બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Energy department recruitment scam probe likely to be handed over to CID Crime: Information from the source

તપાસ / ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ: પરીક્ષામાં ગોઠવણ કરનારના નામનો થયો ખુલાસો, લેવાઈ શકે છે મોટો નિર્ણય

Vishnu

Last Updated: 09:08 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્જા વિભાગમાં ગેરરીતી મામલે મોટા સમાચાર મળી રહ્યા છે કે પરીક્ષામાં ધ્રુવ પટેલ નામના ઉમેદવારે તમામ સેટિંગ કર્યું હોવાની શંકા છે પણ હજુ સુધી પોલીસને કોઈ મહત્વની કડી ન મળતા હવે તપાસ CIDને સોંપાશે તેવી શક્યતા છે.

  • અરવલ્લી ઊર્જા કાંડમાં પોલીસને કોઈ સફળતા નહીં
  • પરીક્ષામાં ધ્રુવ પટેલ નામના ઉમેદવારે કરી હતી ગોઠવણ
  • હજુ સુધી પોલીસને નથી મળી કોઇ મહત્વની કડી

રાજ્યમાં એક પેપરલીક કાંડનો મામલો પત્યો નથી ત્યાં બીજુ એક ભરતી કૌભાંડ થયુ હોવાના આરોપ થઈ રહ્યા છે.સમગ્ર રાજ્યના લાખો વિદ્યાર્થીઓને જાણે હવે સીધી ભરતી પ્રક્રિયા પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે. LRD હોય, બિનસચિવાલય  હોય કે પછી હોય ઓડિટરની ભરતી. છેલ્લા કેટલાક વર્ષોથી ભરતીઓમાં ગેરરીતી, પેપર ફૂટવા કે પછી સોદાબાજીથી નોકરી આપી દીધાના આરોપો અને ઘટસ્ફોટો થયા છે.UGVCL, DGVCL કે PGVCLની પરીક્ષામાં પણ ટેકનોલોજીનો દુરઉપયોગ કરીને પરીક્ષાર્થીઓને મદદ કરવામાં આવે છે તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે.

ધ્રુવ પટેલ નામના ઉમેદવારે ગોઠવણ કરી હોવાની શંકા
ઉર્જા વિભાગમાં ગેરરીતિ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે પરીક્ષામાં ધ્રુવ પટેલ નામના ઉમેદવારે સમગ્ર ગોઠવણ કરી હતી. જેમાં રમેશ પટેલ નામના વ્યક્તિનો પણ તેને સાથ હતો. પ્રાંતિજ પરીક્ષા સેન્ટરમાં આ ગેરરીતિ થયાનો આરોપ છે.

CID ક્રાઇમને તપાસ સોંપાશે તેવો નિર્ણય લેવાશે: સૂત્ર
ખાસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અરવલ્લી ઊર્જા વિભાગ ભરતી કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાય તેવી શક્યતા છે. કારણ કે પુરાવાના અભાવે જાહેર કરાયેલ નામ સામે કોઈ કાર્યવાહી થઈ શકે તેમ નથી જેથી પોલીસને હજુ સુધી કોઇ મહત્વની કડી મળી નથી. આથી હવે ગહન તપાસ અર્થે કેસ CID ક્રાઇમને સોંપાશે તેવી વાત વહેતી થઈ છે.

આ રીતે આઇટી અને હેકિંગના માધ્યમથી પેપર ફોડવામાં આવ્યું 
ગુજરાતમાં પ્રથમવાર આ રીતે પેપર ફૂટવાની ઘટના સામે આવી છે કોંભાડમાં પરિક્ષા લેનાર કંપનીના કંટ્રોલરૂમનો ઉપયોગ થયો જેમાં પરિક્ષાર્થી -કંપનીનો માણસ- સુપરવાઇઝર અને વચેટિયા ભાગીદાર હતા. પરિક્ષાર્થીનો જે કોમ્યુટર હતું ત્યાં TeamViewer જેવું સોફ્ટવેર હોવાની સંભાવના સેવાઇ રહી છે. અને પરિક્ષાર્થી જે સેન્ટરમા બેસતો ત્યાં સુપરવાઇઝર વચેટિયાનો માણસ હતો. સુપરવાઇઝર પરિક્ષાર્થીનો કોડ નંબર વચેટિયાને પહોંચાડતો હતો અને વચેટિયો આ કોડ નંબર કંપનીના સર્વર રુમમાં પહોંચાડતો હોવાની આશંકા છે. સર્વરરુમમાં TeamViewer  જેવા સોફટવેરથી પરિક્ષાર્થીનું પેપર જોઇ શકાતું જેથી કન્ટ્રોલ રુમમાં બેઠોલો એક્સપર્ટ પરિક્ષાર્થીના જવાબ લખી નાખતો હતો અને પરિક્ષાર્થી માત્ર કોમ્યુટર સામે બેસીને સમય પસાર કરતો કારણ કે કંટ્રોલરૂમમાંથી પરિક્ષાર્થીનું પેપર સીધે સીધું  ભરાતું હતું 

યુવરાજસિંહના આરોપ બાદ તપાસના આદેશ
AAP નેતા યુવરાજસિંહના આરોપ અનુસાર ઉર્જા વિભાગની ભરતીમાં જે કૌભાંડ થયું તે વચેટિયાનું નામ અવધેશ પટેલ છે. જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી છે. અને બાયડમાં ટ્યૂશન ચલાવતો અજય પટેલ કૌભાંડ ચલાવે છે. ઓનલાઇન પરીક્ષા મહારાષ્ટ્રની NSEIT દ્વારા લેવામાં આવે છે. અને એક પેપરના 21 લાખ રૂપિયા લેવામાં આવ્યાનો આરોપ છે. યુવરાજસિંહે આરોપ લગાવતા કહ્યું કે UGVCL, PGVCL, DGVCLમાં ગેરરીતિથી પાસ થયેલા ફરજ બજાવે છે. જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓની સંડોવણી છે. કુલ 11 વિદ્યાર્થીઓ કૌભાંડમાં સંડોવાયેલા છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, રજનીશ પટેલ, આંચલ પટેલ પર આરોપ છે. રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, ધ્રુવ પટેલ પર આક્ષેપ છે. જ્યારે બાબુ પટેલ, જીગીશા પટેલ પર ગેરરીતિથી પાસ થવાનો આરોપ છે. અને શરૂઆતમાં ટોકન અને ત્યારબાદ બાકીની રકમ અપાય છે. 

VTV ગુજરાતીના સળગતા સવાલ

  • ભરતીમાં કૌભાંડની ઉર્જા કોણ આપે છે?
  • ગુજરાતના આ વ્યાપક કૌભાંડો ક્યારે બંધ થશે?
  • સીધી ભરતીઓ પર વિશ્વાસ કોણ અપાવશે?
  • ઉર્જા વિભાગમાં ભરતીના કૌભાંડો ક્યારે અટકશે?
  • અરવલ્લી, બાયડ અને સાબરકાંઠામાં પેપર ફોડનારા કોણ?
  • ભરતીઓની સોદાબાજીની મોટી માછલી કોણ?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ