ નોરતાં બાદ ગરબા રમવાનું પૂરું થઈ જતું હતું પણ હવે નવરાત્રી પૂર્ણ થયા બાદ પણ શહેરમાં ઠેરઠેર ગરબાના આયોજનોનો ધમધમાટ ચાલી રહ્યો છે. 

Topic | VTV Gujarati

લોકો છેલ્લે છેલ્લે પણ શરદ પૂનમની રાતે મન ભરીને ગરબે ઝૂમી લે છે. ત્યાર બાદ જ દિવાળીની ઉજવણીનો ઉત્સાહ શરૂ થાય છે. શહેરમાં અનેક સ્થળોએ ગરબાનાં આયોજનો થયાં છે. લોકો મન મૂકીને ગરબા રમી લેશે અને ફરી આવતી નવરાત્રીની રાહ જોશે. કૃષ્ણ મંદિરો તેમજ અન્ય મંદિરોમાં ખાસ શરદ પૂનમની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચંદ્રગ્રહણ હોવાથી અમદાવાદ સહિત રાજ્યભરનાં તમામ મંદિરો બપોર બાદ બંધ રહેશે.  


શરદ પૂનમે રાજકોટીયનો વર્લ્ડ રેકોર્ડ યોજશે

શરદ પૂનમના દિવસે રાજકોટમાં નવરાત્રી જેવો જ ખાસ માહોલ જોવા મળશે. આ દિવસે રાજકોટમાં વર્લ્ડ રેકોર્ડ યોજાશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા ‘ગાય એનો ગરબો’ના તાલે રેસકોર્સમાં એક લાખથી વધુ લોકો ઝૂમીને વર્લ્ડ રેકોર્ડ તોડશે. પીએમ મોદી માતાજીની ભક્તિ અને આરાધના માટે જાણીતા છે. તેમણે માતાજીની ભક્તિને ઉજાગર કરતો એક ગરબો લખ્યો છે, જેના પર રાજકોટમાં ખાસ કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી હાજર રહેવાના છે. આ કાર્યક્રમનો ગ્રિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં લંડન તેમજ ઈન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ સહિત ત્રણ બુકમાં વર્લ્ડ રેકોર્ડ યોજાશે, સાથે તેમાં ડ્રગ્સમુક્ત રાજકોટના સંકલ્પ અને ‘સે નો ટુ ડ્રગ્સ’ સૂત્ર સાથે અભિયાનની શરૂઆત થશે. ધ્વનિ ભાનુશાળીએ આ ગરબો ગાયો છે અને તનિષ્ક બાગચીએ આ ગીતને સંગીતથી મઢ્યું છે, 

જેકી ભાગનાની આ ગીતના નિર્માતા છે.ગુજરાતમાં ગરબા
ગુજરાતમાં શરદ પૂર્ણિમા પર લોકો ગરબા રમે છે. મણિપુરમાં પણ શ્રીકૃષ્ણ ભક્તો રાસ રમે છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં શરદ પૂર્ણિમાની રાતે મહાલક્ષ્મીની વિધિ સાથે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેઓ આ પૂર્ણિમા પર મહાલક્ષ્મીની પૂજા કરે છે અને આખી રાત જાગતા રહે છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે, જ્યારે ઓડિશામાં શરદ પૂર્ણિમા કુમાર પૂર્ણિમા તરીકે ઊજવવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ