બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Elon Musk rejected jack dorsey claim on farmer protest

નિવેદન / ભારતમાં ટ્વિટરના સૌથી મોટા વિવાદ મામલે Elon Musk એ નકાર્યા દાવા, કહ્યું નિયમોનું પાલન નહીં કરીએ તો...

Arohi

Last Updated: 11:11 AM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk On Jack Dorsey Claim: ટેસ્લાના CEO એલન મસ્કે જેક ડોર્સીના દાવાને ફગાવી દીધો છે. હકીકતે ડોર્સીએ થોડા દિવસો અગાઉ એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે ખેડૂત આંદોલન વખતે ટ્વીટર હેન્ડલ્સને બ્લોક કરવા માટે ઘણી ભલામણ કરવામાં આવી હતી. ધમકી આપવામાં આવી હતી કે ભારતમાં ટ્વીટરના અધિકારીઓના ઘરે છાપેમારી કરવામાં આવશે.

  • એલન મસ્કે જેક ડોર્સીના દાવાને ફગાવ્યો
  • ખેડૂત આંદોલન વખતે ટ્વીટર હેન્ડલ્સને બ્લોક કરવાનો દાવો ફગાવ્યો 
  • કહ્યું નિયમોનું પાલન નહીં કરીએ તો...

ટેસ્લાના CEO એલન મસ્કે એક ઈન્ટરવ્યૂમાં ટ્વીટરના પૂર્વ CEO જેક ડોર્સીના ખેડૂત આંદોલનને લઈને કરવામાં આવેલા દાવા પર મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ટ્વીટરની પાસે સ્થાનીક સરકારની વાત માનવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો આપણે સ્થાનીક સરકારના કાયદાનું પાલન નહીં કરીએ તો અમને બંધ કરી દેવામાં આવશે. 

આ અમેરિકાના નિયમોને આખી દુનિયામાં લાગુ ન કરી શકાય. આ નિયમ હેઠળ યથાસંભવ ફ્રી સ્પીચ આપવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે. ત્યાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે મસ્કના નિવેદન પર કહ્યું- અમે તેમના નિયમની સરાહના કરીએ છીએ. આ નિવેદન પીએમના ડિજિટલ ઈન્ડિયાની દિશામાં કરવામાં આવેલા પ્રયત્નોનું પરીણામ છે. 

PM મોદીને મળ્યા એલન મસ્ક
PM મોદીએ મંગળવારે અમેરિકામાં વિવિધ ક્ષેત્રોની પ્રમુખ હસ્તિઓ સાથે મુલાકાત કરી. તે ટેસ્લાના સીઈઓ એલન મસ્કને પણ મળ્યા. આ અવસર પર મસ્કે કહ્યું કે ભારતમાં કોઈ પણ બીજા મોટા દેશોની તુલનામાં વધારે તકો છે. તે ભારતના ભવિષ્યને લઈને અવિશ્વસનીય રૂપથી ઉત્સાહિત છે.

આ સમયે એલન મસ્કને જ્યારે કિસના આંદોલનને લઈને લગાવેલા જેક ડોર્સીના આરોપો વિશે પુછવામાં આવ્યું તે તેમણે કહ્યું કે સૌથી સારૂ અમે જે કરી શકીએ તે કોઈ પણ દેશમાં કાયદાનું પાલન કરવાનું છે. અમારા માટે તેનાથી વધારે કરવું અસંભવ છે. અલગ અલગ સરકારેના નિયમ અને કાયદા પણ અલગ હોય છે અને અમે કાયદા હેઠળ સંભવ ફ્રી સ્પીપ આપવા માટે પોતાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું. 

ડોર્સીએ આ આપ્યું હતું આવું નિવેદન 
જેક ડોર્સીએ હાલમાં જ એક ઈન્ટવ્યૂમાં પુછવામાં આવ્યું કે શું ક્યારેય કોઈ સરકારની તરફથી તેના પર દબાણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે? તેના જવાબમાં ડોર્સીએ કહ્યું, "એવું ઘણી વખત થયું. ભારતમાં જ જોઈ લો. કિસાન આંદોલનના વખતે ટ્વીટર હેન્ડલ્સને બ્લોક કરવાની ઘણી ભલામણ કરવામાં આવી હતી. તેમાં એવા પત્રકાર શામેલ હતા જે સરકારની આલોચના કરી રહ્યા હતા. તે સમયે ધમકી આપવામાં આવી હતી કે ભારતમાં ટ્વીટરને બંધ કરી દેશે. અમે તમારા અધિકારીઓના ઘરે છાપામારી કરીશું. જો તમે સૂટનું પાલન નહીં કરો તો તમારી ઓફિસને બંધ કરી દઈશું અને આ ભારત છે, એક લોકતાંત્રિક દેશ."

ભારત આવશે એલન મસ્ક 
ત્યાં જ ભારતીય બજારમાં ટેસ્લાના આવવાના સવાલ પર મસ્કે કહ્યું કે તે આવતા વર્ષે ભારત પ્રવાસ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું, "મને વિશ્વાસ છે કે ટેસ્લા જલ્દી જ ભારતમાં કામ શરૂ કરશે." મસ્કે કહ્યું, "હું PM મોદીને તેમનો સપોર્ટ કરવા માટે ધન્યવાદ કરૂ છું. આશા છે કે અમે જલ્દી જ ભારતમાં રોકાણ કરી એક મહત્વની અને મોટી જાહેરાત કરીશું. PM મોદી હકીકતે ભારતની ચિંતા કરે છે. મસ્કે પીએમ સાથે વાતચીતમાં કહ્યું કે ભારત અને ઉર્જાના ક્ષેત્રમાં સારૂ રોકાણ કરી રહ્યું છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ