બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Elevated levels of triglycerides are also associated with the greatest risk for heart attack.

હેલ્થ ટિપ્સ / અચાનક આવનારા હાર્ટ એટેકથી બચવું છે? તો આજથી જ લાઇફસ્ટાઇલમાં લાવો આ 5 બદલાવ

Kishor

Last Updated: 11:49 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાઈગ્લિસરાઈડ્સનું વધતું પ્રમાણ પણ હાર્ટ એટેક માટે સૌથી મોટા જોખમ સમાન છે. જો તે ખરાબ કોલેસ્ટ્રોલની સાથે વધી જાય તો મામલો વધુ ખતરનાક બની જાય છે.

  • યુવાઓમાં વધતા જતા હાર્ટ એટેકના ખતરા સામે જવાબદાર લાઇફસ્ટાઇલ
  • લોહીમાં ટ્રાઇગ્લિસરાઈડ્સની વધુ માત્રા ધમનીઓ સખત થઈ શકે છે
  • પરિણામે એટેક સહિતના રોગનો વધી શકે છે ખતરો

માણસના શરીરમાં ઘણા પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જેનું પ્રમાણ વધતા જ તે જીવનનું દુશ્મન પણ બની જાય છે. તેમાં પણ હદય માટે કોલેસ્ટ્રોલ સૌથી ખરાબ માનવામાં આવે છે. તે જ રીતે ટ્રાઈગ્લિસરાઈડ્સને પણ માનવ શરીર માટે સૌથી ઘાતક ગણવામાં આવે છે. ટ્રાઈગ્લિસરાઈડ્સનું વધતું પ્રમાણ પણ હાર્ટ એટેક માટે સૌથી મોટા જોખમ સમાન છે. જો તે ખરાબ કોલેસ્ટ્રોલની સાથે વધી જાય તો મામલો વધુ ખતરનાક બની જાય છે. લોહીમાં ટ્રાઇગ્લિસરાઈડ્સની વધુ માત્રા ધમનીઓ સખત થઈ શકે છે. પરિણામે આર્ટીયોસ્ક્લેરોસિસ થવાનું કારણ બને છે. ધમનીઓ સખત અને પાતળી થતા ફાટવાનો ડર અને લોહી ગંઠાઈ જવાના જોખમ વચ્ચે હાર્ટ એટેકનો ખતરો વધે છે. 

હાર્ટ એટેક આવતા પહેલાં શરીર આપે છે આ સંકેત, ભૂલથી પણ તેની અવગણના ન કરતાં |  Early Signs of a Heart Attack

ટ્રાઇગ્લાઇસેરાઇડ્સની સામાન્ય 150 મિલિગ્રામ પ્રતિ ડેસિલિટર અથવા 1.7 મિલિમોલ્સ પ્રતિ લિટર હોવી જોઈએ. જે વધે તો શરીર સામે અનેક જોખમ ઉભા થાય છે.


બીનઆરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન અટકાવો
હાર્ટ એટેકના ખતરા સામે બિનઆરોગ્યપ્રદ વસ્તુઓથી દૂર રહેવું પડશે. પ્રોસેસ્ડ ફૂડ, ઠંડા પીણાં, શરબત, પ્રાણી ઉત્પાદનો ધરાવતી વસ્તુઓ, વધુ પડતી તળેલી વસ્તુઓ અને વધુ પડતી મીઠી વસ્તુઓથી દુર રહેવું જોઈએ.

હવે 3 વર્ષ પહેલા જ ખબર પડી જશે કે તમને હાર્ટ એટેક આવવાનો છે, વૈજ્ઞાનિકોએ  શોધી ગજબ ટેક્નિક | danger of heart attack could be detected 3 years ahead  study research could
 વજન ઘટાડવું 

શરીરમાં વધારાની કેલરીના સંચય પછી, જ્યારે તે યોગ્ય રીતે ખર્ચવામાં આવતી નથી, ત્યારે મોટાપો માથું ઊંચકતો હોય છે. પહેલેથી જ સંચિત કેલરી ટ્રાઇગ્લિસરાઇડ્સમાં વધારો કરશે. તેથી, વજન ઘટાડીને, ટ્રિગ્લાઇસેરાઇડ્સ પણ ઘટાડવાનું શરૂ કરશે.

સિગારેટ અને આલ્કોહોલથી બચવું

જ્યારે શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ જમા હોય ત્યારે સિગારેટ અને આલ્કોહોલનું સેવન પણ જીવલેણ બની શકે છે. આલ્કોહોલમાં ઉચ્ચ કેલરી ખાંડ હોય છે અને તેના સેવનથી તે કેલેરીમાં પરિવર્તન કરે છે. પરિણામે એટેકનું જોખમ વધે છે.

નિયમિત વ્યાયામ

જો ટ્રાઈગ્લિસરાઈડ્સ કે કોલેસ્ટ્રોલના વધતા પ્રમાણ સામે નિયમિત કસરત એક જ મહત્વનો રસ્તો છે. દરરોજ 30 મિનિટથી 45 મિનિટની શારીરિક પ્રવૃત્તિ ટ્રાઇગ્લિસરાઈડ્સ અથવા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 


સ્વસ્થ આહાર
ખતરાથી બચવા સ્વસ્થ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. તંદુરસ્ત આહાર માટે, દરરોજ લીલા પાંદડાવાળા મોસમી શાકભાજી, તાજા ફળો અને આખા અનાજનું સેવન કરો. વધુ સારો આહાર એ વધુ સારું તંદુરસ્ત આયુષ્ય આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ