બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / વિશ્વ / Employee on sick leave for 15 years, case filed if salary not increased

ગજબ હોં બાકી! / 15 વર્ષથી બીમારીના કારણે રજા પર કર્મચારી, પગાર ન વધ્યો તો કર્યો કેસ, જાણો શું કહ્યું કોર્ટે

Priyakant

Last Updated: 01:57 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Britain News: 15 વર્ષથી રજા ઉપર રહેલા આઇટી કાર્યકરે કંપની સામે કર્યો કોર્ટમાં કેસ, કહ્યું છેલ્લા 15 વર્ષથી તેમના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી, કોર્ટે તેમની દલીલ ફગાવી

  • વરિષ્ઠ આઇટી કાર્યકર જે 15 વર્ષથી હતો માંદગીની રજા પર
  • 15 વર્ષથી રજા ઉપર રહેલા આઇટી કાર્યકરે કંપનીને કોર્ટમાં ખેંચી 
  • કંપનીએ છેલ્લા 15 વર્ષથી તેના પગારમાં વધારો ન કર્યો હોવાનો દાવો 

આપણે કોઈ જગ્યાએ નોકરી કરતાં હોઈએ ત્યારે અનાયાશે જો બીમાર પડીએ તો રજા મૂકી દેતાં હોઈએ છીએ. જોકે બ્રિટનમાં આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.  અહીં એક વરિષ્ઠ આઇટી કાર્યકર જે 15 વર્ષથી માંદગીની રજા પર હતો તેણે તેની કંપનીને કોર્ટમાં ખેંચી હતી.  તેણે કહ્યું કે, કંપનીએ છેલ્લા 15 વર્ષથી તેના પગારમાં વધારો કર્યો નથી. એક રિપોર્ટ અનુસાર ઈયાન ક્લિફોર્ડ જાયન્ટ આઈટી કંપની આઈબીએમમાં ​​કામ કરે છે પરંતુ તે છેલ્લા 15 વર્ષથી બીમાર છે. તેમની LinkedIn પ્રોફાઇલ મુજબ તે 2013થી તબીબી રીતે નિવૃત્ત થયા છે. તેમણે દાવો કર્યો હતો કે, તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 15 વર્ષથી તેમના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. તેણે કંપનીને કોર્ટમાં ખેંચી હતી. પરંતુ કોર્ટે તેમની દલીલ ફગાવી દીધી હતી.

IBMની હેલ્થ પ્લાન મુજબ ક્લિફોર્ડ એક IT નિષ્ણાત વાર્ષિક 54,000 પાઉન્ડ એટલે કે લગભગ 55,30, 556 અને તે 65 વર્ષની ઉંમર સુધી આટલો પગાર મેળવવા માટે હકદાર છે. પરંતુ ક્લિફોર્ડે દલીલ કરી હતી કે, મોંઘવારીના આ યુગમાં આ પગાર પૂરતો નથી. ક્લિફોર્ડ પહેલીવાર સપ્ટેમ્બર 2008માં માંદગીની રજા પર ગયો હતો. વર્ષ 2013માં તેણે કંપનીને પોતાની સમસ્યાઓ વિશે જણાવ્યું. આના પર કંપનીએ તેને તેની ડિસેબિલિટી પ્લાનમાં રાખ્યો હતો જેથી કરીને તેને બરતરફ થવાથી બચાવી શકાય. આ યોજના અનુસાર જો કોઈ વ્યક્તિ કામ કરવા સક્ષમ ન હોય તો તે કર્મચારી તરીકે ચાલુ રહેશે અને તેને કામ કરવાની જરૂર નથી.

File Photo 

આ પ્લાનમાં આવનાર કર્મચારીને રિકવરી અથવા રિટાયરમેન્ટ કે રિટાયરમેન્ટ સુધી સંમત પગારના 75 ટકા મળશે. આ કિસ્સામાં સંમત પગાર £72,037 હતો. આનો અર્થ એ છે કે, ક્લિફોર્ડને 25% કપાત સાથે 2013 થી દર વર્ષે £54,028 મળશે. તેને આ રકમ 30 વર્ષથી વધુ સમય માટે મળશે. પરંતુ ફેબ્રુઆરી 2022માં ક્લિફોર્ડે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો. તેણે કંપની પર વિકલાંગતાના ભેદભાવનો આરોપ લગાવ્યો. તેમણે દલીલ કરી હતી કે, આ યોજનાનો હેતુ એવા કર્મચારીને સુરક્ષા આપવાનો હતો જે કામ કરી શકતા નથી, પરંતુ જો ચુકવણી કાયમ માટે અટકી જાય તો તેનો હેતુ ઉકેલાશે નહીં.

File Photo 

કોર્ટે શું કહ્યું ? 
આ તરફ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે તેની અરજી ફગાવી દીધી હતી. ન્યાયાધીશે કહ્યું કે, ક્લિફોર્ડ સાથે ભેદભાવ કરવામાં આવ્યો ન હતો અને તેની કાળજી લેવામાં આવી હતી. સક્રિય કર્મચારીના પગારમાં વધારો થઈ શકે છે પરંતુ નિષ્ક્રિય કર્મચારીના પગારમાં નહીં. આ બંને વચ્ચેનો તફાવત છે. તે અપંગતાની વાત નથી. ફરિયાદ એવી છે કે, સક્રિય કર્મચારીને મળતો લાભ પૂરતો નથી કારણ કે તે 10 વર્ષ પહેલા નક્કી કરવામાં આવ્યો હતો. તેનો કોઈ અર્થ નથી કારણ કે તેનો લાભ માત્ર અસમર્થ લોકોને જ મળે છે. જો આગામી 30 વર્ષોમાં £50,000 ની રકમ અડધી કરવામાં આવે તો પણ તે લાભદાયક રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ