બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / elon musk lose 75 million dollar by end of this year for tweet supporting anti semitism

મુશ્કેલી / યહૂદીઓ પરનું ટ્વિટ એલન મસ્કને પડશે સાડા સાત કરોડ ડોલરમાં! આવ્યો મસમોટું નુકસાન વેઠવાનો વારો

Manisha Jogi

Last Updated: 12:31 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક કંપનીઓએ સોશિયલ મીડિયા કંપની X પર માર્કેટિંગ કેમ્પેઈન પર પ્રતિબંધ મુકી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એલન મસ્કના એક ટ્વિટના કારણે આ પ્રકારે થઈ રહ્યું છે. મસ્ક યહૂદી વિરોધી હોવાના આરોપ મુકવામાં આવી રહ્યા છે.

  • Xને સાડા સાત કરોડ ડોલરનું નુકસાન થઈ શકે છે
  • મસ્કના એક ટ્વિટના કારણે થશે કરોડોનું નુકસાન
  • મસ્કર પર યહૂદી વિરોધી હોવાનો આરોપ

એલન મસ્કની સોશિયલ મીડિયા કંપની Xને આ વર્ષના અંતમાં સાડા સાત કરોડ ડોલરનું નુકસાન થઈ શકે છે. કંપનીના એડવર્ટાઈઝિંગ રેવન્યૂ પર અસર થશે. અનેક કંપનીઓએ સોશિયલ મીડિયા કંપની X પર માર્કેટિંગ કેમ્પેઈન પર પ્રતિબંધ મુકી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એલન મસ્કના એક ટ્વિટના કારણે આ પ્રકારે થઈ રહ્યું છે. મસ્ક પર આરોપ મુકવામાં આવી રહ્યા છે કે, તે યહૂદી વિરોધી છે. 

અનેક કંપનીઓએ X પર માર્કેટિંગ કેમ્પેઈન પ્રતિબંધ મુક્યો
એલન મસ્કે થોડા સમય પહેલા યહૂદી વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટનું સમર્થન કર્યું હતું. જેના કારણે મસ્ક યહૂદી વિરોધી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. અમેરિકી સરકારે પણ એલન મસ્કની ટીકા કરી હતી. વોલ્ટ ડિઝની અને વોર્નર બ્રધર્સ સહિત અનેક કંપનીઓએ X પર માર્કેટિંગ કેમ્પેઈન પર પ્રતિબંધ મુકી દીધો છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સપ્તાહે 200થી વધુ એડ યુનિટ્સ બંધ કરવામાં આવ્યા છે, જેમાં Airbnb, Amazon, Coca Cola અને Microsoft જેવી મોટી કંપનીઓની એડ શામેલ છે.

એલન મસ્કે કેસ કર્યો
કંપનીની 1.1 કરોડ ડોલરની આવક હાલમાં જોખમમાં છે અને આ આંકડો વધી શકે છે. Xએ મીડિયા વોચડોગ ગૃપ મીડિયા મેટર્સ પર કેસ કર્યો છે. Xએ આરોપ મુક્યો છે કે, મીડિયા મેટર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનું નામ ખરાબ કરી રહ્યું છે. મીડિયા મેટર્સે એક રિપોર્ટ વાયરલ કર્યો હતો જેમાં આરોપ મુકવામાં આવ્યો હતો કે, એપ્પલ અને ઓરેકલ વગેરે જેવી ઘણી મોટી બ્રાન્ડ્સ એડોલ્ફ હિટલર અને નાઝી પાર્ટી સાથે સંબંધિત પોસ્ટની સાથે જોવા મળી હતી. એલોન મસ્કએ X ખરીદ્યુ છે ત્યારથી એક્સના એડવર્ટાઈઝિંગ રેવન્યૂમાં ઘટાડો થયો છે. 

કયા ટ્વિટ પર વિવાદ ઊભો થયો
થોડા સમય પહેલા એક્સ પર યહૂદી વિરોધ સામે એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો. એક યૂઝરે પોસ્ટનો જવાબ આપતા કમેન્ટ કરી હતી કે, ‘યહૂદી સમુદાય, ગોરા લોકોની સામે દ્વંદાત્મક નફરતને પ્રોત્સાહન આપી રહ્યું છે. જેથી તેઓ ઈચ્છે છે કે, લોકો તેમની સામે તેનો ઉપયોગ ના કરે. એલન મસ્કે આ પોસ્ટને લાઈક કરીને જવાબ આપ્યો કે, ‘તમે સાચું કહ્યું છે.’ મસ્કના આ ટ્વિટને યહૂદીના વિરોધમાં જોવામાં આવી રહ્યું છે અને મસ્કની ટીકા કરવામાં આવી રહી છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ