બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Elon Musk space research company SpaceX's Starship rocket explodes upon launch Starship rockets flew into the air

ફરી ફેલ / VIDEO: દુનિયાનું સૌથી મોટું રોકેટ સ્ટારશિપ લોન્ચની 4 મિનિટમાં થયું બ્લાસ્ટ, એલન મસ્કના સપનાના હવામાં જ ઉડયાં ચીથડા

Pravin Joshi

Last Updated: 08:53 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલોન મસ્કની કંપનીનું સૌથી મોટું રોકેટ સ્ટારશિપ લોન્ચ થયાના થોડા સમય બાદ જ તે હવામાં બ્લાસ્ટ થઈ ગયું હતું. સ્પેસ એક્સ કંપની માટે આ મોટો ફટકો છે. કારણ કે કંપનીને આ રોકેટથી ઘણી આશાઓ હતી.

  • સ્ટારશિપ રોકેટ લોન્ચ થયા બાદ થયું બ્લાસ્ટ
  • આ રોકેટ લોન્ચ કરવાનો આ પહેલો પ્રયાસ હતો
  • આ રોકેટની મદદથી મનુષ્યને અન્ય ગ્રહો પર પણ મોકલી શકાય 

એલોન મસ્કની સ્પેસ રિસર્ચ કંપની સ્પેસ એક્સનું સ્ટારશિપ રોકેટ તેના લોન્ચિંગ થયા બાદ થોડી જ મિનિટોમાં બ્લાસ્ટ થઈ ગયું હતું. જેના પગલે સ્ટારશિપ રોકેટના હવામાં ચીંથરા ઉડી ગયા. આ રોકેટ લોન્ચ કરવાનો આ પહેલો પ્રયાસ હતો. કંપનીના એક અધિકારીએ જણાવ્યું છે કે સ્ટારશિપમાં તે ઝડપી અનપ્લાન્ડ ડિસએસેમ્બલી કહે છે. જો કે મળતી માહિતી મુજબ આ રોકેટને ત્રણ દિવસ પહેલા લોન્ચ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. પરંતુ પછી તેને ગુરૂવારે એટલે કે આજે લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમ કે સ્પેસ કંપની સ્પેસ એક્સે ગુરુવારે સાંજે આ રોકેટ લોન્ચ કર્યું. શરૂઆતમાં બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ ભ્રમણકક્ષામાં જતા પહેલા રોકેટમાં જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે રોકેટ હવામાં જ ધુમાડો બની ગયું હતું.

 

કંપનીને આ રોકેટથી ઘણી આશાઓ હતી

આ ઘટનાનો વીડિયો પણ સામે આવી રહ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ રોકેટ લોન્ચ કર્યા બાદ જમીનથી ખૂબ જ ઉંચાઈએ પહોંચી ગયું હતું. પરંતુ અચાનક તે વિસ્ફોટ થયો. સ્પેસ એક્સ કંપની માટે આ મોટો ફટકો છે. કારણ કે કંપનીને આ રોકેટથી ઘણી આશાઓ હતી.

આખી દુનિયાની નજર સ્ટારશિપ પર હતી

સ્પેસએક્સે રોકેટ વિશે માહિતી શેર કરી હતી કે આ રોકેટની મદદથી મનુષ્યને અન્ય ગ્રહો પર પણ મોકલી શકાય છે. કંપનીએ જણાવ્યું હતું કે એલોન મસ્ક 2029 સુધીમાં માણસોને અવકાશમાં મોકલવા માંગે છે અને ત્યાં મનુષ્યો માટે રહેવાની વ્યવસ્થા પણ કરવા માંગે છે. આ ઓપરેશન માટે સ્ટારશિપ તૈયાર કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે આ અત્યાર સુધીનું વિશ્વનું સૌથી મોટું રોકેટ હતું. તેની ઉંચાઈ 395 ફૂટ એટલે કે 120 મીટર હતી. હાલમાં જ નાસાએ પણ 2025 સુધીમાં અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાની વાત કરી હતી. વૈજ્ઞાનિકોને અવકાશમાં મોકલવા માટે નાસાએ પણ આ સ્ટારશિપ પસંદ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ