બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / endometriosis causes symptoms diagnosis and treatment

સ્વાસ્થ્ય / પિરીયડ્સમાં હદથી વધારે દુખાવો થાય તો સમજી જવું, હોઇ શકે છે આ ગંભીર બીમારીનો સંકેત

Arohi

Last Updated: 07:51 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Endometriosis Symptoms Diagnosis and Treatment: પીરિયડ્સમાં હદ કરતા વધારે દુખાવો થવો કોઈ બીમારીનું લક્ષણ હોઈ શકે છે. સાથે જ જાણો કે આ બીમારીના સંકેતોને કેવી રીતે ઓળખશો.

દર મહિને દરેક મહિલા પીરિયડના દુખાવાનો સામનો કરે છે. એક મહિલાને સ્વસ્થ્ય ત્યારે જ માનવામાં આવે છે જ્યારે તેના પીરિયડ હેલ્ધી હોય. પરંતુ અમુક મહિલાઓ એવી પણ છે જેમને પીરિયડમાં ખૂબ જ દુખાવો થાય છે અને તેમની લાઈફસ્ટાઈલ પણ તેનાથી પ્રભાવિત થાય છે. 

પીરિયડ્સમાં દર્દ નોર્મલ છે પરંતુ ખૂબ જ વધારે દુખાવો એન્ડોમેટ્રિયોસિસ બીમારીનો સંકેત હોઈ શકે છે. આ મહિલાઓના ગર્ભાશય અને બીજા અંગોમાં પણ ફેલાઈ શકે છે. આ બીમારીની સારવાર સમય રહેતા ન કરાવવામાં આવે તો ઘણી મહિલાઓ માતા બનવાનું સુખ પણ પ્રાપ્ત નથી કરી શકતી. 

એન્ડોમેટ્રિયોસિસની બીમારી શું છે? તેના લક્ષણો શું છે? 
મહિલાઓના ગર્ભાશયમાં એક પરત હોય છે. જેને એન્ડોમેટ્રિયમ કહે છે. જ્યારે તેના ટિશ્યૂ ગર્ભાશયની બહાર ફેલોપિન ટ્યૂબમાં ભળવા લાગે છે ત્યારે આ સ્થિતિને એન્ડોમેટ્રિયોસિસ કહેવામાં આવે છે. આ પ્રકારે ટિશ્યૂઝ શરીરના કોઈ પણ ભાગમાં ફેલાઈ શકે છે. આ આંતરડા, અપેંડિક્સ, ફેફસા, લિવર અને બ્રેઈનમાં પણ સફલતાથી પહોંચી શકે છે. 

એક રિપોર્ટ અનુસાર પીરિયડ્સ વખતે જે ખૂબ જ દુખાવો થાય છે તે એન્ડોમેટ્રિયોસિસના લક્ષણો હોઈ શકે છે. આ બીમારી એટલી ગંભીર હોય છે કે કોઈ પણ મહિલાને ચાલવા ફરવા કે કોઈ કામ કરવામાં મુશ્કેલી થઈ શકે છે. જો આ બીમારી કોઈ મહિલાને થઈ જાય તો તેનું જીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ શકે છે. 

આ બીમારીમાં મહિલાઓને પીરિયડ પહેલા અને તેના બાદ ગંભીર દિખાવો થઈ શકે છે. તેને કંટ્રોલ કરવા માટે ઘણી મહિલાઓ પેનકિલર્સનો ઉપયોગ કરે છે પરંતુ આ શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે.

એન્ડોમેટ્રિયોસિસમાં થતો દુખાવો ખૂબ જ વધારે પરેશાન કરે છે. આ દુખાવાના કારણે મહિલા ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. એન્ડોમેટ્રિયોસિસના કારણે 50 ટકા મહિલાઓ ફર્ટિલિટી સંબંધી સમસ્યાઓનો શિકાર થાય છે. ફર્ટિલિટી વધારવા માટે સર્જરી અને બીજી સારવારનો સહારો લેવો પડે છે. ઘણી વખતે આ બીમારીની જાણકારી સ્કેન દ્વારા લગાવવી પડે છે. એન્ડોમેટ્રિયોસિસ એક ગંભીર બીમારી છે અને દવા દ્વારા જ તેને કંટ્રોલ કરી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ