બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / EPFO has just released an alert! Never share this information to avoid fraud

તમારા કામનું / ફ્રૉડથી બચવા EPFOએ કર્યું એલર્ટ જાહેર! પર્સનલ ડેટા શેર ન કરવા ટ્વિટ કરીને આપી જાણકારી

Pravin Joshi

Last Updated: 01:35 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી પાસે PF એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને પીએફ ખાતાધારકો માટે એલર્ટ જાહેર કર્યું છે. EPFOએ છેતરપિંડીથી બચવા માટે આ એલર્ટ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં પીએફ ફ્રોડમાં વધારો થયો છે.

  • હાલના સમયમાં પીએફ ફ્રોડમાં વધારો થયો 
  • EPFOએ હાલમાં જ એલર્ટ જાહેર કર્યું 
  • છેતરપિંડીથી બચવા માટે આપી જાણકારી


કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા તમામ પીએફ ખાતાધારકો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. આ એલર્ટમાં EPFOએ તમામ સભ્યોને કોઈપણ સંભવિત છેતરપિંડીથી બચવા માટે સૂચન કર્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે EPFO ​​ક્યારેય કોઈ સભ્ય પાસેથી ફોન અને ઈમેલ પર કોઈ અંગત માહિતી માંગતું નથી.

હવે ચપટી વગાડતા જ સુધરી જશે EPF એકાઉન્ટમાં થયેલી ભૂલો, ક્લેમ કરવામાં નહીં  પડે કોઈ મુશ્કેલી/ epfo issues new sop for epf account updation epf account  holder

EPFOએ ચેતવણી આપી

EPFO દ્વારા તેના ઓફિશિયલ 'X' હેન્ડલ પર આપવામાં આવેલી માહિતીમાં સભ્યોને ફેક કોલ અને મેસેજથી સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. EPFO ક્યારેય કોઈ સભ્ય પાસેથી ફોન, ઈ-મેલ અને સોશિયલ મીડિયા દ્વારા અંગત માહિતી માંગતું નથી. આ મેસેજ સાથે EPFO ​​દ્વારા એક પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે 'સાવધાન રહો, સતર્ક રહો'. તમારા UAN/પાસવર્ડ/PAN/આધાર/બેંક ખાતાની વિગતો/OTP અથવા અન્ય કોઈપણ વ્યક્તિગત કે નાણાકીય વિગતો ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં.

જો તમને નકલી કોલ્સ અને મેસેજ આવે તો અહીં ફરિયાદ કરો

EPFOએ પોસ્ટરમાં વધુમાં જણાવ્યું છે કે સંસ્થા અને તેના કર્મચારીઓ ક્યારેય મેસેજ, ફોન, ઈ-મેલ, વોટ્સએપ, સોશિયલ મીડિયા દ્વારા અંગત વિગતો પૂછતા નથી. જો કે, જો તમને આવા નકલી કોલ્સ/સંદેશાઓ મળે તો તમારે તાત્કાલિક સ્થાનિક પોલીસ/સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવી જોઈએ.

Topic | VTV Gujarati

EPFO હેલ્પલાઇનનો સંપર્ક કરો

જો તમે EPFOની અન્ય કોઈ સેવા વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો તમે EPFOની હેલ્પલાઈન 14470 પર કૉલ કરીને માહિતી મેળવી શકો છો. આ સેવા સવારે 7 થી 9 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. EPFOની આ હેલ્પલાઇન પર તમે હિન્દી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તમિલ, તેલુગુ, બંગાળી, આસામી અને અંગ્રેજીમાં માહિતી મેળવી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ