બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગર / Election of Bharat Barad as Mayor of Bhavnagar and Mona Parekh as Deputy Mayor
Malay
Last Updated: 11:38 AM, 12 September 2023
ADVERTISEMENT
મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિયુક્તિ: ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થતા આજે મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગરના ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની વરણી કરવામાં આવી છે.
BIG BREAKING | ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડનું નામ જાહેર, તો ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની વરણી, રાજુ રાબડિયા બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા તરીકે કિશોર ગુરૂમોખાની વરણી જ્યારે દંડક તરીકે ઉષાબેન બધેકાનું નામ જાહેર #gujaratnews #bhavnagarnews #newnayor… pic.twitter.com/oDTTEBmWn7
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 12, 2023
ADVERTISEMENT
શાસક પક્ષના નેતા અને દંડકના નામ જાહેર
ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયાને બનાવાયા છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે કિશોર ગુરુમોખાણીની નિયુક્તિ કરવામાં આવી છે. દંડક તરીકે ઉષાબેન બધેકાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક
- ભાવનગર મેયરઃ ભરત બારડ
- ડે.મેયરઃ મોના પારેખ
- શાસક પક્ષના નેતાઃ કિશોર ગુરૂમોખાણી
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનઃ રાજુ રાબડિયા
- દંડકઃ ઉષાબેન બધેકા
જામનગરને મળ્યા નવા મેયર
જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદેદારોના નામો જાહેર કરી દેવાયા છે. જેમાં જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસુરીયા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આશિષ જોષીના નામ પર મહોર લાગી છે. આજે જામનગર મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરાઇ છે.
પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરાઈ હતી યાદી
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદેશ નેતાઓ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કાઉન્સિલરો અને પદાધિકારીઓ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જે બાદ પ્રદેશના નેતાઓ દ્વારા એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જે યાદીને તેઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક રજૂ કરી હતી. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પ્રદેશ મોવડી મંડળે હોદ્દાદારોના નામ પર મહોર લગાવી દીધી હતી. જ્યારે આજે ભાવનગર-જામનગર મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.