બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Eknath Shinde and Fadnavis met Amit Shah

એલાન / એકનાથ શિંદે અને ફડણવીસે કરી અમિત શાહ સાથે મુલાકાત, આગામી ચૂંટણીને લઇ લેવાયો મોટો નિર્ણય

Priyakant

Last Updated: 12:10 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Political News: મહારાષ્ટ્રના મહાવિકાસ અઘાડીના નેતાઓ અવાર-નવાર દાવો કરતા રહે છે કે, શિંદે સરકાર જલ્દી પડી જશે. પરંતુ શિંદે અને ભાજપ વચ્ચે ગઠબંધન વધુ મજબૂત થઈ રહ્યું છે

  • મહારાષ્ટ્રના રાજકારણને લઈ ફરી એકવાર મોટા સમાચાર 
  • એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ સાથે કરી મુલાકાત 
  • ભાજપ અને શિવસેના આગામી તમામ ચૂંટણીઓ ગઠબંધન કરીને લડશે

મહારાષ્ટ્રના રાજકારણને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રના મહાવિકાસ અઘાડીના નેતાઓ અવાર-નવાર દાવો કરતા રહે છે કે, શિંદે સરકાર જલ્દી પડી જશે. પરંતુ શિંદે અને ભાજપ વચ્ચે ગઠબંધન વધુ મજબૂત થઈ રહ્યું છે. આ ગઠબંધનને વધુ મજબૂત કરવા માટે રાજ્યના CM એકનાથ શિંદે અને Dy.CM દેવેન્દ્ર ફડણવીસ રવિવારે દિલ્હીના પ્રવાસે ગયા હતા. જ્યાં તેઓએ કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.  

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે  CM એકનાથ શિંદે અને Dy.CM દેવેન્દ્ર ફડણવીસે મુલાકાત કરી છે. આ બેઠકમાં રાજ્યના રાજકારણને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભાજપ અને શિવસેના આગામી તમામ ચૂંટણીઓ ગઠબંધન કરીને લડશે. આ ચૂંટણીઓમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓનો સમાવેશ થાય છે.

આ બેઠક પહેલા શિંદે પવારને મળ્યા હતા 
મુખ્યમંત્રી એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત પહેલા જ એવી અટકળો વહેતી થઈ હતી કે, રાજ્યના રાજકારણમાં કંઈક મોટું થવાની સંભાવના છે. કારણ કે NCPના વડા શરદ પવાર પણ તેમની દિલ્હી મુલાકાત પહેલા તેમને મળ્યા હતા. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ઉદ્ધવ ઠાકરે વિદેશ પ્રવાસે ગયા છે. મુખ્યમંત્રી બન્યા બાદ શરદ પવાર શિંદેના ઘરે ગયા અને તેમને પહેલીવાર મળ્યા.

સંજય રાઉતે શિંદેની દિલ્હી મુલાકાત પર ટોણો માર્યો 
એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત પર કટાક્ષ કરતા રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રનું હાઈકમાન્ડ દિલ્હીમાં છે. તમે જેને વાસ્તવિક શિવસેના કહો છો તે વાસ્તવિક શિવસેના નથી. અસલી શિવસેના દિલ્હી નથી જતી, દિલ્હી ગયા પછી નમતી નથી. મહારાષ્ટ્રના નિર્ણયો મુંબઈમાં લેવાતા હતા પરંતુ હવે દિલ્હીમાં થઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ