બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Education ministry asks all states to fix six years as minimum age for admission in Class 1

કેન્દ્રનો નિર્ણય / બાળકોને સ્કૂલોમાં દાખલ કરવાની ઉંમર વધારી સરકારે, હવે 5ને બદલે આટલા વર્ષે ભણવા મૂકી શકાશે

Hiralal

Last Updated: 05:38 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને પહેલા ધોરણમાં બાળકો બેસાડવાની ઉંમર 6 વર્ષ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.

  • સ્કૂલોમાં પહેલા ધોરણમાં બાળકોને દાખલ કરવાની ઉંમરમાં ફેરફાર
  • 5 વર્ષને બદલે 6 વર્ષે પહેલા ધોરણમાં દાખલ કરી શકાશે
  • કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને આપ્યો આદેશ 

છોકરાને પહેલા ધોરણમાં દાખલ કરવાની ઉંમરને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે આજે તમામ રાજ્યોને બાળકોને પહેલા ધોરણમાં દાખલ કરવાની ઉંમર તરીકે પાંચ વર્ષ નહીં પરંતુ 6 વર્ષ રાખવાનો નિર્દેશ આપીને તેનું પાલન કરવાનું જણાવી દીધું છે. 

3 વર્ષનું પ્રી સ્કુલિંગ શિક્ષણ જરુરી
માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) અનુસાર, મૂળભૂત તબક્કામાં તમામ બાળકો (3 થી 8 વર્ષની વચ્ચેની વયના) માટે પાંચ વર્ષની શીખવાની તકોનો સમાવેશ થાય છે, જેમાં ત્રણ વર્ષનું પૂર્વશાળા શિક્ષણ અને પછી ધોરણ 1 અને 2 નો સમાવેશ થાય છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઉંમરમાં ફેરફાર  
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પૂર્વ-શાળાથી બીજા ધોરણ સુધીના બાળકોના અવિરત શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપે છે. આંગણવાડીઓ અથવા સરકારી, સરકારી સહાયિત, ખાનગી અને એનજીઓ દ્વારા સંચાલિત પ્રિસ્કૂલ કેન્દ્રોમાં અભ્યાસ કરતા તમામ બાળકો માટે ત્રણ વર્ષના ગુણવત્તાયુક્ત પૂર્વશાળા શિક્ષણની સુલભતા સુનિશ્ચિત કરીને જ આ કરી શકાય છે. અધિકારીએ ઉમેર્યું હતું કે, મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓને સ્કૂલોમાં બાળકોને દાખલ કરવાની ઉંમર 6 વર્ષ રાખવાનો નિર્દેશ આપ્યો છે. 

હાલમાં બાળકોને સ્કૂલોમાં દાખલ કરવાની ઉંમર 5 વર્ષ છે 
ઉલ્લેખીય છે કે સ્કૂલોમાં બાળકોને દાખલ કરવાની ઓછામાં ઓછી ઉંમર 5 વર્ષ છે પરંતુ હવેથી સ્કૂલોએ 6 વર્ષ રાખવી પડશે. કેન્દ્રનો આદેશ મળ્યાં બાદ રાજ્ય સરકારો સ્કૂલોને આવો આદેશ આપી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ