બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / EPFO ALERT: Online Scam with EPFO Account Holder

Cyber Fraud / EPFO ઍલર્ટ! ઓનલાઇન સર્ચ કરતા પહેલાં સાવધાન, મુંબઇની પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકે ગુમાવ્યા 80 હજાર

Bijal Vyas

Last Updated: 05:59 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber Fraud ALERT: શિક્ષકના પીએફ ખાતામાંથી કૌભાંડી દ્વારા 80 હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જો તમારી પાસે પણ PF એકાઉન્ટ છે તો જાણો શું છે ઘટના?

  • OLX એપ પર જ્યુસર વેચતી વખતે એક યુઝરને 1.14 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી
  • મહિલા શિક્ષક પાસેથી 80,000 રૂપિયાની છેતરપિંડી થઈ
  • કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેની ચકાસણી કરી લો

Cyber Fraud ALERT: દેશમાં ઓનલાઈન ક્રાઇમના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જ મુંબઈના જીમ ઓનરને 1.99 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. તો બીજી તરફ  53 વર્ષીય મહિલાએ ફૂડ ઓર્ડર કરતી વખતે છેતરપિંડીના જાળમાં ફસાઈને 87,000 રૂપિયા ગુમાવ્યા. આ સિવાય OLX એપ પર જ્યુસર વેચતી વખતે એક યુઝરને 1.14 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેટલાક ઉદાહરણો છે જે દર્શાવે છે કે સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે નવી નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે.

આ લિસ્ટમાં એક નવા પ્રકારનું કૌભાંડ સામે આવ્યું છે. એક શિક્ષકના પીએફ ખાતામાંથી કૌભાંડી દ્વારા 80 હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જો તમારી પાસે પણ PF એકાઉન્ટ છે અથવા તમે EPFના સભ્ય છો, તો તમારે આ સમાચાર જાણવા જ જોઇએ, જેથી તમારી સાથે આવી ઘટના ન બને.

Tag | VTV Gujarati

મહિલા શિક્ષક બની નિશાનો 
નવી મુંબઈની એક ખાનગી શાળામાં 32 વર્ષીય મહિલા શિક્ષક ભણાવે છે. મીડિયા રિપોર્ટ મુજબ, મહિલા શિક્ષક પીએફ ઓફિસનો સંપર્ક નંબર ઓનલાઈન શોધી રહી હતી. તેણે તે નંબર પર સંપર્ક કર્યો, ત્યારબાદ તેની સાથે 80,000 રૂપિયાની છેતરપિંડી થઈ. છેતરપિંડી કરનારે પોતાને પીએફ ઓફિસનો સ્ટાફ ગણાવ્યો હતો. છેતરપિંડીએ પીએફ ખાતાધારકને AirDroid એપ ડાઉનલોડ કરવાનું કહ્યું. આ પછી, ગુનેગારે કોઈક રીતે ખાતામાં પ્રવેશ મેળવ્યો અને મહિલા શિક્ષક સાથે 80,000 રૂપિયાની છેતરપિંડી કરી.

એકાઉન્ટ ડિટેલની માંગી જાણકારી
રિપોર્ટ અનુસાર, છેતરપિંડી કરનારે મહિલા શિક્ષિકાને આ એપ પર તેનો એકાઉન્ટ નંબર અને MPIN દાખલ કરવા કહ્યું હતું. બેંકનું એક્સેસ મેળવ્યા બાદ કૌભાંડીએ 16 વ્યવહારો કર્યા અને તેના ખાતામાં 80,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ ઘટના ગત સપ્તાહ 6 એપ્રિલના રોજ બપોરે 1.30 કલાકે બની હતી, પીડિતાએ નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.

સાયબર ફ્રોડની નવી રીતો... આ 5 પ્રકારના SMS થી રહો સાવધાન, એક ક્લિકમાં  એકાઉન્ટ સાફ! | be safe top 5 cyber fraud sms or whatsapp message  electricity job loan

આ રીતે રહેવુ જોઇએ એલર્ટ 
જો તમે કોઈપણ નંબર વિશે માહિતી મેળવવા માંગો છો, તો ઓનલાઈન સર્ચ દરમિયાન, તમારે ફક્ત સત્તાવાર વેબસાઇટ પરથી સંપર્ક નંબર મેળવવો જોઈએ. થર્ડ પાર્ટી વેબસાઈટ પરથી નંબર લેવો ખતરનાક બની શકે છે. બીજી તરફ, પીએફ ખાતા ધારકો PF સંબંધિત કોઈપણ કાર્ય માટે EPFOની સત્તાવાર વેબસાઇટ અથવા શાખાની મુલાકાત લઈ શકાય છે. કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેની ચકાસણી કરી લો. 

જો તમે આધાર કાર્ડ અથવા અન્ય કોઈ દસ્તાવેજનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તે પ્લેટફોર્મની પ્રમાણિકતા તપાસો. ઉપરાંત, ખાદ્યપદાર્થો, નોકરીઓ, કોઈપણ વસ્તુની ખરીદી અને વેચાણ અને અન્ય કોઈપણ લાલચ આપતા પહેલા તેની તપાસ કરવી જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ