બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ekyc process for farmers for pm kisan scheme how to do ekyc
Last Updated: 12:39 PM, 1 March 2024
કેન્દ્ર સકરાર ખેડૂતોની આવક વધારવા માટે જુદી જુદી યોજનાઓ ચલાવે છે. આવી ઘણી બધી યોજનાઓ વિશે તમને પણ ખ્યાલ હશે. પરંતુ ખેડૂતોને આ યોજનાઓ વિશે માહિતી મળતી રહે અને તેમનું કામ સરળ બને તે માટે સરકાર નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. 22 જૂન 2023ના રોજ કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ માટે એક નવી મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી હતી. આ મોબાઈલ એપ દ્વારા ખેડૂતો ઘરે બેઠા બેઠા પીએમ કિસાન સ્કીમ માટે કેવાયસી કરી શકે છે. આ કેવાયસી કરવાથી ખેડૂતોને જુદી જુદી સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે છે.
ADVERTISEMENT
પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો ખેડૂતો આ પ્રક્રિયા પૂરી ન કરે, તો તેમને પીએમ કિસાન યોજના અંતર્ગત જે માસિક હપતો મળે છે, તે નહીં મળે. આવી સ્થિતિમાં જે ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત કેવાયસી કરાવવાનું બાકી છે, તેઓ મોબાઈલ એપ દ્વારા માત્ર સાર સ્ટેપ્સની મદદથી જ ઈ કેવાયસી કરાવી શકે છે.
ADVERTISEMENT
1. સૌથી પહેલા પ્લે સ્ટોર પર જઈને પીએમ કિસાન એપ ડાઉનલોડ કરો.
2. હવે એપમાં આધાર નંબર અને બેનિફિશયરી આઈડી નાખીને લોગઈન કરો.
3. હવે મોબાઈલ નંબર પર ચાર આંકડાનો ઓટીપી આવશે, તે એન્ટર કરો.
4. લોગ ઈન કરતા જ ફેસ ઓથેન્ટિકેશન પ્રોસેસ દ્વારા તમારું ઈ કેવાયસી કમ્પલિટ કરો.
ADVERTISEMENT
કૃષિ મંત્રાલય દ્વારા આ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી હતી, જેથી ખેડૂતો ઘરે બેઠા બેઠા સરળતાથી ઈ કેવાયસી કરી શકે છે. આ એપમાં એક ખાસ ફીચર ફેસ ઓથેન્ટિકેશનનું આપવામાં આવ્યું છે.આ એપ ખેડૂતોના ચહેરાને વેરિફાય કરે છે, અને તેના આધારે જ પીએમ કિસાન યોજનાના પૈસા ખેડૂતોના ખાતામાં જમા થાય છે.
पीएम किसान मोबाइल एप की मदद से ई-केवाईसी करना हुआ आसान!
— Agriculture INDIA (@AgriGoI) February 28, 2024
.
पीएम किसान मोबाइल एप के साथ किसान आसानी से घर बैठे फेस ऑथेंटिकेशन फीचर की मदद से बिना वन टाइम पासवर्ड और फिंगरप्रिंट के अपनी ई-केवाईसी कर सकते हैं।#PMKisan #PMKisan16thinstallment #PMKisanSammanNidhi pic.twitter.com/PU6WiDNpqx
ADVERTISEMENT
ADVERTISEMENT
પીએમ કિસાની નવી એપ ખેડૂતોને ખૂબ જ ઉપયોગી છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ ખેડૂતોને તેમને લગતી યોજના અને પીએમ કિસાન યોજનાની સહાય અંગે માહિતી આપતી રહે છે. આ એપનો જ ઉપયોગ કરી ને ખેડૂતો કયા પ્રકારના બીજ નાખવા, આધારને બેન્ક ખાતા સાથે જોડવું, ઈ કેવાયસી સ્ટેટસ પણ ચેક કરી શકે છે.
ADVERTISEMENT
જેમ તમે તમારા બેન્ક અકાઉન્ટ માટે કેવાયસી કરાવો છો, તેવી જ રીતે કિસાન યોજનાનો લાભ લેવા માટેનું કેવાયસી છે. બેન્કમાં કેવાયસી કરવા માટે જરૂરી કાગળ જમા કરાવવાના હોય છે, તેમ જ આ ઈ કેવાયસી માટે આધાર સૌથી જરૂરી દસ્તાવેજ છે. તેમાં મોબાઈલ નંબર પણ સામેલ છે, જે કેવાયસીમાં આપવો જરૂરી છે. આના આધારે જ કેવાયસીની પ્રક્રિયા પૂરી થાય છે. પીએમ કિસાન સ્કીમ માટે પણ આ જ નિયમ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.