બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / epfo issues new sop for epf account updation epf account holder

તમારા કામનું / હવે ચપટી વગાડતા જ સુધરી જશે EPF એકાઉન્ટમાં થયેલી ભૂલો, ક્લેમ કરવામાં નહીં પડે કોઈ મુશ્કેલી

Manisha Jogi

Last Updated: 05:21 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPF એકાઉન્ટ હોલ્ડરને પોતાની જાણકારી અપડેટ કરવાની સુવિધા આપવાથી ક્લેઈમ રિજેક્ટ થવાની સંખ્યામાં ઘટાડો થશે અને ફ્રોડનું જોખમ પણ નહીં રહે.

  • EPF એકાઉન્ટ હોલ્ડર માટે સારા સમાચાર 
  • EPF એકાઉન્ટ હોલ્ડર એકાઉન્ટની ડિટેઈલ અપડેટ કરી શકશે
  • જેથી ક્લેઈમ રિજેક્ટ થવાની સંખ્યામાં ઘટાડો થશે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) EPF એકાઉન્ટ હોલ્ડરને સારા સમાચાર આપ્યા છે. EPF સભ્ય પોતાના એકાઉન્ટની ડિટેઈલ (નામ, જન્મતારીખ, લિંગ સહિત 11 જાણકારી) સરળતાથી અપડેટ કરી શકશે. જે માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી છે. EPF એકાઉન્ટ હોલ્ડરને પોતાની જાણકારી અપડેટ કરવાની સુવિધા આપવાથી ક્લેઈમ રિજેક્ટ થવાની સંખ્યામાં ઘટાડો થશે અને ફ્રોડનું જોખમ પણ નહીં રહે. 

EPFO પાસે જમા થયેલ જાણકારી અને ક્લેમ કરતા સમયે ક્લેમ ફોર્મમાં ભરેલ જાણકારી અલગ પડી જાય તો ક્લેમ રિજેક્ટ થઈ જાય છે. EPFOએ એક સર્ક્યુલર જાહેર કરીને જણાવ્યું છે કે, નામ, લિંગ, જન્મતારીખ, પિતાનું નામ, સંબંધ, વૈવાહિક સ્થિતિ, જોઈન કરવાની તારીખ, નોકરી છોડવાનું કારણ, નોકરી છોડવાની તારીખ, રાષ્ટ્રીયતા અને આધાર નંબર અપડેટ કરી શકાશે. 

આ પ્રકારે અપડેટ કરી શકાશે
EPFOના સર્ક્યુલર અનુસાર EPF હોલ્ડરે પ્રોફાઈલ ડિટેઈલ્સ અપડેટ કરવાની સાથે સેવા પોર્ટલ પર લોગિન કરવાનું રહેશે. પોર્ટલ પર અરજી કરવાની રહેશે, કોઈપણ જાણકારી અપડેટ કરવાની સાથે જરૂરી ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે. આ ડોક્યુમેન્ટ પોર્ટલ પર રેફરન્સ માટે રાખવામાં આવશે. 

નિયોક્તા પાસે વેલિડેટ કરાવવાનું રહેશે
EPF સભ્ય પોતાના એકાઉન્ટમાં જે પણ ફેરફાર કરે તે નિયોક્તા પાસે પણ વેલિડેટ કરાવવાનું રહેશે. સર્ક્યુલરહ અનુસાર EPF એકાઉન્ટ હોલ્ડર તરફથી જે પણ રિક્વેસ્ટ કરવામાં આવે તે નિયોક્તા લોગિનમાં પણ જોવા મળશે. નિયોક્તાના રજિસ્ટર્ડ મેઈલ આઈડી પર ઓટોમેટીક ઈમેઈલ પણ મોકલવામાં આવશે. EPF સભ્ય માત્ર તે જ ડેટા સુધારી શકે છે, જે વર્તમાન નિયોક્તા દ્વારા આપવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ