બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Elon musk govt pib fact check twitter account blue tick removed replied

પ્રતિક્રિયા / 'Blue Tick' હોય કે ના હોય, અમે લોકોને વેરિફાઇ....', સરકારના આ વિભાગે ટ્વિટ કરીને જુઓ શું કહ્યું

Last Updated: 05:01 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી વિભાગના આ અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટીક દૂર થઈ જતા તેમણે અનોખી રીતે આ વાતનો જવાબ આપ્યો છે. તમે પણ જુઓ આ આકર્ષક અંદાજમાં આપેલ જવાબ.

  • ટ્વિટરમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
  • અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટીક દૂર.
  • સરકારે કટાક્ષમાં આપ્યો જબરદસ્ત જવાબ.

એલન મસ્કના હાથમાં ટ્વિટર આવતા જ ટ્વિટરમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. બ્લૂ ટીકની મદદથી તેમણે કમાણીનું નવું સાધન ઊભું કર્યું છે. જેના કારણે જૂના લીગેસી બ્લૂ ટીક દૂર થઈ રહ્યા છે. સરકારી વિભાગના આ અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટીક દૂર થઈ જતા તેમણે અનોખી રીતે આ વાતનો જવાબ આપ્યો છે. સૂચના પ્રસારણ મંત્રાલય હેઠળ સૂચના કાર્યાલય PIB ફેક્ટ ચેક એકાઉન્ટ પણ ચલાવી રહ્યું છે, જેના પરથી બ્લૂ ટીક હટી ગઈ છે. PIB ફેક્ટ ચેક એકાઉન્ટ પરથી કટાક્ષ ભર્યો જવાબ આપવામાં આવ્યો છે. 

‘વેરિફાઈડ ઈન્ફોર્મેશન જ મળશે’
PIB ફેક્ટ ચેક એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘અમારી પાસે બ્લૂ ટીક રહે કે ના રહે, લોકોને વેરિફાઈડ ઈન્ફોર્મેશન જ આપવામાં આવશે.’ ટ્વિટરે બ્લૂ ટીક માટે સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં મોબાઈલ ટ્વિટરનો ઉપયોગ કરતા વ્યક્તિઓ માટે માસિક 900 રૂપિયાનો પ્લાન અને વેબ માટે માસિક 650 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. 

સરકારી વિભાગ અને પ્રાઈવેટ કંપનીઓએ માસિક 82,300 રૂપિયામાં આ પ્લાન ખરીદવાનો રહેશે. PIB ફેક્ટ ચેક લોકોને સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ચાલતી ભ્રામક જાણકારીઓ અંગે સચેત કરવાનું કામ કરે છે. આ સરકારી યોજના હેઠળ જે પણ અફવા ફેલાવવામાં આવે છે, તેના પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે છે. 

તમે પણ મોકલી શકો છો સવાલ
જો તમને પણ સરકાર સાથે જોડાયેલ કોઈ જાણકારી ભ્રામક લાગી રહી છે અથવા તમારી પાસે સરકારી યોજનાઓના કામકાજ બાબતે એવી જાણકારી છે, જેનાથી લોકોને ભ્રમિત કરવામાં આવે, તો તમે તમારો સવાલ મોકલીને PIB ફેક્ટ ચેક પાસે તે બાબતે સત્ય જાણકારી મેળવી શકો છો. 

જે માટે [email protected] પર સૂચના મોકલવાની રહેશે. તમે સોશિયલ મીડિયા પર #PIBFactCheck સાથે સૂચના મોકલી શકો છો. ઉપરાંત 8799711259 નંબર પર કોલ અથવા વ્હોટ્સએપ મેસેજ કરીને તે જાણકારી સત્ય છે કે, અસત્ય તે જાણી શકાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk PIB ફેક્ટ ચેક Twitter Twitter Blue Tick Verified Account pib fact check એલન મસ્ક ટ્વિટર ટ્વિટર બ્લૂ ટીક વેરિફાઈડ એકાઉન્ટ Twitter
Vikram Mehta
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ