બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Elon Musk Neuralink Project to start human trial of brain implant for paralysis patients
Arohi
Last Updated: 11:14 AM, 20 September 2023
ADVERTISEMENT
દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક Elon Muskને એક મોટી ઉપલબ્ધિ હાસિલ થઈ છે. Elon Muskના બ્રેઈન ચિપ સ્ટાર્ટઅપ Neuralinkએ મંગળવારે જણાવ્યું કે તેમને વ્યક્તિના મગજમાં ચિપ લગાવવાને લઈને પહેલુ અપ્રૂવલ મળી ગયું છે.
તેના માટે મસ્કની કંપનીએ પહેલા વ્યક્તિની શોધ શરૂ કરી દીધી છે. જેને એક રિક્રૂટમેન્ટ પ્રોસેસના માધ્યમથી દાખલ કરવામાં આવશે. આ ટ્રાયલ વખતે પેરાલિસિસ પેશન્ટ પર ચિપસેટનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
આવા લોકો પર ટ્રાયલ
તેના માટે એવા વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે. જેને 'સર્વાઈકલ સ્પાઈનલ કોર્ડ'ના કારણે પેરાલિસિસ થઈ ચુક્યું છે અથવા તો 'અમાયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ' જેવી બીમારીની જપેટમાં આવી ચુક્યા છે. જોકે હાલ તેની કોઈ જાણકારી નથી મળી કે આ સ્ટડીમાં કુલ કેટલા પેશન્ટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ સ્ટડીને પુરી કરવા માટે લગભગ 6 વર્ષનો સમય લાગશે.
ADVERTISEMENT
આ રીતે થશે રિસર્ચ
આ સ્ટડીમાં એક રોબોટ સર્જરી કરીને વ્યક્તિના મગજ પર એક બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસને પોઈન્ટ કરશે. તેની મદદથી તે આ ચિપ મૂવ અને ઈન્ટેન્શનને રિસીવ કરશે. તેના બાદ આગળ કમાંડ આપશે. ત્યાર બાદ આ ચિપસેટની સાથે કમ્પેટેબલ ડિવાઈસ તે કમાન્ડને રિસીવ કરશે અને આગળ કામ કરશે.
Neuralinkએ જણાવ્યું કે શરૂઆતી સ્ટેજમાં તેનો ગોલ કોમ્પ્યુટર કર્સર અને કીબોર્ડને કંટ્રોલ કરવાનો છે. આ કંટ્રોલ કમાન્ડ સીધુ મગજમાં ફીટ કરેલા ચિપસેટને મળશે. તેના બાદ કર્સર મૂવ કરવાનું શરૂ કરશે અને કીબોર્ડથી ટાઈપિંગ થશે. ઉદાહરણથી સમજીયે તો પેરાલિસિસ પીડિત બ્રેઈનમાં લાગેલી ચિપ બાદ તે ફક્ત વિચારીને માઉસના કર્સરને ચલાવી શકે છે.
ADVERTISEMENT
સિક્કાના આકારની હોઈ શકે છે ચિપ
ન્યૂરાલિંકે એક ડિવાઈસ બનાવ્યું છે. જે એક સિક્કાના આકારનું હોય છે. આ ચિપને લિંકના નામથી ઓળખાય છે. આ ડિવાઈસ કોમ્પ્યુટર, મોબાઈલ ફોન કે કોઈ અન્ય ઉપકરણને બ્રેઈન એક્ટિવિટીથી સીધુ કંટ્રોલ કરવાની ક્ષમતા ઘરાવે છે.
ADVERTISEMENT
10 લોકોના અપ્રૂવલની માંગ
Neuralinkને શરૂઆતમાં આશા હતી કે તેને 10 લોકો પર ટ્રાયલ કરવાની પરમિશન મળી શકે છે. જોકે બાદમાં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યો. જોકે હાલ તેની જાણકારી નથી કે Neuralinkને કેટલા લોકો પર ટ્રાયલની પરમિશન મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.