બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Elon Musk gave a challenge to fight, then Zuckerberg was ready, said 'Send the location'

Musk vs Zuckerberg / લડાઈ કરવા માટે એલોન મસ્કે આપી ચેલેન્જ તો તૈયાર થઈ ગયા ઝુકરબર્ગ, કહ્યું 'લોકેશન મોકલો'

Megha

Last Updated: 02:03 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ ટૂંક સમયમાં 'કેજ મેચ' લડવા જઈ રહ્યા છે. તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા આ વિશે વાતચિત કરી છે

  • એલન મસ્ક માર્ક ઝકરબર્ગ સાથે કેજ મેચ લડવા ઈચ્છે છે 
  • કેજ મેચ માટે પડકાર ફેંક્યો તો ઝકરબર્ગે આ ચેલેન્જ સ્વીકારી લીધી
  • ઇન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી શેર કરીને લોકેશન મોકલવા કહ્યું

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ સાથે કેજ મેચ લડવા ઈચ્છે છે. તેણે માર્ક ઝકરબર્ગને કેજ મેચ માટે પડકાર ફેંક્યો અને માર્ક ઝકરબર્ગે આ ચેલેન્જ સ્વીકારી લીધી છે અને તે મેચ માટે તૈયાર છે. જણાવી દઈએ કે મસ્કને આગલા દિવસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એક સ્ટોરી શેર કરીને લોકેશન મોકલવા કહ્યું છે. જેના જવાબમાં મસ્કે ટ્વીટ કરીને તેમને લોકેશન જણાવ્યું છે.

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ ટૂંક સમયમાં 'કેજ મેચ' લડવા જઈ રહ્યા છે. તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ દર્શાવે છે કે તે આ લડાઈની યોજના બનાવી રહ્યો છે. 51 વર્ષીય મસ્ક તાજેતરમાં તેની પ્રથમ બ્રાઝિલિયન જીયુ-જિત્સુ ટુર્નામેન્ટ જીતી હતી ત્યારે તેને ફેસબુકના સ્થાપક ઝકરબર્ગને પડકાર આપ્યો હતો. 39 વર્ષીય મેટા સીઈઓ જે મિક્સ્ડ માર્શલ આર્ટ (MMA) ફાઇટર છે, તેણે મસ્કની ટ્વીટનો સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામ પર કેપ્શન સાથે પોસ્ટ કર્યો - લોકેશન મોકલો 

આ સમગ્ર મામલો ટ્વિટર ઓફ મેટા જેવી એપ લાવવા સાથે સંબંધિત છે. વાત એમ છે કે માર્ક ઝકરબર્ગ ટ્વિટરના હરીફને લાવવા માંગે છે અને તેના પર કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ માટે ટ્વિટરના માલિક મસ્કએ મેટાના સીઈઓને ઓનલાઈન કેજ ફાઈટ માટે પડકાર ફેંક્યો હતો, જેને હવે માર્કે સ્વીકારી લીધો છે. 

ફેસબુકના ફાઉન્ડરે એલોન મસ્કની ટ્વીટનો જવાબ આપ્યો છે કે તે ઝકરબર્ગ સાથે "કેજ મેચ માટે તૈયાર છે". મેટા સીઇઓએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર "લોકેશન " કેપ્શન સાથે મસ્કની ટ્વીટનો સ્ક્રીનશોટ પોસ્ટ કરીને બદલો લીધો.

રિપોર્ટ્સમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ઝકરબર્ગના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરવામાં આવેલી પોસ્ટ કોઈ મજાક નથી. ધ વર્જના અહેવાલમાં મેટાના પ્રવક્તાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઝકરબર્ગની સોશિયલ મીડિયા પોસ્ટ મજાક નથી અને માર્ક ઝકરબર્ગ માર્શલ આર્ટ જાણે છે, જ્યારે મસ્ક કોક્યોકુશીન કરાટે, તાઈકવૉન્ડો, જુડોમાં તાલીમ પામે છે.

મસ્કે કહ્યું કે તે વેગાસ ઓક્ટાહોમમાં લડવા માંગશે. મેટા એક નવું 'ટેક્સ્ટ શેરિંગ' સોશિયલ મીડિયા નેટવર્ક શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ રિપોર્ટને ધ્યાનમાં રાખીને મસ્કે પડકાર રજૂ કર્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ